ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય, 15 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી
ઉત્તર-પશ્ચિમ અને પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી તેમજ ઓડિશા અને ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠાની નજીક એક મજબૂત લૉ-પ્રેશર સર્જાયું છે. આ સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિ છે, જે આગામી 14 કલાકમાં વધુ મજબૂત બનીને પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશા તરફ આગળ વધે તેવી શક્યતા છે.
ગુજરાતમાં ઘણાં દિવસોથી વરસાદ વેકેશનન પર છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં 40 ટકા વરસાદની ઘટ છે. ત્યારે રાજ્યના ખેડૂતો માટે થોડાક રાહતના સમાચાર છે કે રાજ્યમાં ચાર સિસ્ટમ સક્રિય થતાં 15 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી છે. આ આગાહી મુજબ, 12 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ મુજબ, રવિવારનું વાતાવરણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે ભારે રહેવાનું છે અને બે જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટ પણ આપ્યું છે.
હવામાન વિભાગની સત્તાવાર માહિતી અનુસાર, 12 સપ્ટેમ્બરના રોજ નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સુરત અને વડોદરા સહિત અન્ય 7 જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા જોતાં યલો એલર્ટ અપાયું છે. વિશેષરૂપે 13 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાત અને સંઘપ્રદેશના વિસ્તારોમાં મેઘપ્રકોપની આશંકા છે. નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના હોવાથી ત્યાં વહીવટી તંત્ર દ્વારા સાવચેતીનાં પગલાં રૂપે સત્તાવાર રીતે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
શનિવારે સવારથી જ ગુજરાતમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. સવારથી મહિસાગર જિલ્લામાં હળવાં વરસાદી ઝાપટાં નોંધાયા છે. બપોર બાદ ગીરસોમનાથ જિલ્લામાં પણ વાદળ છાયું વાતાવરણ હતું અને ગીર ગઢડા તાલુકાના પડાપાદર, કાંધી, મોટા સમઢિયાળા, બંધારડા અને ધોકડવા સહીતના ગામોમાં વરસાદી માહોલ હતો. ઉનામાં ધીમી ધારે વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે.
હાલમાં ઉત્તર-પશ્ચિમ અને પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી તેમજ ઓડિશા અને ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠાની નજીક એક મજબૂત લૉ-પ્રેશર સર્જાયું છે. આ સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિ છે, જે આગામી 14 કલાકમાં વધુ મજબૂત બનીને પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશા તરફ આગળ વધે તેવી શક્યતા છે.
ઉત્તર રાજસ્થાનથી લઈઈને લૉ-પ્રેશર વિસ્તાર સુધી એક ટ્રફ સક્રિય જોવા મળી રહ્યો છે. આ સ્થિતિને કારણે આગામી દિવસોમાં ગાજવીજ અને વીજળીના કડાકા સાથે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. 16 અને 17 સપ્ટેમ્બરની આસપાસ રાજ્યના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે.
હાલના ચોમાસામાં ગુજરાતમાં એકંદરે 21 ટકા વરસાદની ઘટ નોંધાયેલી છે. તેમાં કચ્છ-સૌરાષ્ટ્રમાં 40 ટકા વરસાદની ઘટે ચિંતાજનક સ્થિતિનું નિર્માણ કર્યું છે. જો કે ગુજરાત પ્રરદેશમાં સામાન્ય વરસાદની સરખામણીએ 7 ટકાની મામૂલી ઘટ જોવા મળી છે.