સુરતમાં પરિવારના 5 સભ્યોને ફૂડ પોઈઝનિંગમાં બાળકીનું મોત, માતા-પિતા અને બે દીકરી ગંભીર
સુરતના એક રેસ્ટોરન્ટમાંથી પંજાબી શાક મંગાવીને પરિવારે ખાધું હતું અને તેના પછી આ તમામની તબિયત લથડી હતી.
સુરતના વરાછા વિસ્તારમાં એક જ પરિવારના પાંચ સદસ્યોને ફૂડ પોઈઝનિંગની ગંભીર અસર થઈ છે અને આ પરિવારની પાંચ વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે.
શનિવારે રાત્રે આ પરિવારે શીતલ રેસ્ટોરેન્ટમાંથી પંજાબી શાક મંગાવ્યા હતા.
ભોજન લીધા બાદ આ પરિવારના તમામ સદસ્યોની તબિયત બગડી હતી. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ખાનગી હોસ્પિટલમાં તેમને ફૂડ પોઈઝનિંગની અસર હોવાનું નિદાન થયું હતું.
હોસ્પિટલમાં સારવાર દરમિયાન 5 વર્ષની બાળકીએ જીવ ગુમાવ્યો છે. જ્યારે પરિવારના અન્ય ચાર સદસ્યોમાં, માતા-પિતા અને તેમની બે દીકરીની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.