ભાજપને ગાળો આપનારા લાલુ યાદવના નિકટવર્તી મૃત્યુંજય તિવારી હવે ભાજપમાં!
ભાજપમાં સામેલ થયા બાદ તિવારીએ આરજેડીને નિશાને લીધી છે. તેમણે કહ્યુ છે કે હું ભાજપનો આભાર પ્રગટ કરું છું. પાર્ટીએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે, તેને હું પુરી ઈમાનદારીથી નિભાવીશ. મારા લોહીનું એક-એક ટીપું ભાજપ માટે સમર્પિત રહેશે.
રાષ્ટ્રીય જનતાદળના સુપ્રીમો લાલુપ્રસાદ યાદવના નિકટવર્તી મૃત્યુંજય તિવારી ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે. એક સમય હતો કે જ્યારે આરજેડીના પ્રવક્તા તરીકે મૃત્યુંજય તિવારી ભારતીય જનતા પાર્ટીની નીતિઓ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટીના અન્ય નેતાઓની સામે નિવેદનબાજી કરતા હતા, તેઓ હવે આરજેડીથી મોહભંગ થવાને કારણે ભગવો ખેસ ધારણ કરીને ભાજપમાં સામેલ થયા છે.
બિહાર ભાજપના પ્રદેશ અધ્યક્ષ સંજય સરાવગીએ મૃત્યુંજય તિવારીને પાર્ટીની સદસ્યા ગ્રહણ કરાવી છે. ભાજપની સદસ્યતા ગ્રહણ કરતી વખતે ભાવુક મૃત્યુંજય તિવારીએ કહ્યુ હતુ કે હવે ભાજપમાં જ જીવીશ અને ભાજપમાં જ મરીશ. આરજેડીના કીચડમાં હવે કોઈ નહીં જાય. મને ઘણો અપમાનિત કરવામાં આવ્યો. આજે ભાજપે જે સમ્માન મને આપ્યું છે, તેને હું ક્યારેય ભૂલીશ નહીં.
બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા આરજેડીના વરિષ્ઠ નેતા અને પ્રવક્તા રહી ચુકેલા મૃત્યુંજય તિવારીનું ભાજપમાં જોડાવું તેજસ્વી યાદવ અને તેમની પાર્ટી માટે નુકશાનકારક માનવામાં આવે છે.
મત્યુંજય તિવારી સાથે અરવિંદકુમાર અશોક, મુકેશ શુક્લા, સંજીવ દુબે, અમન કુમાર, મનીષ કુમાર, અમિત ચૌબેએ પણ ભાજપની સદસ્યતા ગ્રહણ કરી છે.
ભાજપમાં સામેલ થયા બાદ તિવારીએ આરજેડીને નિશાને લીધી છે. તેમણે કહ્યુ છે કે હું ભાજપનો આભાર પ્રગટ કરું છું. પાર્ટીએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે, તેને હું પુરી ઈમાનદારીથી નિભાવીશ. મારા લોહીનું એક-એક ટીપું ભાજપ માટે સમર્પિત રહેશે.
મૃત્યુંજય તિવારીએ કહ્યુ કે રાજનીતિમાં રહેતા તેમના તમામ દળના નેતાઓ સાથે સારા સંબંધો રહ્યા છે. પરંતુ આરજેડીએ તેમને તે સમ્માન આપ્યું નથી, જેના તેઓ હકદાર હતા. તેના કારણે તેમણે આરજેડી છોડી હોવાનું પણ જણાવ્યું છે.
આરજેડી પર નિશાન સાધતા તેમણે કહ્યુ કે હવે આ પાર્ટી પોતાની વિચારધારા અને નીતિથી ભટકી ચુકી છે. આરજેડી સમાપ્તિ તરફ આગળ વધી રહી છે. ત્યાં કોઈ સ્પષ્ટ નીતિ બચી નથી. હવે તે કીચડમાં ફસાઈ ચુકી છે, જ્યાંતી બહાર નીકળવું મુશ્કેલ છે. ભાજપની સદસ્યતા લેવાના નિર્ણયને યોગ્ય ગણાવતા તિવારીએ કહ્યુ છે કે તેમણે એવા રાજકીય પક્ષને પસંદ કર્યો છે કે જે દેશના વિકાસ અને રાષ્ટ્રહિતનના વિચાર સાતે કામ કરે છે. હવે ભાજપમાં જ જીવીશ અને ભાજપમાં જ મરીશ. તેમના આ નિવેદનને આરજેડી પર મોટા હુમલા તરીકે જોવામાં આવે છે.