મોદી સરકારે RSSને કોર્પોરેટ બનાવી દીધું: રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યુ છે કે આરએસએસમાં કોર્પોરેટ પ્રભાવની શરૂઆત પ્રમોદ મહાજનના સમયથી થઈ અને નરેન્દ્ર મોદીના તબક્કામાં આ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ.
દિલ્હીમાં રચનાત્મક કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં દિલ્હી કોન્સ્ટીટ્યૂશન ક્લબ ઓફ ઈન્ડિયા ખાતે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર પર વિદેશ નીતિ, ચીન, ઈકોનોમી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને લઈને વાકપ્રહારો કર્યા છે.
રાહુલ ગાંધીએ કહ્યુ છે કે અમેરિકા-ઈરાન યુદ્ધ દરમિયાન જો દેશમાં ઈન્દિરા ગાંધી જેવું નેતૃત્વ હોત તો ભારત પાસે મોટી કૂટનીતિક ભૂમિકા નીભાવવાનો મોકો હતો. રાહુલ ગાંધીનો દાવો છે કે ઈરાન, અમેરિકા અને રશિયા સાથે ભારતના જૂના સંબંધ રહ્યા છે અને ભારત આ દેશો વચ્ચે દોસ્તી કરાવવામાં ભૂમિકા નીભાવી શકતું હતું. પરંતુ આ અવસર પાકિસ્તાને પ્રાપ્ત કરી લીધો અને નરેન્દ્ર મોદી જોતા રહી ગયા.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દેશમાં અભિવ્યક્તિની સ્વતંત્રતાના મુદ્દા પર સરકાર અને આરએસએસને ઘેર્યા છે. તેમણે કહ્યુ છે કે લોકોને પોતાના વિચારો વ્યક્ત કરવાથી રોકવા જોઈએ નહીં. હિંદુ, મુસ્લિમ, શીખ જૈન સહીત દરેક વ્યક્તિને પોતાની વાત ખુલીને કહેવાનો અધિકાર છે.
તેમણે કહ્યુ કે આરએસએસના એક્સપ્રેશનને દેશમાંથી ખતમ કરવાની વાત હશે, તે દિવસે હું તેમની પણ રક્ષા કરીશ. કારણ કે અભિવ્યક્તિ તેમની પણ છે. રાહુલ ગાંધીએ કહ્યુ છે કે કોંગ્રેસનું માનવું છે કે દરેક વ્યક્તિ પોતાના મનની વાત ખુલીને કહી શકે છે, પરંતુ કોઈને અન્ય વ્યક્તિની અભિવ્યક્તિને દબાવાવનો અધિકાર નથી.
કોંગ્રેસના નેતાએ આરોપ લગાવ્યો છે કે સકરાર દેશની અભિવ્યક્તિને દબાવવાની કોશિશ કરી રહી છે. રાહુલ ગાંધીએ કહ્યુ છે કે જ્યારે દેશના લોકોનો અવાજ ખુલીને સામે આવશે, ત્યારે દુનિયાને ભારતની અસલી શક્તિ જોવા મળશે.
રાહુલ ગાંધીએ ચીન સાથે સીમા વિવાદને લઈને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાને લીધા હતા. તેમણે આરોપ લગાવ્યો કે ચીને ભારતને પોતાની જ જમીન પર પેટ્રોલિંગ કરવાથી રોક્યું. પરંતુ સરકારે આ ખબરને દબાવવાની કોશિશ કરી.
રાહુલ ગાંધીએ ગલવાન સંઘર્ષ બાદ પીએમ મોદીના નિવેદનને ટાંક્યું, જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારતની એક ઈંચ જમીન પણ કોઈના કબજામાં નથી.
રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે સેનાએ જમીન પર કબજાની વાત કહી હતી અને ચીન સાતે વાતચીત દરમિયાન ભારતીય પક્ષને વડાપ્રધાનના નિવેદનનો હવાલો આપીને જવાબ આપવામાં આવ્યો હતો.
રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે સરકારનું ધ્યાન દેશના હિતોના સ્થાને પોતાના રાજકીય માળખાને મજબૂત કરવા અને મોટા ઉદ્યોગપતિઓ સાથે સંબંધો પર છે.
રાહુલ ગાંધીએ આરએસએસના બદલાતા સ્વરૂપને લઈને ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યુ છે કે નાના કારોબારીઓ અને વેપારીઓની શક્તિ ક્યારેક આરએસએસ હતું. પરંતુ નોટબંધી અને જીએસટીના કારણે નાના કારોબારીઓને નુકશાન થયું. તેમણે કહ્યુ છે કે આરએસએસમાં કોર્પોરેટ પ્રભાવની શરૂઆત પ્રમોદ મહાજનના સમયથી થઈ અને નરેન્દ્ર મોદીના તબક્કામાં આ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ.
રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે તેમને આજકાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલયની અંદરથી જાણકારી મળી રહી છે. તેમણે કહ્યુ કે જ્યાં સુધી નરેન્દ્ર મોદી અને અમિત શાહ રાજીનામું નહીં આપી દે, ત્યાં સુધી અમે તેમને સુવા દેવાના નથી. તેમમે સરકારની વિરુદ્ધ વિપક્ષની રાજકીય લડાઈ ચાલુ રાખવાના સંકેત આપતા કહ્યુ છે કે હવે સરકારે સમજવું જોઈએ કે દેશ ખુદને અભિવ્યક્ત કરવાથી રોકશે નહીં.
રાહુલ ગાંધીએ ગૃહ મંત્રી અમિત શાહ પર કટાક્ષ કરતા કહ્યુ કે તે સંસદમાંથી ગાયબ રહે છે અને 20 દિવસ સુધી સંસદમાં આવી શક્યા નહીં. તેમણે કહ્યુ કે સરકાર હવે સમજી ચુકી છે કે દેશની જનતા પોતાની વાત કહેવાથી પાછળ હટશે નહીં. રાહુલ ગાંધીએ કહ્યુ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજકાલ રાત્રે સુતા નથી અને તેના ઘણાં કારણો છે, જેમાં કેટલાક સ્પષ્ટ છે અને કેટલાક છૂપાયેલા છે.