60,000ના પગારમાં USમાં અભ્યાસનો ખર્ચ કેવી રીતે ઉઠાવ્યો ? અભિજીત દીપકેના પિતાની કમાણી પર સવાલ
આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત તિવારીએ ભારતીય ચૂંટણી પંચ, સીબીઆઈસી અને મહારાષ્ટ્ર સરકારને આની ફરિયાદો રજિસ્ટર કરાવી છે.
સૂરતના આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત તિવારીએ કોકરોચ જનતા પાર્ટીના સંસ્થાપક અભિજીત દીપકેના પિતા ભગવાનરાવ દીપકેની નાણાંકીય સ્થિતિની તપાસ કરવાની માગણી કરી છે. તેમણે સવાલ ઉઠાવ્યો છે કે જો તેમને 60-65 હજાર રૂપિયાનું વેતન મળતું હતું, તો તેઓ અભિજીત દીપકેની અમેરિકાની સ્ટડીનો ખર્ચ કેવી રીતે ઉઠાવી રહ્યા છે.
આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત તિવારીએ ભારતીય ચૂંટણી પંચ, સીબીઆઈસી અને મહારાષ્ટ્ર સરકારને આની ફરિયાદો રજિસ્ટર કરાવી છે.
અમિત તિવારીએ સીજેપીની કાયદાકીય સ્થિતિ, રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલ દ્વારા પ્રતિજ્ઞાબદ્ધ 1 કરોડ રૂપિયાની રકમ અને ભગવાનરામ દીપકેની નાણાંકીય સંપત્તિ પર પણ સવાલ ઉઠાવ્યા છે. એએનઆઈ સાથેની વાતચીતમાં અમિત તિવારીએ કહ્યુ છે કે ત્રણ અલગ-અલગ અધિકારીઓને ફરિયાદો સોંપવામાં આવી રહી છે.
સોશયલ મીડિયા એક્ટિવિસ્ટ અમિત તિવારીએ કહ્યુ છે કે મેં ત્રણ જુદાંજુદાં સ્થાનો પર ફરિયાદ નોંધાવી છે. મેં ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી છે. કપિલ સિબ્બલ દ્વારા આપવામાં આવેલા 1 કરોડ રૂપિયાના ફંડ બાબતે મે સીબીઆઈસીને ફરિયાદ કરી છે કે તેના પર 18 ટકા જીએસટી લગાવવામાં આવે.
આરટીઆઈ એક્ટિવિસ્ટે કહ્યુ છે કે તેમણે મહારાષ્ટ્ર સરકારને ભગવાનરાવ દીપકેની મિલ્કતોની તપાસ કરવાની માગણી કરી હતી, જેમની ઓળખ તેમણે મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ નિગમ (એમઆઈડીસી)ના એક જૂનિયર એન્જિનિયર તરીકે કરી હતી. મેં મહારાષ્ટ્ર સરકારમાં પણ ફરિયાદ કરી છે કે ભગવારાવ દીપકે એમઆઈડીસીમાં જૂનિયર એન્જિનિયર હતા.
તેમણે કહ્યુ છે કે જો તેમને 60-65 હજાર રૂપિયાનો પગાર મળતો હતો, તો તેઓ અમેરિકામાં પોતાના બાળકોનો ખર્ચ કેવી રીતે ઉઠાવી શકતા હતા ? અમિત તિવારીએ એમ પણ કહ્યુ છે કે અમે મહારાષ્ટ્ર સરકારને પરિયાદ કરી છે કે તેમની તપાસ થવી જોઈએ અને જો આ અપ્રમાણસરની મિલ્કતનો મામલો છે તો કડક કાર્યવાહી થવી જોઈએ.
સીજેપીની વિરુદ્ધ પોતાની ફરિયાદનો ઉલ્લેખ કરતા અમિત તિવારીએ આરોપ લગાવ્યો છે કે સંગઠન રજિસ્ટ્રેશન વગર દાન સ્વીકારીને એક રાજકીય પક્ષની જેમ કામ કરી રહ્યું હતું. તેમણે કહ્યુ કે જ્યાં સુધી મુખ્ય ન્યાયિક પરિષદની વિરુદ્ધ ફરિયાદનો સવાલ છે, જો તે એક રાજકીય પક્ષની જેમ કામ કેર છે, જો તે ફંડ લે છે, પરંતુ રજિસ્ટર્ડ નથી તો તેમણે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ-29-એ હેઠળ રજીસ્ટ્રેશન કરાવવું પડશે.
અમિત તિવારીએ કહ્યુ છે કે અમે માગણી કરી છે કે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે, કારણ કે તે રજિસ્ટર્ડ નથી. પરંતુ 1 કરોડ રૂપિયાનું ફંડ સ્વીકારી રહ્યા છે. અમિત તિવારીએ સીજેપીના નેતૃત્વવાળા આંદોલનની ટીકા કરતા કહ્યુ છે કે આ નીટ પેપર લીક મુદ્દા પર પોતાના મૂળ ઉદેશ્યથી ભટકી ગયું છે.