ભારતીય Space Sectror એ રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ વિક્રમ-1 થયું લૉન્ચ
અંતરિક્ષ ક્ષેત્રમાં ભારતે એક નવો ઈતિહાસ રચ્યો છે. શ્રીહરિકોટા ખાતેથી પહેલું પ્રાઈવેટ રૉકેટ વિક્રમ-1 સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આને ઐતિહાસિક સિદ્ધિ ગણાવી છે.
ભારતે ફરી એકવાર સ્પેસ સેક્ટરમાં ઈતિહાસ રચ્યો છે. ભારતનું પહેલું ખાનગી રોકેટ વિક્રમ-1 સફળતાપૂર્વક પ્રક્ષેપિત થયું છે. શ્રીહરિકોટા ખાતેના સતીષ ધવન સ્પેસ સેન્ટરમાંથી વિક્રમ-1નું લોન્ચિંગ થયું છે. આ ભારતમાં બનેલું પહેલું પ્રાઈવેટ ઓર્બિટલ રોકેટ છે. જેને હૈદરાબાદની સ્કાઈરુટ એરોસ્પેસે તૈયાર કર્યું છે.
ભારતમાં બનેલા પહેલા પ્રાઈવેટ ઓર્બિટલ રોકેટે ભરી ઉડાણ
મહત્ત્વપૂર્ણ છે કે આ ભારતમાં બનેલા પહેલા ખાનગી ઓર્બિટલ રોકેટની પહેલી ઉડાણ છે, જેને મિશન આગમન નામ આપવામાં આવ્યું છે. આ ભારતના પ્રાઈવેટ સ્પેસ સેક્ટર માટે એક મોટી અને ઐતિહાસિક સિદ્ધિ છે.

પીએમ મોદીએ ગણાવી ઐતિહાસિક શરૂઆત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોન્ચિંગ પહેલા કરેલી એક્સ પોર્ટમાં આને ઐતિહાસિક નવી શરૂઆત ગણાવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પોસ્ટમાં લખ્યું હતું કે ભારતની અંતરિક્ષ યાત્રા માટે એક ઐતિહાસિક નવી શરૂઆત સ્કાઈરુટ એરોસ્પેસ ભારતનું પહેલું ખાનગીપણે વિકસિત લોન્ચ વ્હીકલ વિક્રમ-1નું પહેલું ઓર્બિટલ લોન્ચ કરશે. આ ચાર તબક્કાવાળું રોકેટ ઝડપથી અને જરૂરિયાતના પ્રમાણે લોન્ચ સેવાઓ આપવા માટે બનાવાયું છે. આ મિશન આપણા યુવાઓની પ્રતિભા, દ્રઢસંકલ્પ અને ઉદ્યમિતાની ભાવના દર્શાવે છે. તે એ પણ દર્શાવે છે કે કેવી રીતે આપણા અંતરિક્ષ ક્ષેત્રમાં સુધાર ઈનોવેશન અને ઉદ્યમ માટે નવા અવસર ખોલી રહ્યું છે. સફળ લોન્ચ માટે સ્કાઈરુટ એરોસ્પેસની આખી ટીમને મારી શુભકામનાઓ. વિક્રમ-1 ઊંચાઈ સ્પર્શે, ઈતિહાસ રચે અને ઈનોવેટર્સની એક પેઢીને પ્રેરીત પણ કરે. હું તમામ ભારતીયો, ખાસ કરીને આપણા યુવા દોસ્તોને આગ્રહ કરું છું કે તેઓ આ ઐતિહાસિક મિશનને જોવે અને ઈન્ડિયા વિથ વિક્રમ-1 નો ઉપયોગ કરીને ટીમ સ્કાઈરુટને સફળતા માટે શુભકામનાઓ આપે.
વિક્રમ-1માં શું-શું છે ખાસ ?
વિક્રમ -1 રોકેટ ઘણાં તકનીકી ઉપકરણોને ધરતીથી 450 કિલોમીટર ઉપર એક ખાસ કક્ષામાં સ્થાપિત કરશે. રોક્ટ વિક્રમ 350 કિલોગ્રામ વજન લઈ જવા માટે સક્ષમ છે. તેને કાર્બન કમ્પોઝિટથી બનાવવામાં આવ્યું છે. અને તેમાં કંપનીએ પોતાના બનાવેલા એન્જિન લગાવ્યા છે, જેમાં થ્રીડી પ્રિન્ટેડ એન્જિન પણ સામેલ છે. એક માઈક્રો આર્ટ પીસ મોકલવામાં આવ્યો. તેમાં માઈક્રો આર્ટ પીસ નાનકડું રોકેટ છે. તેનો આર્ટ પીસ 18 કેરેટના સોનામાંથી બનાવવામાં આવ્યો છે. વિક્રમ-1 સંપૂર્ણપણે હળવા અને મજબૂત કાર્બન કમ્પોઝિટ સ્ટ્રક્ચરથી બનેલું પહેલું ઓર્બિટલ રોકેટ છે. કાર્બન ફાઈબર સ્ટીલની સરખામણીમાં પાંચ ગણું વધારે હળવું હોય છે.
રોકેટનું નામકરણ વિક્રમ-1 કરવા પાછળનું કારણ
આ રોકેટનું નામ ડૉ. વિક્રમ સારાભાઈના સમ્માનમાં વિક્રમ-1 રાખવામાં આવ્યું છે. ડૉ. વિક્રમ સારાભાઈએ જ દેશના સ્પેસ સેક્ટરનો મજબૂત પાયો મૂક્યો હતો. આ ભારતનું પહેલું ઓર્બિટલ રોકેટ લોન્ચિંગ હોવાથી તેનું નામકરણ વિક્રમ-1 કરવામાં આવ્યું છે.