ટ્રેનમાં છેડતી કરનાર યુવકને બંગડીઓ પહેરાવી યુવતીએ લિપસ્ટિક લગાડી, છેડતીખોરનો Video થયો વાઈરલ
ભુસાવલ-વર્ધા પેસેન્જર મેમો ટ્રેનમાં સફર દરમિયાન એક યુવકે એક યુવતી સાથે અશ્લિલ હરકત કરવાની કોશિશ કરતા છેડતી કરી હતી. ઘટના બાદ પ્રવાસીઓએ યુવકને માર મારવાના સ્થાને અલગ રીતે તેને બોધપાઠ ભણાવ્યો અને આને લગતો એક વીડિયો સોશયલ મીડિયા પર વાઈરલ થયો છે.
મહારાષ્ટ્રના અકોલા જિલ્લામાં મહિલા સુરક્ષા સાથે જોડાયેલો એક મામલો સોશયલ મીડિયામાં ચર્ચાનું કારણ બન્યો છે. અહીં ચાલતી ટ્રેનમાં એક યુવતી સાથે છેડછાડ કરનારા યુવકને પ્રવાસીઓએ અનોખા અંદાજમાં બોધપાઠ ભણાવ્યો. મારપીટ કરવાના સ્થાને પ્રવાસીઓએ તેના હાથમાં બંગડીઓ પહેરાવી અને ચહેરા પર લાલી-લિપસ્ટિક લગાવીને જાહેરમાં તેને શરમજનક સ્થિતિમાં મૂકીને બોધપાઠ ભણાવ્યો. આ ઘટનાનો વીડિયો સોશયલ મીડિયામાં ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે.
યુવતીએ યુવકને સંભળાવી ખરીખોટી
જાણકારી મુજબ, શેગાંવથી બડનેરા તરફ જઈ રહેલી ભુસાવળ-વર્ધા પેસેન્જર મેમો ટ્રેનમાં પ્રવાસ દરમિયાન એક યુવકે એક યુવતી સાથે અશ્લિલ હરકત કરવાની કોશિશ કરી હતી. યુવતીએ ગભરાવાના સ્થાને સાહસ દેખાડીને તાત્કાલિક આનો વિરોધ કર્યો અને છેડતીખોરને ખરીખોટી સંભળાવી. યુવતીનો અવાજ સાંભળીને કોચમાં રહેલા અન્ય પ્રવાસીઓ પણ ત્યાં આવી ગયા.
છેડતીખોરને બોધપાઠ
ઘટના બાદ પ્રવાસીઓએ યુવકની સાથે મારામારી કરવાના સ્થાને તેને અલગ રીતે બોધપાઠ ભણાવ્યો. તેમણે યુવકના હાથમાં બંગડીઓ પહેરાવી અને ચહેરા પર લાલી-લિપસ્ટિક લગાવીને જાહેરમાં તેને શરમમાં મૂકયો. આ દરમિયાન ટ્રેનમાં રહેલા કોઈ પ્રવાસીએ આખી ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી લીધો, જે હવે સોશયલ મીડિયાના વિભિન્ન પ્લેટફોર્મ પર ઝડપથી શેયર થઈ રહ્યો છે.
વીડિયો થયો વાઈરલ
વીડિયો વાઈરલ થયા બાદ સોશયલ મીડિયા પર લોકોની અલગ-અલગ પ્રતિક્રિયા સામે આવી રહી છે. ઘણાં લોકો યુવતીના સાહસ અને પ્રવાસીઓની તત્પરતાની પ્રશંસા કરી રહ્યા છે, જ્યારે કેટલાકનું કહેવું છે કે આવા મામલામાં કાયદાકીય કાર્યવાહી જરૂરી છે, જેથી દોષિતની સામે નિયમાનુસાર કાર્યવાહી થઈ શકે.
જો કે આ મામલામાં હજી સુધી પોલીસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. એ પણ સ્પષ્ટ થયું નથી કે આરોપી યુવકની વિરુદ્ધ કોઈ ઔપચારિક ફરિયાદ કરવામાં આવી છે કે નહીં. હાલ ઘટનાનો વીડિયો સોશયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે.