પાવાગઢ ડુંગર પર વહેલી સવારે જામ્યો વરસાદી માહોલ: પગથિયાં પર વહ્યાં ઝરણાં
આવા વરસાદી અને આહલાદક માહોલ વચ્ચે પણ મોટી સંખ્યામાં માઈભક્તો ડુંગર ચઢીને માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે
યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ડુંગર પર વહેલી સવારે પડેલા ધોધમાર વરસાદે પ્રકૃતિનો એક અદભૂત અને મનમોહક નજારો ઉભો કર્યો છે. પાવાગઢ મહાકાળી મંદિરના દર્શને આવતા ભક્તો માટે આ વાતવરણ ખૂબ અહલાદક બની ગયું છે.
ડુંગર પર થયેલા ભારે વરસાદને કારણે મહાકાળી મંદિર તરફ જતાં પગથિયાં પરથી પાણી તીવ્ર ગતિએ નીચે વહેવા લાગ્યું હતું. આ નજારો જાણે ડુંગર પથી કુદરતી ઝરણાં વહી રહ્યા હોય તેવો અદભૂત લાગતો હતો.
આસપાસના ડુંગરો કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલા હતા અને સમગ્ર પંથક લીલીછમ ચાદર ઓઢીને ખીલી ઉઠયો હતો. જેના કારણે મહાકાળી માતાના દર્શને આવતા અને દર્શન કરી જતાં ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.
આવા વરસાદી અને આહલાદક માહોલ વચ્ચે પણ મોટી સંખ્યામાં માઈભક્તો ડુંગર ચઢીને માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.