નરેન્દ્ર મોદી ભૂતકાળ, ભવિષ્ય સામે નહીં લડી શકે: રાહુલ ગાંધીનું સરકારને અલ્ટીમેટમ
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની કેબિનેટમાંથી બરખાસ્તગીની માગણી કરતા તેમણે કહ્યુ છે કે છાત્રોની ત્રણ માગણીઓ છે અને આ માંગોને કોઈપણ સંજોગોમાં ટાળી શકાય નહીં. પહેલી માંગ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને હટાવવાની છે. બીજી માંગ છે કે છાત્રો પર લાઠીચાર્જ કરનારાઓને સજા મળે. ત્રીજી માંગ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છાત્રોની માફી માંગે.
નરેન્દ્ર મોદી ભૂતકાળ, ભવિષ્ય સામે નહીં લડી શકે: રાહુલ ગાંધીનું સરકારને અલ્ટીમેટમ
દિલ્હીમાં જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટીનું પ્રદર્શન ચાલુ છે. શનિવારે 3.30 વાગ્યે સીજેપી અને સરકારના પ્રતિનિધિમંડળની મુલાકાત થવાની છે. તેના પહેલા 10 જનપથ ખાતે કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ છાત્રોના આંદોલનને લઈને મોટું નિવેદન આપ્યું છે.
રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાને લેતા કહ્યુ કે મોદી વીડિયો બનાવીને સૂચનોની વાત કરી રહ્યા છે, જ્યારે છાત્રોની માંગ સૂચનોની નહીં, પણ સીધી કાર્યવાહીની છે. રાહુલ ગાંધીએ કહ્યુ છે કે વડાપ્રધાને એ માનવું જોઈએ કે છાત્રોને મારવામાં આવ્યા અને તેમનું અપમાન કરવામાં આવ્યું છે, અને તેના માટે તેમણે માફી માંગવી જોઈએ.
રાહુલ ગાંધીએ કહ્યુ છે કે તેમને છાત્રો પર ગર્વ છે. છાત્ર ડરવાના નથી અને તેઓ દેશના ભવિષ્યનું પ્રતિનિધિત્વ કરે છે. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યુ કે છાત્ર ભારતનું ભવિષ્ય છે, જ્યારે નરેન્દ્ર મોદી ભારતનો ભૂતકાળ છે. નરેન્દ્ર મોદી ભારતનો ભૂતકાળ છે, ભૂતકાળ ક્યારેય ભવિષ્ય સામે લડી શકતો નથી.
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની કેબિનેટમાંથી બરખાસ્તગીની માગણી કરતા તેમણે કહ્યુ છે કે છાત્રોની ત્રણ માગણીઓ છે અને આ માંગોને કોઈપણ સંજોગોમાં ટાળી શકાય નહીં.
પહેલી માંગ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને હટાવવાની છે. બીજી માંગ છે કે છાત્રો પર લાઠીચાર્જ કરનારાઓને સજા મળે. ત્રીજી માંગ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છાત્રોની માફી માંગે.
રાહુલ ગાંધીએ કહ્યુ છે કે આ માંગો તેમણે ખુદ બનાવી નથી, પરંતુ દેશભરના છાત્રોની આ માંગ છે. તેમણે કહ્યુ છે કે ખબર મળી રહી છે કે સરકાર ધર્મેન્દ્ર પ્રધાનને શિક્ષણ મંત્રાલયમાંથી હટાવીને અન્ય મંત્રાલયમાં મોકલવા પર વિચારણા કરી રહી છે. રાહુલ ગાંધીએ આને સંપૂર્ણપણે અયોગ્ય ગણાવતા કહ્યુ કે આ કોઈને પણ મંજૂર નહીં હોય. તેમના પ્રમાણે, ધર્મેન્દ્ર પધાન ભ્રષ્ટાચાર અને નિષ્ફળતાનો ચહેરો બની ચુક્યા છે, જેમણે છાત્રોના ભવિષ્યને નુકશાન પહોંચાડયું છે. માટે તેમને મંત્રાલય બદલવાના સ્થને સંપૂર્ણપણે પદ પરથી હટાવવા જોઈએ.
રાહુલ ગાંધીએ એક ઘાયલ છાત્રનો ઉલ્લેખ કરતા કહ્યુ છે કે તેને ગંભીર ઈજા પહોંચી છે. તેમણે કહ્યુ કે એક દિવસ પહેલા તે એક એવા છાત્રને મળ્યા હતા, જેની આંખમાં છર્રો વાગ્યો છે અને બની શકે તે આગળ ક્યારેય જોઈ નહીં શકે.
તેમણે કહ્યુ છે કે હજારો છાત્રોને લાઠીઓથી મારવામાં આવ્યા, ઘણાંના માથા ફૂટયા અને શરીર પર છર્રા લાગ્યા. રાહુલ ગાંધીએ ક્હયુ છે કે જે લોકોએ આ કાર્યવાહી કરી છે અને જેમણે આ આયોજિત કર્યું, તે તમામને જવાબદેહ ઠેરવવા જોઈએ અને સજા પણ આપવી જોઈએ.