પંજાબના પૂર્વ ડેપ્યુટી સીએમ સુખબીરસિંહ બાદલ પર જીવલેણ હુમલો, સુરક્ષાકર્મી પણ ઘાયલ
સુખબીરસિંહ બાદલ પરિવારની સાથે નાંદેડમાં માતાસાહિબ કૌર ગુરુદ્વારામાં દર્શન માટે ગયા હતા. જણાવવામાં આવે છે કે તેમના પર ચાકૂથી હુમલો થયો છે
પંજાબના ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમ સુખબીરસિંહ બાદલ પર મહારાષ્ટ્રના નાંદેડમાં જીવલેણ હુમલો થયો છે. આ હુમલો માતાસાહિબ કૌર ગુરુદ્વારાની પાસે થયો છે. તેમાં તેમનો એક સુરક્ષાકર્મી પણ ઘાયલ થયો છે. ઘટનાસ્થળે સુરક્ષાદળના જવાનો પહોંચી ગયા છે. હજી હુમલાના કારણો સામે આવ્યા નથી. જણાવવામાં આવે છે કે સુખબીરસિંહ બાદલને હોસ્પિટલમાં લઈ જવાયા છે. તેમની સાથે તેનના ઘાયલ સુરક્ષાકર્મીને પણ લઈ જવાયા છે.
મહારાષ્ટ્રના નાંદેડમાં શિરોમણિ અકાલી દળના નેતા સુખબીરસિંહ બાદલ પર હુમલો થયો છે. નિહંગોના હુમલામાં ઘાયલ બાદલને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે.
સુખબીરસિંહ બાદલ પરિવારની સાથે નાંદેડમાં માતાસાહિબ કૌર ગુરુદ્વારામાં દર્શન માટે ગયા હતા. જણાવવામાં આવે છે કે તેમના પર ચાકૂથી હુમલો થયો છે. પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધો છે. બાદલ હાલ ખતરાથી બહાર હોવાનું કહેવાય રહ્યું છે.
મહત્ત્વપૂર્ણ છે કે આ બીજીવાર છે કે જ્યારે શિરોમણિ અકાલી દળના નેતા પર હુમલો થયો છે. ડિસેમ્બર, 2024માં પણ ગોલ્ડન ટેમ્પલમાં સેવા દરમિયાન તેમના પર જીવલેણ હુમલો થયો હતો.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, હુમલાખોરે તેમના ઉપર ધારદાર હથિયારથી હુમલો કર્યો છે. તેના કારણે તેમને હાથમાં ગંભીર ઈજાઓ પહોંચી છે. જો કે તે ખતરાથી બહાર હોવાનું કહેવાય રહ્યું છે. તેઓ ખુદ ચાલીને હોસ્પટિલ ગયા છે. તેમના ટેકેદાર પણ હોસ્પિટલ પહોંચવા લાગ્યા છે. જણાવવામાં આવે છે કે અહીં આવ્યાના કેટલાક દિવસ પહેલા તેઓ પટના સાહિબ પણ પરિવાર સાથે ગયા હતા.
નાંદેડ પોલીસે એક આરોપીને ડિટેન કર્યો છે. તેની સાથે જ તેની પૂછપરછ પણ થઈ રહી છે. હાલ કારણોનો ખુલાસો થયો નથી કે તેણે આમ કેમ કર્યું છે. સુખબીરસિંહ બાદલ શિરોમણિ અકાલી દળના નેતા છે. આ હુમલો તેમના ઉપર એવા સમયે થયો છે, જ્યારે કેટલાક દિવસો બાદ જ પંજાબમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.