CNG ભરતી વખતે પાઈપ ફાટવાથી વિસ્ફોટ, 1 કર્મચારીનું મોત- જુઓ Video
આખરે સીએનજીનો પાઈપ કેવી રીતે ફાટો અને આ દુર્ઘટનાની પાછળ કોઈ પ્રકારની બેદરકારી હતી કે નહીં, તેની તપાસ થઈ રહી છે
ઝારખંડના જમશેદપુરમાં સીએનજી ભરતી વખતે પાઈપ ફાટવાથી મોટી દુર્ઘટના થઈ છે. શહેરના ગોલમુરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાવડા બ્રિજ પાસે આર. કે. જૈન ભારત પેટ્રોલિયમ ફ્યૂલ સ્ટેશન પર સીએનજી ભરતી વખતે અચાનક પાઈપ ફાટી ગઈ. તેના પછી જોરદાર વિસ્ફોટ સાથે ગેસ રિસાવ ચાલુ થયો. જેના કારણે ઘટનાસ્થળે નાસભાગ મચી હતી. અચાનક થયેલા વિસ્ફોટ બાદ લોકો પોતપોતાના વાહનો મૂકીને આસપાસ ભાગવા લાગ્યા હતા. તે વખતે પેટ્રોલ પંપનો કર્મચારી તુષાર કુમાર ગંભીરપણે ઘાયલ થયો હતો.
થોડાક સમય પહેલા જ્યાં લોકોની પરસ્પર વાતચીત ચાલી રહી હતી. ગાડીઓમાં સીએનજી ભરાઈ રહ્યું હતું. ત્યાં અચાનક આ દુર્ઘટનાના ડરામણા સીસીટીવી ફૂટેજમાં તેની વિગતો સામે આવી છે. વીડિયોમાં દેખાય છે કે પહેલા અચાનકથી પ્રેશરના કારણે ગેસ ભરવાની પાઈપ ગાડીમાંથી નીકળી જાય છે.
લોકોમાં અફરાતફરી મચી જાય છે. પછી તે પાઈપ અચાનક ત્યાં ઉભેલા એક વ્યક્તિના માથામાં વાગે છે અને તેની સાથે તે વ્યક્તિ જમીન પર પડી જાય છે. તેની બાજૂમાં ઉભેલો વ્યક્તિ ઘાયલ શખ્સને ઉઠાડવાની કોશિશ કરી રહ્યો હોય છે. પરંતુ જમીન પર પડેલા શખ્સનું પ્રાણપંખેરું ઉડી ચુક્યું હતું.
આ દુર્ઘટના બાદ પોલીસ અને સંબંધિત વિભાગ ટીમ મામલાની તપાસ કરી રહી છે. આખરે સીએનજીનો પાઈપ કેવી રીતે ફાટો અને આ દુર્ઘટનાની પાછળ કોઈ પ્રકારની બેદરકારી હતી કે નહીં, તેની તપાસ થઈ રહી છે.