નોઈડામાં 16 વર્ષીય સગીરાનો સ્લીપર બસમાં ગેંગરેપ, ડ્રાઈવર-કન્ડક્ટર એરેસ્ટ
પોલીસ મુજબ, છાત્રા પોતાના પરિવારજનોથી નારાજ થઈને ઘરેથી નીકળી હતી. તે પોતાના પિતરાઈ ભાઈના ઘરે જઈ રહી હતી, જે નોઈડામાં રહે છે
ઉત્તરપ્રદેશના નોઈડામાં એક 16 વર્ષી સગીર વિદ્યાર્થિની સાથે સ્લીપર બસમાં ગેંગરેપની ઘટના સામે આવી છે. પોલીસે કાર્યવાહી કરતા ગેંગરેપના આરોપી બસ ડ્રાઈવર અને કન્ડક્ટરને એરેસ્ટ કરી લીધા છે.
આ ઘટના 4 ઓગસ્ટની હોવાનું જણાવાય રહ્યું છે. પોલીસ મુજબ, છાત્રા પોતાના પરિવારજનોથી નારાજ થઈને ઘરેથી નીકળી હતી. તે પોતાના પિતરાઈ ભાઈના ઘરે જઈ રહી હતી, જે નોઈડામાં રહે છે. ભારે વરસાદ અને અંધારાના કાણે છાત્રા ભૂલથી પરી ચોક પર ઉતરી ગઈ. તે દરમિયાન એક ખાલી સ્લીપર બસ ત્યાંથી પસાર થઈ. છાત્રાએ બસ થંભવા ઈશારો કર્યો. ડ્રાઈવર અને કન્ડક્ટરે તેને જણાવ્યું કે બસ નોઈડા સેક્ટર 63 તરફ જઈ રહી છે અને તેને બસમાં બેસાડી લીધી.
પોલીસ સૂત્રો મુજબ, બસના કેટલાક દૂર ગયા પછી જ કન્ડક્ટરે છાત્રા સાથે અશ્લિલ હરકત કરી. વિરોધ કરવા પર છાત્રાને જાનથી મારી નાખવાની ધમકી આપી. આરોપ છે કે તેના પછી ડ્રાઈવર અને કન્ડક્ટરે છાત્રા સાથે ગેંગરેપ કર્યો.
ગેંગરેપ બાદ આરોપી છાત્રાને કાશ્મીરી ગેટ બસ સ્ટેશન પાસે રિંગ રોડ પર ઉતારીને ત્યાંથી ફરાર થઈ ગયા. હાલ પોલીસે બંને આરોપીઓને એરેસ્ટ કરી લીધા છે અને મામલાની તપાસ કરી રહ્યા છે.
છાત્રાની ફરિયાદ બાદ પોલીસે આ કાર્યવાહી કરી છે. પોલીસ સૂત્રો મુજબ, ઘટનાવાળા દિવસે આરોપી બસ ડ્રાઈવર અને કન્ડક્ટર બસમાં ખરાબી આવ્યા બાદ તેને સૂરજપુર વર્કશોપમાં ઠીક કરાવવા માટે લઈ આવ્યા હતા. રિપેરિંગ બાદ તે ખાલી બસ લઈને તિમારપુર જઈ રહ્યા હતા. તે દરમિયાન પરી ચોક પર તેમને છાત્રા જોવા મળી. બસ નોઈડા સેક્ટર 63 તરફ જઈ રહી છે, તેવું કહીને તેને બસમાં બેસાડી હતી.
બસમાં તેમણે છાત્રા સાથે અશ્લિલ હરકત કરી. સ્લીપર બસમાં પડદા લાગ્યા હતા. તેના કારણે કોઈને ખબર પડી નહીં કે બસની અંદર શું થઈ રહ્યું છે. પોલીસે બંને આરોપીઓને તિમારપુરના બસ પાર્કિંગમાંથી એરેસ્ટ કર્યા અને સ્લીપર બસને જપ્ત કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવી છે.