ગુજરાતમાં CNG ની કિંમતમાં વધારો, અદાણી ગેસે પ્રતિ કિલો 2 રૂપિયા વધાર્યા
અદાણી ગેસે CNG ના ભાવમાં 2 રૂપિયાનો વધારો કરતા અમદાવાદમાં પ્રતિ કિલોગ્રામ CNG 90.02 રૂપિયા એ મળશે. આ ભાવવધારાની અસર પ્રવાસ અને ટ્રાન્સપોર્ટેશન પર પડવાની છે અને તેવા સંજોગોમાં આગામી સમયમાં જનતાના ખિસ્સા વધુ ઢીલાં થવાની પણ શક્યતા છે.
અમદાવાદ: ગુજરાતમાં CNG નો ઉપયોગ કરનારા લાખો વાહનચાલકો ખાસ કરીને ટેક્સી-ઓટોરિક્ષાચાલકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. એક તરફ પેટ્રોલ-ડીઝલના તોતિંગ ભાવનો ભાર સહન કરી રહેલી જનતા માટે CNG ના ભાવમાં વધારો તેમના ખિસ્સા ઢીલાં કરનારો સાબિત થશે. તેના કારણે CNG પર ચાલી રહેલી ઓટોરિક્ષા અને ટેક્સી ટ્રાન્સપોર્ટનો ખર્ચ વધારશે. આ સિવાય રાજ્યમાં મોટાભાગની બસો પણ સીએનજીથી ચાલી રહી છે. તેથી પ્રવાસ ખર્ચની પણ શક્યતા છે.
અદાણી CNG એ પ્રતિ કિલોગ્રામ 2 રૂપિયાનો વધારો કર્યો છે. જેના પગલે હવે અમદાવાદમાં CNG નો ભાવ 90.02 રૂપિયા પ્રતિકિલોગ્રામને આંબી ચુક્યો છે. આ ભાવવધારાની અસર વ્યાપક થવાની શક્યતા છે.
પ્રવાસ ખર્ચમાં વધારાની શક્યતા
ઈંધણના ભાવમાં વધારાને કારણે પ્રવાસ અને પરિવહન ખર્ચમાં વધારાની શક્યતા છે. જેની અસર જનતાના દૈનિક ખર્ચ પર પણ પડવાની છે. છેલ્લા કેટલાક સમયથી ઈંધણના ભાવોમાં વધારો થઈ રહ્યો છે. CNG ના ભાવવધારાએ ખાનગી વાહનચાલકો ઉપરાંત ઓટોરિક્ષાચાલકો અને કમર્શિયલ વાહનધારકોની ચિંતા વધારી છે અને તેમના પર પણ હવે મળતર વધારવા માટે પ્રવાસ અને ટ્રાન્સપોર્ટેશન ચાર્જમાં વધારો કરવાનો વિકલ્પ બાકી બચે છે. કારણ કે 2 રૂપિયા પ્રતિ કિલોગ્રામ CNG ના ભાવમાં વધારાને કારણે CNG વાહનચાલકોના માસિક ખર્ચમાં વધારો થવાનો છે.