"બાબાજી, મારી જવાની કે બેડરુમના સપના જોવો નહીં ": કંગના રનૌતે બાબા રામદેવનો લગાવ્યો ક્લાસ
જંતર-મંતર પર થયેલા છાત્ર આંદોલન દરમિયાન કંગના રનૌતે જેન-ઝી પર વિવાદીત નિવેદન આપ્યું હતું. તેમણે સોશયલ મીડિયા પર ઘણી પોસ્ટ લખી કેટલાક જેન-ઝી પ્રદર્શનકારીઓ અને યુવા મહિલાઓને ગટર જનરેશન ગણાવી દીધા હતા
યોગગુરુ બાબા રામદેવ અને ભાજપના સાંસદ તથા એક્ટ્રેસ કંગના રનૌત વચ્ચે નિવેદનબાજી તીવ્ર બની છે. ગટરવાળા નિવેદન પર કંગના રનૌત પર નિશાન સાધનારા બાબા રામદેવ પર હવે એક્ટ્રેસે પલટવાર કરીને તેમનો ક્લાસ લગાવી દીધો છે.
કંગના રનૌતે કહ્યું છે કે બાબાજી મારી જવાની અથવા બેડરુમ બાબતે દિવસમાં સપના જોવો નહીં. કંગનાના ગટરવાળા નિવેદન પર બાબા રામદેવે કહ્યુ હતુ કે તેમનું બાળપણ કેવું રહ્યું, જવાની કેવી રહી છે, પહેલાના કારનામા કેવા રહ્યા છે. હું આવા લોકો બાબતે વાત કરવા માંગતો નથી.
કંગના રનૌતે બાબા રામદેવના નિવેદન પર ઈંસ્ટાગ્રામ સ્ટોરીઝ પર જવાબ આપ્યો અને લખ્યું છે કે બાબાજી મારી જવાની અથવા બેડરુમ બાબતે દિવાસ્વપ્નો જોવો નહીં, કોઈ માત્ર અફવાઓ અને ગોસિપના આધારે અંદાજો લગાવી શકે છે. ઓછામાં ઓછું મને ક્યારેય સુપ્રીમ કોર્ટમાંથી જૂઠ્ઠાણા અને છેતરપિંડીવાળી મેડિકલ અસરના દાવાઓ માટે ઠપકો મળ્યો નથી, જે પાક્કા તથ્યો પર આધારીત છે ન તો કોઈ ગોસિપ છે કે ન અંદાજા પર. ભાજપના સાંસદે બાબા રામદેવની ઝાટકણી કાઢતા કહ્યું છે કે તેથી મને કેરેક્ટરનો ઉપદેશ આપો નહીં. તમારાથી તો ઘણું સારું છે મારું કેરેક્ટર.
મહત્ત્વપૂર્ણ છે કે બાબા રામદેવે ટીવી-9ને આપેલા ઈન્ટરવ્યૂમાં કંગના રનૌતની જેન-ઝીને લઈને કરવામાં આવેલી ગટરવાળી ટીપ્પણી પર ઘણી ઝાટકણી કાઢી હતી.
બાબા રામદેવે કહ્યુ હતુ કે આમ કોઈપણ જેન-ઝીને ગટર કહેવું, આ બગડેલા દિમાગની નિશાની છે. ખોટી વાત છે. આના પર તેમની પાર્ટીના લોકોએ ધ્યાન આપવું જોઈએ. તે જો મારા યોગની પ્રશંસા કરે છે, તો શું તેમના ગુનાઓની અણદેખી કરી દઉં? આજે યુવા ખુદમાં ઘણી મોટી શક્તિ છે, તેને નકારી શકાય નહીં. તેમણે કહ્યું કે યુવાઓમાં કેટલાક નકારાત્મક તત્ત્વ છે. તેમને દેશ ક્યારેય સ્વીકાર્યતા આપશે નહીં, પરંતુ યુવાઓના હકનો અવાજ ઉઠાવનારું કોઈ એક મ્હોરું હોઈ શકે નહીં. તે ખુદ એક મુખર અવાજ છે. તે ભારતના વર્તમાન અને ભવિષ્યનું પ્રતિનિધિત્વ કરે છે.
મહત્ત્વપૂર્ણ છે કે જંતર-મંતર પર થયેલા છાત્ર આંદોલન દરમિયાન કંગના રનૌતે જેન-ઝી પર વિવાદીત નિવેદન આપ્યું હતું. તેમણે સોશયલ મીડિયા પર ઘણી પોસ્ટ લખી કેટલાક જેન-ઝી પ્રદર્શનકારીઓ અને યુવા મહિલાઓને ગટર જનરેશન ગણાવી દીધા હતા. તેમના આ નિવેદન બાદ વિપક્ષી દળો અને લોકોની આકરી પ્રતિક્રિયા સામે આવી હતી. તેના પછી તેમણે પોતાનું સ્પષ્ટીકરણ રજૂ કર્યું હતું. બાદમાં તેમણે સ્પષ્ટ કર્યું કે તેમનું આ નિવેદન તમામ યુવાઓ અને જેન-ઝીને ટાર્ગેટ કરી રહ્યું ન હતું, પરંતુ એવા લોકોને માટે હતું, જેમણે દેખાવ દરમિયાન જાહેર આચરણ અને ભાષાની મર્યાદાને પાર કરી હતી.