સુરત લોકરમાંથી 206 તોલા સોનું ચોરી, લૉકર સંચાલક પિતા-પુત્રની ત્રિપુટીએ કર્યો કાંડ
સિંગણપોર પોલીસે લોકરના સંચાલક પિતા અને બે પુત્રોની ધરપકડ કરી છે. આ મામલે રમેશ દિયોરા, હરિકૃષ્ણ દિયોરા અને હર્ષ દિયોરાની પોલીસે ધરપકડ કરી છે. આ કેસમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તેને લઈને પણ પોલીસ તપાસ કરી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ, નક્ષત્ર સેફ હાઉસના માલિકોએ જ ડુપ્લિકેટ ચાવી બનાવીને ગ્રાહકોના લોકરમાંથી 2.67 કરોડના સોનાના દાગીનાની ચોરી કરાઈ છે.
સુરત શહેરના સિંગણપોરમાં આવેલા નક્ષત્ર સેફ લોકરમાંથી 207 તોલા એટલે કે અંદાજે 2.67 કરોડ રૂપિયાનું સોનું ચોરી થયાની ફરિયાદ થઈ છે. આ મામલામાં સિંગણપોર પોલીસે લોકરના સંચાલક પિતા અને બે પુત્રોની ધરપકડ કરી છે. આ મામલે રમેશ દિયોરા, હરિકૃષ્ણ દિયોરા અને હર્ષ દિયોરાની પોલીસે ધરપકડ કરી છે. આ કેસમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તેને લઈને પણ પોલીસ તપાસ કરી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ, નક્ષત્ર સેફ હાઉસના માલિકોએ જ ડુપ્લિકેટ ચાવી બનાવીને ગ્રાહકોના લોકરમાંથી 2.67 કરોડના સોનાના દાગીનાની ચોરી કરાઈ છે.
સોમવારે સિંગણપોર ચાર રસ્તા પર આવેલી કૃષ્ણજીવન સોસાયટીના બીજા માળે આવેલા નક્ષત્ર સેફ હાઉસમાં ભારે ભીડ હતી. આ ભીડ સેફહાઉસમાં લોકર ધરાવતી વ્યક્તિઓની હતી. આમા 6 લોકો એવા હતા કે જેમના લોકરમાંથી દાગીના ચોરાયા હતા. ભોગ બનેલા લોકોમાં બિલ્ડર રમેશ જીવરાજ વાઘાણીએ સિંગણપોર પોલીસ સ્ટેશનમાં આની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, ગત 11 જુલાઈએ તેઓ લોકર ખોલવા ગયા હતા, ત્યારે તેમના લોકરમાંથી 63 તોલા સોનું ચોરી થયાની તેમને જાણ થઈ હતી. અન્ય પાંચ એકાઉન્ટ ધારકોમાંથી રાજેશ પીપલીયાનાં 49 તોલા, રમેશ સવજી વાઘાણીનાં 03, જીતેન્દ્ર બાબુ બલરનાં 13, ઉત્સવ અમરશી સોનાણીનાં 16 તોલા અને ચિરાગ વલ્લભ ગોટીના લોકરમાંથી 62 તોલા દાગીના મળી કુલ આશરે 2.67 કરોડની કિંમતનું 206 તોલા જેટલું સોનું ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે.

આ ચોરી અંગેના ખુલાસામાં જાણકારી મળી છે કે આ આરોપીઓએ મણિલાલ નામના ચાવીવાળાની મદદથી લોકરનું તાળું ખોલ્યું હતું. તેના પછી લોકરમાંથી દાગીનાની ચોરી કરવામાં આવી હતી. પોલીસે લોકર સંચાલક મહેશ દિયોરા અને તેના બે પુત્રો હરિકૃષ્ણ અને હર્ષની અટકાયત કરી હતી. જ્યારે મણિલાલ નામના ચાવીવાળાની પણ પોલીસ દ્વારા શોધખોળ કરાઈ રહી છે.
નક્ષત્ર સેફ લોકરમાંથી ચોરી થતી હોવાથી ત્યાંની (સીસીટીવીની) હાર્ડ ડિસ્ક ગાયબ કરી દેવાયાની પણ આશંકા સેવાઈ રહી છે. નક્ષત્ર સેફ હાઉસની એક શાખા વરાછામાં છે. સિંગણપોરમાં કૌભાંડ થયાનું જાણી અહીં લોકર ધરાવતાં લોકોએ ધસારો કર્યો હતો અને લોકરમાંથી પોતાનો કિંમતી સામાન કાઢી લીધો હતો. જોકે, અહીંથી કોઈ ફરિયાદ સામે આવી નથી