'બાબરી મસ્જિદ તોડવી જોઈતી ન હતી, કહેવું દેશવિરોધી કેવી રીતે' બોમ્બે HCએ કેમ કહ્યું આવું?
કોર્ટે કહ્યું કે એફઆઈઆરમાં માત્ર સૂત્રોચ્ચારનો ઉલ્લેખ હતો અને તેમાં કોઈ વ્યક્તિ અથવા જાહેર સંપત્તિને નુકશાન પહોંચાડવાની વાત કરવામાં આવી ન હતી. તેની સાથે જ બોમ્બે હાઈકોર્ટે કહ્યું હતું કે માત્ર અટકળો અથવા આશંકાઓના આધારે મૂળભૂત અધિકારોને મર્યાદીત કરી શકાય નહીં.
બાબરી મસ્જિદ તોડવી જોઈતી ન હતી. આ નિવેદન દેશ વિરોધી નથી. આવું બોમ્બે હાઈકોર્ટે કહ્યું છે. બોમ્બે હાઈકોર્ટે સોશયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા (SDPI)ના બે પદાધિકારીઓ વિરુદ્ધ તડીપારના આદેશને રદ્દ કર્યો છે. મંગળવારે આપવામાં આવેલા એક ચુકાદામાં જસ્ટિસ માધવ જામદારની સિંગલ બેંચે કહ્યું છે કે પોલીસની કાર્યવાહી ચુનિંદા અને અરજદારોના ધર્મથી પ્રભાવિત લાગી રહી હતી.
કોર્ટે ફિરોઝ અબ્દુલ વહાબ ખાન અને મોહમ્મદ રફીક ગુલામ રસૂલ અંસારીને તડીપાર કરવાનો આદેશ રદ્દ કર્યો છે. ડિસેમ્બર, 2025માં મુંબઈ પોલીસે આદેશ જાહેર કરીને આ બંનેને એક વર્ષ માટે મુંબઈની બહાર રહેવાનો નિર્દેશ આપ્યો હતો.
પોલીસની કાર્યવાહી ત્રણ એફઆઈઆર પર આધારીત હતી, જે વક્ફ બિલ, સિમેન્ટ ગોદામોથી થનારા હવાના પ્રદૂષણ અને બાબરી મસ્જિદ મુદ્દા પર દેખાવોમાં સામેલ હોવા પર નોંધવામાં આવી હતી.
બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ જામદારે મૌખિક ટીપ્પણી કરતા ક્હ્યુ કે મસ્જિદને પાડવા પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવો એન્ટી-નેશનલ માની શકાય નહીં.
કોર્ટે કહ્યું કે તેમના પ્રમાણે બાબરી મસ્જિદને પાડવી જોઈતી ન હતી. આ તેમનો વિચાર છે. આ એન્ટી નેશનલ કેવી રીતે છે?
કોર્ટે કહ્યું કે તેમના પ્રમાણે બાબરી મસ્જિદને પાડવી જોઈતી ન હતી. આ તેમનો વિચાર છે. આ એન્ટી નેશનલ કેવી રીતે છે? જજે કહ્યુ કે આ એન્ટી નેશનલ હોઈ શકે નહીં. દરેકને આ અધિકાર છે.
બેંચે પોલીસની એ વાત માટે પણ ટીકા કરી કે તેમણે બે અરજદારોને જ નિશાન બનાવ્યા. જ્યારે અન્ય રાજકીય પક્ષોના કાર્યકર્તાઓએ પણ તે દેખાવોમાં ભાગ લીધો હતો.
કોર્ટે કહ્યું કે એફઆઈઆરમાં માત્ર સૂત્રોચ્ચારનો ઉલ્લેખ હતો અને તેમાં કોઈ વ્યક્તિ અથવા જાહેર સંપત્તિને નુકશાન પહોંચાડવાની વાત કરવામાં આવી ન હતી. તેની સાથે જ બોમ્બે હાઈકોર્ટે કહ્યું હતું કે માત્ર અટકળો અથવા આશંકાઓના આધારે મૂળભૂત અધિકારોને મર્યાદીત કરી શકાય નહીં.
રાજ્ય તરફથી રજૂ થયેલા મુખ્ય સરકારી વકીલ શિશિર હિરેએ આરોપ લગાવ્યો કે આરોપીઓનો સંબંધ પ્રતિબંધિત સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા એટલે કે પીએફઆઈ સાથે હતો અને તેમના વ્યવહારથી સામાજીક અશાંતિ ફેલાઈ શકતી હતી.
જો કે કોર્ટે પીએફઆઈ સાથે કથિત સંબંધોની વાત માનવાનો ઈન્કાર કર્યો, કારણ કે અરજદારોને જાહેર કરવામાં આવેલી નોટિસમાં આ દાવાનો કોઈ ઉલ્લેખ ન હતો.