9/11 પહેલા ઓસામા બિન લાદેનના હિટ લિસ્ટમાં હતું ભારત, CIAનો મોટો ખુલાસો
નવા જાહેર કરવામાં આવેલા સીઆઈએના દસ્તાવેજમાં 9/11ના ત્રણ વર્ષથી વધુ સમય પહેલા ઓસામા બિન લાદેનના નેટવર્કના માપદંડ અને પહોંચની જાણકારી છે. તેમાં ભારતનો ઉલ્લેખ દર્શાવે છે કે 1998ની શરૂઆતમાં ભારતના સંભવિત હુમલાઓ માટે વિચારણા કરાનાર દેશોમાં સામેલ કરવામાં આવ્યું હતું. જો કે દસ્તાવેજમાં ભારતમાં કોઈ વિશેષ સાજિશ અથવા લક્ષ્યના કોઈ પુરાવા નથી.
અલ-કાયદાના સંસ્થાપક ઓસામા બિન લાદેન 11 સપ્ટેમ્બર, 2002ના રોજ અમેરિકામાં થયેલા આંતકી હુમલાથી ઘણાં વર્ષો પહેલા બારતમાં હુમલા કરવાનું વિચારી રહ્યો હતો. 1998ના એક અવર્ગીકૃત સીઆઈએ ગુપ્તચર રિપોર્ટમાં આની જાણકારી સામે આવી છે. આ ખુલાસો 11 સપ્ટેમ્બર, 2011ના આતંકી હુમલાની 25મી વરસીના પ્રસંગે અનક્લાસિફાઈડ સીઆઈએ રાષ્ટ્રપ્રમુખ બ્રીફિંગ સામગ્રીના મોટા પ્રમાણમાં જાહેર કરવામાં આવેલા ભાગનો હિસ્સો છે.
સીઆઈએએ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખો બિલ ક્લિન્ટન અને જોર્જ ડબ્લ્યૂ બુશ માટે તૈયાર કરવામાં આવેલા ડઝનબંધ ગુપ્તચર બ્રીફિંગ સાથે સંબંધિત 100થી વધારે પૃષ્ઠોની સામગ્રી જાહેર કરીી છે. 28 ઓગસ્ટ, 1998ના રોજ એક પ્રેસિડેન્શિયલ ડેલી બ્રીફ શીર્ષક 'Bin Laden terrorist network still a threat' હતો. તેમાં ભારતના એ ઘણાં દેશો સામેલ કરવામાં આવ્યા હતા, જ્યાં ઓસામા બિન લાદેન હુમલો કરવાનો ઈરાદો ધરાવતો હતો.
બ્રીફમાં કહેવામાં આવ્યું છે કે બિન લાદેન ઈજીપ્ત, આરબ ક્ષેત્ર ખાસ કરીને કુવૈત, સાઉદી અરેબિયા અને યમન, ભારત, પાકિસ્તાન, યુગાન્ડા અને કદાચ નાઈજીરિયામાં હુમલા કરવાનો ઈરાદો ધરાવતો હતો. દસ્તાવેજમાં ભારતમાં કોઈ ખાસ લક્ષ્ય,હુમલાની સંભવિત તારીખ અથવા કોઈ ઓપરેશનલ પ્લાનનું વિવરણ આપવામાં આવ્યું નથી. ગુપ્તચર જાણકારીઓના સ્ત્રોતને પણ હટાવવામાં આવ્યા છે.
અમેરિકા-બ્રિટન હતા નિશાન
તેમાં એ પણ કહેવામાં આવ્યું હતું કે ઓસામા બિન લાદેન ઓછામાં ઓછા 60 દેશોમાં રહેલા લોકો અને સહયોગી જૂથોના નેટવર્કની મદદથી હુમલો કરી શકતું હતું. બ્રીફમાં કહેવામાં આવ્યું હતું કે ઓસામા બિન લાદેન અમેરિકા અને બ્રિટનની વિરુદ્ધ આગળના હુમલાના વિકલ્પો શોધાઈ રહ્યા હતા, જો કે તેણે કોઈ ખાસ લક્ષ્ય અથવા સમયનો સંકેત આપ્યો ન હતો. આકલનમાં એ પણ જણાવવામાં આવ્યું કે અમેરિકાના અધિકારીઓએ તિરાના અને કદાચ બાકુમાં હુમલાની તૈયારી કરી રહેલા ઓસામા બિન લાદેનના ગુર્ગાઓની ધરપકડમાં મદદ કરી હતી.
સીઆઈએનું કહેવું હતું કે ઉત્તરી અમેરિકા, યુરોપ અને પૂર્વ એશિયામાં ઓસામા બિન લાદેનના સ્થાપિત માળખાથી આ રિપોર્ટ્સને વિશ્વસનીયતા મળતી હતી કે આ ક્ષેત્રમાં અમેરિકાના હિતોને નિશાન બનાવી શકાય તેમ હતા. સીઆઈએના બ્રીફમાં કહેવામાં આવ્યું હતું કે અફઘાનિસ્તાનમાં સ્થિત ઓસામા બિન લાદેન અને અન્ય આતંકી નેતા અમેરિકાના મિસાઈલ હુમલાઓથી બચી ગયો હતો અને તેનું સંચાર નેટવર્ક યથાવત રહ્યું હતું. કેટલીક છાવણીઓમાં તાલીમ ફરીથી શરૂ થઈ ગઈ હતી, જ્યારે અન્ય છાવણીઓને સ્થાનાંતરીત કરાઈ રહી હતી.
આ બ્રીફ ઓગસ્ટ, 1998માં અફઘાનિસ્તાન અને સુદાનમાં શંકાસ્પદ અલકાયદા ઠેકાણાઓ પર અમેરિકા તરફથી કરવામાં આવેલા મિસાઈલોના હુમલાના કેટલાક સમય બાદ સામે આવી હતી. આ હુમલો કેન્યા અને તંજાનિયામાં બે અમેરિકન દૂતાવાસો પર થયેલા બોમ્બ વિસ્ફોટ બાદ કરવામાં આવ્યા હતા.
9/11 હુમલાઓમાં લગભગ 3000 લોકોના મોત
સીઆઈએ દસ્તાવેજના સામે આવ્યાના 3 વર્ષ બાદ, 11 સપ્ટેમ્બર, 2001ના રોજ અઅલકાયદાના 19 આતંકીઓએ અમેરિકામાં ચાર પ્રવાસી વિમાનોનું અપહરણ કર્યું હતું. બે વિમાનો ન્યૂયોર્કમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્વિન ટાવર્સ સાથે ટકરાયા, જેનાથી બંને ગગનચુંબી ઈમારતો ધ્વસ્ત થઈ. ત્રીજું વિમાન વર્જીનિયાના અર્લિંગ્ટનમાં પેન્ટાગન સાથે ટકરાયું અને ચોથું વિમાન યૂનાઈટેડ એરલાઈન્સ ફ્લાઈટ 93, પ્રવાસીઓ દ્વારા કિડનેપર્સના મુકાબલો કર્યા બાદ પેન્સિલ્વેનિયાના એક મેદાનમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. માનવામાં આવે છે કે આનું લક્ષ્ય વોશિંગ્ટનમાં કોઈ મુખ્ય સ્થાન હતું, કદાચ વ્હાઈટ હાઉસ અથવા અમેરિકન કેપિટલ.
આ હુમલામાં 19 કિડનેપર્સ સહીત લગભગ 3000 લોકો માર્યા ગયા. 9/11ના હુમલાઓ બાદ અમેરિકાએ અફઘાનિસ્તાન પર હુમલો કર્યો, જ્યાં તાલિબાને ઓસામા બિન લાદેન અને અલકાયદાના અન્ય નેતાઓને કામ કરવાની મંજૂરી આપી હતી. ઓસામા બિન લાદેનનનું 2 મે, 2011ના રોજ પાકિસ્તાનના એબટાબાદમાં એક પરિસર પર અમેરિકન હેલિકોપ્ટરના હુમલામાં મોત નીપજ્યું હતું. આ સ્થાન ઈસ્લામાબાદથી લગભગ 60 કિલોમીટર દૂર હતું. તેના મોતની સાથે 9/11 હુમલાના માસ્ટરમાઈન્ડની લગભગ એક દાયકા લાંબીી તલાશ ખતમ થઈ હતી.
નવા જાહેર કરવામાં આવેલા સીઆઈએના દસ્તાવેજમાં 9/11ના ત્રણ વર્ષથી વધુ સમય પહેલા ઓસામા બિન લાદેનના નેટવર્કના માપદંડ અને પહોંચની જાણકારી છે. તેમાં ભારતનો ઉલ્લેખ દર્શાવે છે કે 1998ની શરૂઆતમાં ભારતના સંભવિત હુમલાઓ માટે વિચારણા કરાનાર દેશોમાં સામેલ કરવામાં આવ્યું હતું. જો કે દસ્તાવેજમાં ભારતમાં કોઈ વિશેષ સાજિશ અથવા લક્ષ્યના કોઈ પુરાવા નથી.