મૈસૂરમાં પત્ની-2 પુત્રીઓના મોંઢા-નાક પર પ્લાસ્ટર લગાવી મર્ડર, પછી પોતે કર્યો આપઘાત!
હરીશ રિયલ એસ્ટેટ સહીત અન્ય કારોબાર સાથે જોડાયેલો હતો. પોલીસે તેની લાશ ઘરના પહેલા માળેથી ફાંસીના ફંદામાં લટકતી હાલતમાં નીચે ઉતારીને કબજે કરી હતી. તેની પત્ની અને બે પુત્રીઓ ઘરની અંદર મૃતાવસ્થામાં પડેલી હતી. શરૂઆતની તપાસમાં ઘટનાસ્થળે પરિસ્થિતિઓને જોતા પોલીસને આશંકા છે કે હરીશે પહેલા પોતાની પત્ની અને પુત્રીઓની હત્યા કરીને ખુદ ફાંસી લગાવીને આપઘાત કર્યો છે.
કર્ણાટકના મૈસૂર જિલ્લાના હુંસૂર કસ્બામાં એક જ પરિવારના ચાર સદસ્યો મૃતાવસ્થામાં મળી આવ્યા છે. જેના કારણે આખા વિસ્તારમાં સનસનાટી ફેલાઈ છે.
પ્રારંભિક તપાસમાં પોલીસે હત્યા બાદ આત્મહત્યાનો મામલો ગણાવ્યો છે. મૃતકમાં એક કારોબારી, તેમની પત્ની અને તેની બે પુત્રીઓ સામેલ છે. પોલીસે મામલો નોંધીને તપાસ શરૂ કરી છે.
પોલીસ મુજબ, મૃતકોની ઓળખ 42 વર્ષીય હરીશ, તેની 34 વર્ષીય પત્ની નિશ્ચિતા, 12 વર્ષીય પુત્રી નિક્શા અને 8 વર્ષીય પુત્રી રક્ષા તરીકે થઈ છે. મંગળવારે ચારેયના મૃતદેહો હુંસૂરના ન્યૂ મારુતિ લેઆઉટ ખાતેના તેમના ઘરેથી જપ્ત કરવામાં આવ્યા હતા. એકસાથે આખા પરિવારના મોતના અહેવાલોથી વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે પહોંચ્યા. માહિતી મળતા પોલીસ અને ફોરેન્સિક ટીમો ઘટના સ્થળે નિરીક્ષણ અને પુરાવા એકઠા કરવા પોહોંચી હતી.
તપાસ અધિકારી મુજબ, હરીશ રિયલ એસ્ટેટ સહીત અન્ય કારોબાર સાથે જોડાયેલો હતો. પોલીસે તેની લાશ ઘરના પહેલા માળેથી ફાંસીના ફંદામાં લટકતી હાલતમાં નીચે ઉતારીને કબજે કરી હતી. તેની પત્ની અને બે પુત્રીઓ ઘરની અંદર મૃતાવસ્થામાં પડેલી હતી. શરૂઆતની તપાસમાં ઘટનાસ્થળે પરિસ્થિતિઓને જોતા પોલીસને આશંકા છે કે હરીશે પહેલા પોતાની પત્ની અને પુત્રીઓની હત્યા કરીને ખુદ ફાંસી લગાવીને આપઘાત કર્યો છે.

પોલીસ તપાસમાં ઉજાગર થયું છે કે હરીશના માતા પણ તેની સાથે ઘરમાં રહેતા હતા. પરંતુ ઘટનાના અંદાજે ત્રણ દિવસ પહેલા જ હરીશે તેમને કોઈ સંબંધીને ત્યાં મોકલ્યા હતા. આ ઘટના વખતે તેઓ ઘરમાં ન હતા. પોલીસ આ પાસાની પણ તપાસ કરી રહી છે કે હરીશે માતાને પહેલેથી જ સંબંધીના ઘરે શા માટે મોકલ્યા હતા.
પોલીસની તપાસ મુજબ, હરીશે પત્ની અને બંને પુત્રીઓની શ્વાસ રુંધીને હત્યા કરી. અધિકારીઓ પ્રમાણે, ત્રણેયના મોંઢા અને નાક પર ચોંટાડવાની એડહેસિવ પ્લાસ્ટર લાગેલા મળ્યા હતા, તેનાથી આશંકા છે કે તેમનું શ્વાસ રુંધાવાથી મોત નીપજ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ફોરેન્સિક તપાસ બાદ જ મોતના ચોક્કસ કારણો સ્પષ્ટ થઈ શકશે. હાલ પોલીસ તમામ સંભવિત પાસાઓની તપાસ કરી રહી છે.
હાલ પોલીસે આખા ઘરને સીલ કર્યું છે અને ફોરેન્સિક વિશેષજ્ઞોની મદદથી પુરાવા એકઠા કરી રહી છે. તપાસ એજન્સીઓ એ જાણકારી લગાવવામાં લાગેલી છે કે ઘટનાની પાછળ શું કારણ હતું. કારોબારીને કૌટુંબિક, આર્થિક કે અંગત જીવનની કોઈ સમસ્યા હતી. પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ, ફોરેન્સિક પુરાવા અને અન્ય તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાની હકીકતો સ્પષ્ટ થઈ શકશે.