CJP પ્રોટેસ્ટ વચ્ચે RSSનો સંદેશ, ભાગવતે કહ્યુ- બાળકોને પ્રેમ આપો, તેમના સવાલોના જવાબ આપો
દિલ્હીમાં આયોજીત વિશ્વ મંગલમ સભામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે પરિવાર અને નવી પેઢી પર વિસ્તારપૂર્વક વાતચીત કરી છે. તેમણે કહ્યુ છે કે પહેલા આજ્ઞાના પાલનનો જમાનો હતો. પરંતુ હવે બાળકો દરેક વાત પર તર્ક માંગે છે. માટે તેમને પ્રેમ, સમય અને સંવાદ ઉપલબ્ધ કરાવવાની જરૂર છે. તેમણે મોબાઈલને કારણે ઘટતી કૌટુંબિક વાતચીત પર પણ ચિંતા વ્યક્ત કરી અને કહ્યુ કે આદેશના સ્થાને સંવાદ થવો જરૂરી છે.
દિલ્હીમાં આયોજીત વિશ્વ મંગલમ સભામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે પરિવાર, સંસ્કાર અને નવી પેઢીને લઈને વિસ્તારપૂર્વક વાતચીત કરી છે. તેમણે કહ્યુ છે કે પહેલાના સમયમાં આજ્ઞા પાલનનો જમાનો હતો. પરંતુ હવે સમય બદલાયો છે. આજની નવી પેઢી દરેક વાત પર સવાલ પુછે છે અને તેમને દરેક બાબતનો તર્ક સમજવો જરૂરી થઈ ગયું છે.
આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ છે કે આજનો માહોલ ભૌતિક સાધનો અને પ્રચારોથી ઘણો પ્રભાવિત છે. બાળકોને આ ગુંચવણમાંથી બહાર કાઢવા માટે તેમને વધારે પોતીકાપણું અને સમય આપવાની જરૂર છે. તેમની સાથે સતત વાતચીત થવી જોઈએ. તેમણે કહ્યુ છે કે ઘરમાં ડિપ્રેશન નહીં, પરંતુ ડિસ્કશન થવું જોઈએ અને આદેશ આપવાના સ્થાને સંવાદ થવો જોઈએ.
તેમણે આજના પારિવારિક જીવન પર ચિંતા વ્યક્ત કરતા કહ્યુ છે કે હવે ઘરોમાં વાતચીત લગભગ બંધ થઈ ગઈ છે. પતિ પત્ની ઓફિસથી થાકીને આવે છે અને બાળકો પણ શાળાએથી પાછા ફરે છે. ભોજન કર્યા બાદ દરેક પોતાના મોબાઈલ ફોનમાં વ્યસ્ત થઈ જાય છે. તેમણે કહ્યુ કે આ ખોટી આદત છે અને બાળકોની વાત ધ્યાનથી સાંભળવી જોઈએ, જેથી તેઓ ખુલીને પોતાના મનની વાત કહી શકે.
ભાગવતે કહ્યુ છે કે બાળકો ચાહે જીવનમાં કેટલાય આગળ નીકળી જાય અથવા વિદેશ જ કેમ ન ચાલ્યા જાય, તેમને ક્યારેકને ક્યારેક પોતાના મૂળિયા અને પરિવારની યાદ જરૂર આવે છે. તેવામાં જો બાળકો ઘરે આવીને કોઈ સવાલ પુછે અને મતાપિતા પાસે તેનો જવાબ ન હોય તો તે ઠીક નહીં હોય. માટે માતાપિતાએ ખુદ પણ જાણકારી રાખવી જોઈએ.
સંઘના સરસંઘચાલકે કહ્યુ કે આજની પેઢી માત્ર કહેવાથી માનતી નથી, તે મોટા વ્યવહારોને પણ ઝીણવટભરી રીતે પારખે છે. જો પિતા ખોટું બોલે છે, તો બાળકો તેને તાત્કાલિક ઝડપી લે છે. માટે સંસ્કાર પોતીકાપણુ, વાતચીત અને સારા ઉદાહરણોથી જ આવે છે. તેમણે સગાંસંબંધીઓ સાથે જોડાયેલા રહેવા અને બાળકોને પણ સાથે લઈ જવાની સલાહ આપી છે. જેથી તેમની માનસિકતાનું વર્તુળ મોટું થઈ શકે.