UPના MLA નિવાસના 7મા માળેથી પડવાથી પૂર્વ મંત્રીનું મોત, તપાસ શરૂ કરાઈ
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે. પોલીસ હાલ ઘટનાને લઈને કંઈ કહી રહી નથી. અધિકારીઓનું કહેવું છે કે તપાસ બાદ જ પૂર્વ મંત્રી નાનકદીન ભુર્જીના મોતનું કારણ સામે આવી શકશે
ઉત્તરપ્રદેશના પાટનગર લખનૌના લાલબાગમાં આવેલા નવા એમએલએ નિવાસના સાતમા માળેથી પડીને પૂર્વ મંત્રી નાકદીન ભુર્જીનું દર્દનાક મોત નીપજ્યું છે. નાનકદ્દીન ભુર્જી વિધાયક નિવાસની નીચે પડેલા દેખાયા હતા. ત્યારે તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ તેમને મૃત ઘોષિત કર્યા હતા.
હાલ સ્પષ્ટ થઈ શક્યું નથી કે નાનકદીન ભુર્જી કઈ પરિસ્થિતિઓમાં સાતમા માળેથી નીચે પડયા. પોલીસ અને પ્રશાસનિક અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે અને ઘટનાની તપાસ કરી રહ્યા છે.
નાનકદીન ભુર્જી હાલમાં ભજાપના પછાત વર્ગ પ્રકોષ્ઠના પદાધિકારી હતા. વિધાયક નિવાસથી આમ તેમના પડી જવાના અહેવાલથી પરિવારજનો, નિકટવર્તીઓ અને ટેકેદારોમાં હડકંપ મચ્યો છે. તેઓ પણ ઘટનાસ્થળે કે સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા. પૂર્વ મંત્રીના પુત્ર પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.

સિવિલ હોસ્પિટલની મોર્ચરી બાહર પૂર્વ મંત્રીના કુટુંબીઓ અને ટેકેદારો એકઠા થયા છે.
આ દરમિયાન પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે. પોલીસ હાલ ઘટનાને લઈને કંઈ કહી રહી નથી. અધિકારીઓનું કહેવું છે કે તપાસ બાદ જ પૂર્વ મંત્રી નાનકદીન ભુર્જીના મોતનું કારણ સામે આવી શકશે