મહિલાની ઈજ્જત બચાવવા હવસખોર પર તૂટી પડયો શ્વાન, લોકો બોલ્યા- મેડલ આપવો જોઈએ
કેટલાક યુઝર્સે માગણી ઉઠાવી છે કે તે ડોગેશ ભાઈને આ શાનદાર કામ માટે મેડલથી નવાજે. તેમણે લખ્યું છે કે સ્ટ્રીટ ડોગ્સ, માણસો પ્રત્યે ઘણાં વફાદાર છે
તમિલનાડુના કોયંબટૂરમાં એક સ્ટ્રીટ ડોગે એવું કારનામું કર્યું છે કે લોકો તેના માટે મેડલ માંગી રહ્યા છે.
મામલો કોયંબટૂરનો છે. અહીં એક માનસિક રીતે દિવ્યાંગ મહિલા થુડિયાલુરમાં રેલવે બ્રિજ નીચે બેઠી હતી. તે વખતે એક યુવક ત્યાં આવે છે અને મહિલાનો પોતાની હવસનો શિકાર બનાવવા કોશિશ કરવા લાગે છે. યુવક નશામાં હોવાનું પણ કહેવાય રહ્યું છે. આ વખતે બે શ્વાન પણ ત્યાં બેઠા હતા. તેમણે યુવકને ભગાડીને મહિલાની ઈજ્જત બચાવી હતી. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
સીસીટીવી ફૂટેજમાં દેખાય રહ્યું છે કે રેલવે બ્રિજ નીચે માનસિક રીતે દિવ્યાંગ મહિલાને દારુના નશામાં રહેલો એક યુવક પકડે છે. ત્યારે મહિલા પાસે બપેઠેલા બે સ્ટ્રીટ ડોગ્સ યુવક પર ભસવાનું શરૂ કરે છે. યુવક પથ્થર ઉઠાવીને તેમને ભગાડવાની કોશિશ કરે છે. તેના પછી તે મહિલા સાથે છેડછાડ શરૂ કરે છે. ત્યારે મહિલા મદદ માટે બૂમ પાડે છે. બંને શ્વાન નશેડી યુવક પર તૂટી પડે છે અને તેના પગમાં બચકું ભરી લે છે તથા ખેંચીને તેને મહિલાથી દૂર કરે છે.
તેના પછી યુવક ત્યાંથી ભાગી જાય છે. તે વખતે એક શ્વાન તેનો પીછો પણ કરે છે. હાલ પોલીસ સીસીટીવી કેમેરાની મદદથી યુવકની ઓળખ કરીને તેની ધરપકડ કરી ચુકી છે. આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરાય છે. ઘટનાને લઈને સોશયલ મીડિયા પર ખૂબ પ્રતિક્રિયા સામે આવી રહી છે. તમામ લોકોએ બંને સ્ટ્રીટ ડોગ્સના ખૂબ વખાણ કર્યા છે. એક યૂઝરે લખ્યું છે કે સ્ટ્રીટ ડોગ્સ ખરાબ નથી. તે આપણી સુરક્ષા કરે છે અને ઘણીવાર તે માણસોને પણ માણસાઈ શીખવે છે.
એક અન્ય યૂઝરે લખ્યુ છે કે હકીકતમાં આપણા સ્ટ્રીટ ડોગ્સ ઘણાં સ્માર્ટ છે. તમામ ઘટનાઓમાં આ પણ એક મામલો છે જ્યારે આપણા સ્ટ્રીટ ડોગ્સે કોઈ મહિલાની ઈજ્જત બચાવી છે. એક નશેડી મનોદિવ્યાંગ મહિલાનો ખોટો ફાયદો ઉઠાવવાની કોશિશ કરે છે. તેવામાં આ સ્ટ્રીટ ડોગ્સ મહિલાની સુરક્ષા કરે છે. કેટલાક યુઝર્સે માગણી ઉઠાવી છે કે તે ડોગેશ ભાઈને આ શાનદાર કામ માટે મેડલથી નવાજે. તેમણે લખ્યું છે કે સ્ટ્રીટ ડોગ્સ, માણસો પ્રત્યે ઘણાં વફાદાર છે.