અમદાવાદમાં માત્ર 3 ઈંચ વરસાદમાં સડકો નદીમાં ફેરવાઈ, ગુજરાતમાં રેડ એલર્ટ
ગુજરાતમાં આ ચોમાસામાં અત્યાર સુધીમાં સરેરાશ 80 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો સૌથી વધુ 110 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 60 ટકા અને મધ્ય ગુજરાતમાં અત્યાર સુધીમાં 80 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે કચ્છમાં અત્યાર સુધીમાં 30 ટકા વરસાદ થયો છે.
ગુજરાતમાં ભારે વરસાદ ચાલુ છે. અમદાવાદમાં સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી સરેરાશ 3 ઈંચ વરસાદ થયો. જેમાં ઘણી સડકો જળમગ્ન થઈ અને જાણે કે નદી વહેતી હોય તેવી દેખાઈ રહી હતી. માણેકબાગમાં ત્રણ ફૂટ સુધી પાણી ભરાયું. હવામાન વિભાગે 15 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કર્યું છે. આજે ગુજરાતમાં 225 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.
અમદાવાદમાં સવારે જ આકાશમાં કાળા વાદળો છવાયેલા હતા. દિવસના સમયે પણ ઘણાં વિસ્તારોમાં અંધારા જેવો માહોલ હતો. તેના પછી ભારે વરસાદે શહેરની રફ્તાર રોકી લીધી. માણેકબાગ ચાર રસ્તાએ ત્રણ ફૂટ સુધી પાણી ભરાયા. સડક પર પાણી ભરાવાથી વાહનચાલકોને ઘણી પરેશાની થઈ. ઘણાં વાહનો પાણીમાં ફસાયા અને ટ્રાફિક પણ પ્રભાવિત થયો. સવારે લગભગ 10થી 12 વાગ્યા સુધીમાં અમદાવાદમાં વરસાદે જોર પકડયું. પંચવટી ચાર રસ્તાની આસપાસની સડક સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગઈ. વરસાદ દરમિયાન વાહનોની ઝડપ ધીમી થઈ ગી. વરસાદ રોકાયા બાદ પણ ઘણાં સ્થાનો પર પાણી ઉતર્યા નથી. તેને લઈને અમદાવાદ મહાનગરપાલિકા પ્રત્યે નારાજગી પણ લોકોમાં સ્પષ્ટ દેખાઈ રહી છે. જળભરાવને કારણે લોકો ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.
અમદાવાદ એરપોર્ટ પાસે સરદાર નગર રોડથી ગાંધીનગર જનારી સડક પર પણ પાણી ભરાયા. સડક પર જળભરાવને કાણે વાહનોની સ્પીડ ધીમી થઈ ગઈ. શહેરના ઘણાં અંડરપાસમાં પણ પાણી ભરાયા અને તેને કારણે તેને બંધ કરવાની ફરજ પડી. તેના પછી પંપ લગાવીને ત્યાંથી પાણી કાઢવાનું શરૂ કરાયું.
રાજ્યમાં માત્ર અમદાવાદ જ નહીં, ગુજરાતના ઘણાં વિસ્તારોમાં વરસાદ પયો. એસઈઓસીના આંકસડા મુજબ, ગુજરાતમાં 24 કલાકમાં એટલે કે સવારે 6 વાગ્યા સુધીમાં 33 જિલ્લાના 240 તાલુકાઓમાં વરસાદ નોંધાયો.
તેના પછી સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં 225 તાલુકાઓમાં સામાન્યથી ભારે વરસાદ નોંધાયો છે. આણંદના બોરસદમાં સૌથી વધુ 5.43 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ધોળકામાં 4.02 ઈંચ, વડોદરાના કરજણમાં 3.94 ઈંચ અને અમદાવાદના દસક્રોઈમાં 3.50 ઈંચ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગે 14 સપ્ટેમ્બરે મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. તો અમદાવાદ, આણંદ, બોટાદ, ભરુચ, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, વાવ-થરાદ, કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદર અને ગીર-સોમનાથ, જૂનાગઢ, સોમનાથ, અમરેલી અને ભાવનગર સહીતના ઘણાં જિલ્લાઓમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે 15 સપ્ટેમ્બરે ગુજરાતમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ જાહેર કર્યું છે.
ગુજરાતમાં આ ચોમાસામાં અત્યાર સુધીમાં સરેરાશ 80 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો સૌથી વધુ 110 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 60 ટકા અને મધ્ય ગુજરાતમાં અત્યાર સુધીમાં 80 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે કચ્છમાં અત્યાર સુધીમાં 30 ટકા વરસાદ થયો છે. ગુજરાતના 206 જળાશયોમાં હાલની સ્થિતિમાં 373746 એમસીએફટી જળસંગ્રહ છે. તેમાંથી 35 જળાશયો હાઈએલર્ટ પર, 13 જળાશયો એલર્ટ અને 11ને વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે. સરદાર સરોવર ડેમ તેની કુલ ક્ષમતાના 94.74 ટકા ભરાઈ ગયો છે.
ભારે વરસાદને કારણે હવામાન વિભાગે માછીમારોને દરિયો નહીં ખેડવાની ચેતવણી આપી છે. રાજ્યમાં 15 સપ્ટેમ્બરે ભારે વરસાદનું એલર્ટ છે. તેવામાં અમદાવાદની જળમગ્ન સડકોથી લઈને રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદની સ્પષ્ટ અસર દેખાઈ રહી છે. અમદાવાદમાં ત્રણ ઈંચ સરેરાશ વરસાદે જ્યાં શહેરની રફ્તાર રોકીને સડકોને પાણીમાં ડૂબાડી દીધી છે, તો ગુજરાતના ઘણાં વિસ્તારોમાં સતત વરસાદને કારણે પ્રશાસનને પણ એલર્ટ મોડમાં રાખવામાં આવ્યું છે.