સુરત ઈન્ટનેશનલ એરપોર્ટની સુરક્ષામાં ચૂક, દોડતી ગાયનો વીડિયો વાઈરલ
આ ઘટનાએ એરપોર્ટ પરિસરના ફેન્સિંગ, પશુનિયંત્રણ વ્યવસ્થા અને દેખરેખની અસરકારકતા સામે પ્રશ્નાર્થો ઉભા કર્યા છે. જો કે આ ઘટના અંગે એરપોર્ટ ઓથોરિટી તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી.
દેશના ઝડપથી વિકસતા શહેર સુરતના ઈન્ટરનેશનલ એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નાર્થ ઉભા થયા છે. એરપોર્ટ પાર્કિંગ વિસ્તાર નજીક મુખ્ય માર્ગ પર ગાય કે તેના જેવું પશુ દોડતું હોય તેવો વીડિયો સોશયલ મીડિયા પર વાઈરલ થયો છે.
આ ઘટનાએ એરપોર્ટ પરિસરના ફેન્સિંગ, પશુનિયંત્રણ વ્યવસ્થા અને દેખરેખની અસરકારકતા સામે પ્રશ્નાર્થો ઉભા કર્યા છે. જો કે આ ઘટના અંગે એરપોર્ટ ઓથોરિટી તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી.

એરપોર્ટ પરિસરમાં કે તેની અંદર રખડતા પશુઓની હાજરી માત્ર ટ્રાફિક માટે જ નહીં, પરંતુ આખા એરપોર્ટ ઓપરેશન માટે જોખમી સાબિત થઈ શકે છે. પ્રવાસીઓનું કહેવું છે કે, ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે વિકસી રહેલા સુરત એરપોર્ટમાં આવી ઘટનાઓ ફરી ન બને તે માટે તંત્રએ સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવી જરૂરી છે.