"ચોર દરવાજે અનામત ખતમ કરવાની યોજના રચી રહી છે મોદી સરકાર"! 8.24 લાખ વેકન્સીનો ખડગેએ ઉછાળ્યો મુદ્દો
ખડગેએ ક્હ્યુ છે કે 2015માં કેન્દ્ર સરકારમાં 4.21 લાખ પદ ખાલી હતા. જ્યારે 2024માં તે વધીને 8.24 લાખ થઈ ગયા. રેલવેમાં 2.40 લાખ, સંરક્ષણ ક્ષેત્રમાં 2.41 લાખ અને ગૃહ મંત્રાલયમાં 1.10 લાખ પદ ખાલી છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ કેન્દ્ર સરકારમાં ખાલી પદોને લઈને કેન્દ્રની મોદી સરકાર પર આરોપ લગાવ્યો છે કે તે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગ એટલે કે ઓબીસી અનામતને ચોર દરવાજે ખતમ કરવાની યોજના બનાવી રહી છે. ખડગેએ માહિતી અધિકાર હેઠળ મળેલી જાણકારીને ટાંકીને મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યુ છે કે સામાજિક ન્યાયનો વિરોધ ભાજપનો એજન્ડા છે.
ખડગેએ ક્હ્યુ છે કે 2015માં કેન્દ્ર સરકારમાં 4.21 લાખ પદ ખાલી હતા. જ્યારે 2024માં તે વધીને 8.24 લાખ થઈ ગયા. રેલવેમાં 2.40 લાખ, સંરક્ષણ ક્ષેત્રમાં 2.41 લાખ અને ગૃહ મંત્રાલયમાં 1.10 લાખ પદ ખાલી છે. કોંગ્રેસ અધ્યક્ષે દાવો કર્યો છે કે જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં 5.1 લાખ સ્થાયી નોકરીઓ સમાપ્ત થઈ ગઈ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓની ભાગીદારી 19 ટકાથી વધીને 49 ટકા થઈ. તેમણે કહ્યુ છે કે સવાલ માત્ર રોજગારીનો નથી, સામાજિક ન્યાયનો છે.
ખડગેએ સોશયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક લાંબી પોસ્ટમાં આરોપ લગાવ્યો છે કે સરકારી પદોને ખાલી રાખવાથી અનામતના અવસર ઘટે છે, પીયૂસીના ખાનગીકરણથી અનામત નોકરીઓ પ્રભાવિત થાય છે અને સ્થાયી નોકરીઓને કોન્ટ્રાક્ટ વ્યવસ્થામાં બદલવાથી પણ અનામતના લાભ સમાપ્ત થાય છે. તેમણે ક્હ્યુ કે અનામત ખતમ કરવા માટે બંધારણ બદલવાની જરૂર નથી. અનામતવાળી નોકરીઓ ખતમ કરી દેવી પુરતું છે.


ખડગેએ ભાજપ પર સામાજીક ન્યાય વિરોધી એજન્ડા અપનાવવાનો આરોપ લગાવતા ક્યુ કે સરકારી પદોને ખાલી રાખવા, પીએસયૂનું ડિસઈન્વેસ્ટમેન્ટ કરવું અને કોન્ટ્રાક્ટ પદ્ધતિને પ્રોત્સાહન આપવું. એસસી, એસટી અને ઓબીસી અને ઈડબ્લ્યૂએસ વર્ગોના બંધારણીય અધિકારોને પ્રભાવિત કરે છે. તેમણે આરોપ લગાવ્યો કે બાબાસાહેબ આંબોડકરના બંધારણમાં મળેલા અધિકારોને ષડયંત્ર હેઠળ સમાપ્ત કરવાની ભાજપની નીતિનો હવે પર્દાફાશ થઈ ગયો છે.