નવસારી જિલ્લામાં અંબિકા નદીના જળસ્તર 35 ફૂટે પહોંચ્યા, 50,000 લોકો પૂરથી પ્રભાવિત
અંબિકા નદીના કાંઠાના ગણદેવી અને વાંસદા તાલુકાના 45 ગામો પૂરથી પ્રભાવિત થયા છે.
નર્મદા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 158.33 મિલીમીટર વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં ગરુડેશ્વરમાં સૌથી વધુ 218 મિલીમીટર વરસાદ નોંધાયો છે. જ્યારે પહેલી ઓગસ્ટે સવારના 6 વાગ્યાથી 8 વાગ્યા વચ્ચે તિલકવાડામાં સૌથી વધુ 70 મિલીમીટર વરસાદ નોંધાયો છે.
નવસારી જિલ્લાના ગણદેવીમાં વહેતી અંબિકા નદી 28 ફૂટની ભયજનક સપાટી કરતા 7 ફૂટ વધુ એટલે કે 35 ફૂટે પહોંચી જતાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.
અંબિકા નદીના જળસ્તર વધતા બીલીમોરા શહેરના અંદાજે 50 હજાર લોકો પ્રભાવિત થયા છે.
અંબિકા નદીના કાંઠાના ગણદેવી અને વાંસદા તાલુકાના 45 ગામો પૂરથી પ્રભાવિત થયા છે.
નદીમાં સતત થઈ રહેલી પાણીની આવકને કારણે જળસ્તર વધી રહ્યા છે. તંત્ર એલર્ટ મોડમાં છે અને નીચાણવાળા વિસ્તારમાં લોકોને સાવધ રહેવા માટે તાકીદ કરવામાં આવી છે.