10 ફૂટ ઊંડા ખાડામાં પડેલા ઘાયલ સિંહનું સાહસિક રેસ્ક્યુ, 10 દિવસ બાદ ગીરમાં કરાયું મુક્ત
અમરેલી જિલ્લાના ખાંભા તુલસીશ્યામ રેન્જમાં વિનવિભાગ દ્વારા સિંહનો જીવ બચાવવાનું એક પ્રશંસનીય અને સાહયસિક ઓપરેશન હાથ ધરાયું હતું.
અમરેલી જિલ્લામાં ખાંભા તુલસીશ્યામ રેન્જના વાંગધ્રા ગામમાં ઇનફાઇટમાં ગંભીર રીતે ઘવાયેલા સિંહનું વન વિભાગે સાહસિક રેસ્ક્યુ કર્યું. 10 ફૂટ ઊંડા પાડામાંથી સિંહને સુરક્ષિત બહાર કાઢી સારવાર અપાઈ હતી. ત્યારબાદ 10 દિવસની સારવાર બાદ સિંહને ફરી કુદરતી આવાસમાં મુક્ત કરાયો છે.
અમરેલી જિલ્લાના ખાંભા તુલસીશ્યામ રેન્જમાં વિનવિભાગ દ્વારા સિંહનો જીવ બચાવવાનું એક પ્રશંસનીય અને સાહયસિક ઓપરેશન હાથ ધરાયું હતું. વાંગધ્રા ગામમાં અન્ય સિંહો સાથેની લડાઈ દરમિયાન એક સિંહ ગંભીરપણે ઘાયલ થયો હતો અને જીવ બચાવવા જતાં 10 ફૂટ ઊંડા ખાડામાં પડયો હતો. આ ઘટનાની જાણ થતાં જ વનવિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
વનવિભાગના કર્મચારીઓએ ભારે જહેમતથી સિંહને 10 ફૂટ ઊંડા ખાડામાંથી કોઈપણ પ્રકારની ઈજા વગર સુરક્ષિત બહાર કાઢયો હતો. ઈનફાઈટના કારણે સિંહના શરીર પર ગંભીર ઘા હતા. જેથી તેને તાત્કાલિક એનિમલ કેર સેન્ટર ખસેડીને વન વિભાગના પશુચિકિત્સકો દ્વારા તમામ તબીબી સારવાર આપવામાં આવી હતી.
સતત 10 દિવસની સઘન સારવાર અને દેખરેખ બાદ સિંહ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયો હતો. સિંહ પૂરેપૂરો તંદુરસ્ત થતાં જ વન વિભાગે તેને ફરીથી ગીરના તેના કુદરતી આવાસમાં (જંગલમાં) સુરક્ષિત રીતે મુક્ત કર્યો છે.