તેલંગાણા કોંગ્રેસમાં ધમાસાણ, CM રેવંત રેડ્ડીએ મંત્રી કોંડા સુરેખાને હટાવ્યા
આ પગલું કોંડા સુરેખાના પુત્રી, કોંડા સુષ્મિતા પટેલના નિવેદનને લઈને તેલંગાણા કોંગ્રેસમાં વધતા તણાવને કારણે લેવામાં આવ્યું છે
તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીએ રાજ્ય મંત્રી કોંડા સુરેખાને તાત્કાલિક અસરથી મંત્રીમંડળમાંથી હટાવ્યા છે. ગુરુવારે જાહેર કરવામાં આવેલા એક સત્તાવાર નિવેદન મુજબ, સુરેખાને હટાવવાની ભલામણ તેલંગાણના રાજ્યપાલ શિવપ્રતાપ શુક્લને પહેલા જ મોકલી દેવામાં આવી છે.
આ પગલું કોંડા સુરેખાના પુત્રી, કોંડા સુષ્મિતા પટેલના નિવેદનને લઈને તેલંગાણા કોંગ્રેસમાં વધતા તણાવને કારણે લેવામાં આવ્યું છે. કોંડા સુષ્મિતા પટેલે રેવંત રેડ્ડીની ખુલ્લેઆમ ટીકા કરી હતી અને પરફલના ધારાસભ્ય રેવુરી પ્રકાશ રેડ્ડી માટે તેમના સમર્થન પર સવાલ ઉઠાવ્યા હતા. આ વિવાદ પરકલ વિધાનસભા મતવિસ્તારને લઈને હતો, જેને સુષ્મિતાએ કોંડાનો વિસ્તાર ગણાવયો હતો.
પરકલમાં તાજેતરમાં એક પ્રોગ્રામ દરમિયાન રેવંત રેડ્ડીએ હાજર ધારાસભ્ય રેવુરી પ્રકાશ રેડ્ડીનો ખુલ્લેઆમ સપોર્ટ કર્યો અને ક્ષેત્રના લોકોને આગામી ચૂંટણીમાં તેમને ફરીથી ચૂંટવાની અપીલ કરી હતી.
જેના કારણે તેલંગાણા કોંગ્રેસમાં નારાજગી ફેલાઈ અને પાર્ટીના ઘણાં ધારાસભ્યોએ સુરેખા સામે શિસ્તના મામલે કાર્યવાહીની માગણી કરી હતી. તેના પછી કોંગ્રેસની શિસ્ત સમિતિએ આ વિવાદ પર મંત્રીનું સ્પષ્ટીકરણ માંગ્યું.
સુરેખાએ શિસ્તના મામલે નોટિસના આધારને એમ કહેતા ફગાવ્યો કે તેમની પુત્રીની વાતો અલગથી કહેવામાં આવી હતી અને તેમને તેના માટે જવાબદાર ઠેરવી શકાય નહીં. ટીપીસીસી ડિસિપ્લિનરી કમિટીને પોતાના સ્પષ્ટીકરણમાં સુરેખાએ કહ્યું કે કોઈ એક વ્યક્તિથી બીજાના વિચારો માટે માત્ર એટલા માટે પોલિટિકલ એકાઉન્ટિબિલિટીની માગણી કરવી અયોગ્ય છે, કારણ કે તે સગાં છે.
સુરેખાનું કહેવું છે કે કોઈ અન્ય વ્યક્તિથી પોલિટિકલ જવાબદારી લેવાની આશા કરવી અથા માત્ર પારિવારીક સંબંધોના કાણે કોઈના અભિપ્રાય પર સ્પષ્ટીકરણ માંગવું ખોટું છે. આ પુછવા પર કે શું તે પોતાની પુત્રીની વાતોનો સપોર્ટ કરે છે, તો સુરેખાએ કહ્યું કે સુષ્મિતા એક સ્વતંત્ર વ્યક્તિ છે અને તેમને તે રાજકીય વિચારો માટે જવાબદાર ઠેરવવા જોઈએ નહીં.
આના પહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને તેલંગાણાના પ્રભારી મિનાક્ષી નટરાજનને મળ્યા બાદ સુરેખાએ એક મંત્રી તરીકે પોતાના રેકોર્ડનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે તેમણે પોતાના પરફોર્મન્સ પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે તેમની વિરુદ્ધ કોઈ ભ્રષ્ટાચારનો આરોપ નથી.
સુરેખાને કેબિનેટમાંથી હટાવવાના પગલાની સાથેસાથે તેલંગાણા એડમિનિસ્ટ્રેશને ખાસ કાયદાકીય સંસ્થાઓ અને કમિશનની લીડરશિપમાં ઘણાં પરિવર્તનોને મંજૂરી આપી છે. તેલંગાણા પ્લાનિંગ બોર્ડના વાઈસ ચેરમેન તરીકે જી. ચિન્ના રેડ્ડીની નિયુક્તિ તાત્કાલિક રદ્દ કરવામાં આવી છે. ગડવાલ વિજયલક્ષ્મીને પ્લાનિંગ બોર્ડના નવા વાઈસ ચેરમેન બનાવવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ તેલંગાણા સ્ટેટ કમિશન ફોર વુમનના ચેરપર્સન તરીકે નરેલા શારદાની નિયુક્તિને પણ મંજૂરી આપી છે. એક અન્ય પરિવર્તનમાં પૂર્વ રાજ્યસભા મેમ્બર સુધારાનીને કાકતીય અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી (KUDA) ના નવા ચેરપર્સન તરીકેની જવાબદારી આપવામાં આવી છે.