તિબેટમાં 5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, નેપાળ જેવા પુરનો ખતરો?
અત્યાર સુધીની વિગતો મુજબ, 1268 લોકોના મોતની પુષ્ટિ થઈ ચુકી છે. જ્યારે 2000થી વધુ લોકો લાપતા છે. ઘણાં રિપોર્ટ્સમાં આ આંકડો 4200થી પણ વધારે છે.
તિબેટમાં ફરી એકવાર ભૂકંપ આવ્યો છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.0 માપવામાં આવી છે. રિપોર્ટ્સમાં નેપાળમાં આવેલા ભીષણ પુર માટે ભૂકંપને જ જવાબદાર ગણાવવામાં આવ્યો હતો. નેપાળ પુરને કારણે અત્યાર સુધીમાં 1200થી વધુ લોકોના મોતની પુષ્ટિ થઈ ચુકી છે અને 2000થી વધુ લોકો હજીપણ ગુમ છે.
જર્મન રિસર્ટ સેન્ટર ફોર જિયોસાઈન્સિસ પ્રમાણે, ગત એક સપ્તાહથી ભૂકંપ અને પછી વિનાશકારી પુરની અસર સામે ઝઝૂમી રહેલા આ વિસ્તારમાં ગુરુવારે આવેલા ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર નીચે હતું. હાલ આ ભૂકંપ બાદ કોઈપણ પ્રકારના નુકશાન થવાની જાણકારી સામે આવી નથી.
તિબેટ-નેપાળ બોર્ડર પર ગત સપ્તાહે આવેલા પુર અને ભૂકંપને કારણે તબાહી મચેલી છે. સીમાની બંને બાજુ ઘણાં લોકો માર્યા ગયા છે. બંને ક્ષેત્રોમાં સતત બચાવ અભિયાન ચાલી રહ્યું છે. અત્યાર સુધીની વિગતો મુજબ, 1268 લોકોના મોતની પુષ્ટિ થઈ ચુકી છે. જ્યારે 2000થી વધુ લોકો લાપતા છે. ઘણાં રિપોર્ટ્સમાં આ આંકડો 4200થી પણ વધારે છે.
નેપાળ અને તિબેટ એમ બંને તરફ રાહત અને બચાવ અભિયાન ચાલી રહ્યા છે. જો કે ચીન તરફથી આ ઘટનાક્રમ પર લગાવવામાં આવેલી મીડિયા કવરેજની રોકને કારણે ત્યાંથી આવતી માહિતી મર્યાદીત થઈ ચુકી છે. તેના પછી પણ બચાવ અભિયાનના રિપોર્ટ સામે આવી રહ્યા છે.
આ ભૂકંપ બાદ તબાહ થયેલા નેપાળ-તિબેટ બોર્ડના ગ્યિરોંગ બોર્ડર ક્રોસિંગને ફરીથી ખોલવામાં આવ્યું છે. આ પુરગ્રસ્ત વિસ્તારોમાં ભારે મશીનરી પહોંચાડવામાં પણ સરળતા થઈ રહી છે.
રિપોર્ટ્સ મુજબ, સતત રાહત અને બચાવ કાર્યમાં થનારી પ્રગતિને કારણે ઘણાં લોકોના જીવન સમય રહેતા બચાવાયા છે. જો કે હજીપણ 2000થી વધુ લોકો ગુમ છે. તેમાં મોટાભાગના નેપાળ તરફના છે. આ પુરની વધુ અસર નેપાળમાં જ જોવા મળી છે.
દાવો કરાય રહ્યો છે કે મોટા સ્તર પર કાટમાળ નીચલા વિસ્તારોમાં જમા થઈ ગયો છે. તેને સાફ કરવામાં ઘણાં મહિનાઓનો સમય લાગશે. ભારત, ચીન અને નેપાળ સહીતના અન્ય દેશોના એક્સપર્ટ સતત રાહત અને બચાવ કામગીરી કરી રહ્યા છે.