બાવળા-સરખેજ હાઈવે બંધ, ગેલોપ્સ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક ક્ષેત્રમાં 900 ફસાયા-રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું
હાઈવેના ઘણાં વિસ્તારોમાં બેથી ત્રણ ફૂટ પાણી ભરાઈ જતાં ટ્રાફિક અસરગ્રસ્ત થયો છે અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક દ્વારા બગોદરાથી અમદાવાદ તરફ જતાં વાહનને ધોલેરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવેનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે.
અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદની અસર ધોળકા, વિરમગામ, બાવળા સહીતના અમદાવાદ શહેરની આસપાસના વિસ્તારોમાં થઈ છે. બાવળાના સરી પાટિયા નજીક આવેલા ગેલોપ્સ ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં પાણી ભરાતા અહીંની કંપનીઓમાં કામ કરતા 900 જેટલા કર્મચારીઓ ફસાયા છે.

તો અમદાવાદથી રાજકોટ આવતા અને જતા વાહનો માટે બગોદરા અને સરખેજ ખાતે ડાયવર્ઝન અપાયા છે. સરખેજથી બગોદરા સુધીનો હાઈવે બંધ કરાયો છે.
એસડીઆરએફ દ્વારા સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રની ટુકડીઓ દ્વારા ઈન્ડસ્ટ્રિયલ પાર્કમાં ફસાયેલા કર્મચારીઓને સુરક્ષિત બહાર કાઢવા માટે બોટ મારફતે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું છે.