ભાવનગરમાં લિવ-ઈન પાર્ટનર કાજલના હત્યારા ફૈઝલને 10 મિનિટમાં 107 દંડા પડયા, પોલીસની 'લાઠી સર્વિસ'
3 સપ્ટેમ્બરે ફૈયાઝ ઉર્ફે ખાટકીએ તેની લિવ ઈન પાર્ટનર કાજલ બારૈયાને ભાવનગર એસટી બસ સ્ટેન્ડમાં જાહેરમાં માર મારીને મોતને ઘાટ ઉતારી હતી
ભાવનગર એસટી બસ સ્ટેન્ડમાં લિવ ઈન પાર્ટનર કાજલ બારૈયાને 3 સપ્ટેમ્બરે ફૈઝલ ઉર્ફે ખાટકીએ ઢીકાપાટું મારીને મોતને ઘાટ ઉતારી હતી. કાજલ બારૈયાની કરપીણ હત્યાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા અને તેના પછી પોલીસે હત્યારા ફૈયાઝ ઉર્ફે ખાટકીને ઝડપી પાડયો હતો. તેના પછી પોલીસે શનિવારે ઘટનાસ્થળે જઈને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. તેમાં નીલમબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.પી.ઉનડકટે આરોપી ફૈઝલ ઉર્ફે ખાટકીને દોરડાથી બંધાવીને 7 મિનિટમાં દંડાના 107 ફટકા માર્યા છે.
જો કે પીઆઈ ઉનડકટ ગુજરાતના ડીજીપી અને સુપ્રીમ કોર્ટના આદેશ લાગુ પડતા ન હોય તેમ આરોપીને જાહેરમાં મેથીપાક આપતા હતા, તેને લઈને સવાલો પણ ઉઠી રહ્યા છે. મહત્ત્વપૂર્ણ છે કે ગુજરાતના પૂર્વ ઈન્ચાર્જ ડીજીપી ડો. કે. એલ. એન. રાવે કડક લેખિત આદેશ આપ્યો હતો કે કોઈપણ આરોપીનું જાહેરમાં સરઘસ કાઢવા અને આરોપીની સાથે અપમાનજનક વ્યવહાર કરનારા પોલીસકર્મીઓ સામે કાર્યવાહી થઈ શકે છે.
જો કે આ જાહેરમાં લાઠી સર્વિસ પાછળની પૃષ્ઠભૂમિને પણ જાણી લઈએ. ભાવનગરના કુંભારવાડામાં રહેતા 70 વર્ષીય ભાગુબેન બારૈયાની 40 વર્ષીય પુત્રી કાજલબેન છેલ્લા આઠ વર્ષથી એસ. ટી. બસ સ્ટેન્ડની ફૂટપાથ પર રહેતા 20 વર્ષીય ફૈઝલ ઉર્ફે ખાટકી રફીકભાઈ લાખાણી સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહેતી હતી.
3 સપ્ટેમ્બરે બપોરે કાજલ તેના ઓળખીતા રવિ ઉ્ફે બાડો ગોહેલ સાથે બસ સ્ટેન્ડ પાસે વાતો કરી રહી હતી. ત્યારે જેલમાંથી બહાર આવેલા ફૈઝલે ત્યાં પહોંચીને સંબંધ મામલે ઝઘડો શરૂ કરીને રવિ અને કાજલને મારવાનું શરૂ કર્યું હતું. કાજલના વાળ પકડીને તેને વારંવાર નીચે પછાડીને ઢીકાપાટુંનો માર માર્યો હતો. કાજલ બેભાન થતા ફૈઝલે 108થી તેને સર ટી. હોસ્પિટલ પહોંચાડી હતી અને ત્યાં તબીબોએ યુવતીને મૃત જાહેર કરી હતી.
મૃતકના માતાએ ફૈઝલ સામે ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી અને શનિવારે એસ. ટી. બસ સ્ટેન્ડ ખાતે રી-કન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું અને ફૈઝલની જાહેરમાં સરભરા પણકરાઈ હતી.