મલેશિયાના PM અનવર ઈબ્રાહીમે એવું શું કહ્યું કે PM મોદી હસી પડયા, જુઓ Video
નિવેદન મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં વડાપ્રધાન ઈબ્રાહીમનું ઉષ્માભેર સ્વાગત કર્યું અને બ્રિક્સ શિખર સમિટમાં ભાગીદાર દેશ તરીકે મલેશિયાની ભાગીદારીને પ્રશંસનીય જણાવી. બંનેએ ફેબ્રુઆરી 2026માં વડાપ્રધાન મોદીના મલેશિયાના પ્રવાસના પરિણામો પર વાત કરી અને વ્યાપાર તથા રોકાણ, સંરક્ષણ અને સુરક્ષા, સેમીકન્ડક્ટર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ ઈકોનોમી, ઊર્જા, ફિનટેક, શિક્ષણ, પર્યટન અને લોકોની વચ્ચે પરસ્પર સંબંધો જેવા ઘણાં ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગની પ્રગતિની સમીક્ષા કરી.
18મી બ્રિક્સ શિખર સમિટમાં સામેલ થવા માટે મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહીમ પણ ભારત આવ્યા છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે હૈદરાાબાદ હાઉસમાં દ્વપક્ષીય બેઠક કરી છે. પીએમ અનવર ઈબ્રાહીમે દ્વિપક્ષીય વાટાઘાટોની શરૂઆત ઘણાં જ અનોખા ઢંગથી કરી. તેમણે કહ્યુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મલેશિયામાં ઘણાં પોપ્યુલર છે.
પીએમ મોદી સાથે હાથ મિલાવ્યા બાદ પીએમ અનવરે તેમની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યુ કે પીએમ મોદી એટલા લોકપ્રિય છે કે મને તેમના માટે ઘણાં સંદેશ મળ્યા છે. પીએમ અનવર ઈબ્રાહીમનો આ અંદાજ લોકોને ઘણો પસંદ પડી રહ્યો છે.
આ બેઠક દરમિયાન બંને નેતાઓએ સંરક્ષણ, વ્યાપાર, ડિજિટલ ટેક્નોલોજી, સેમીકન્ડક્ટર વગેરે ક્ષેત્રોમાં સહયોગને વધુ મજબૂત કરવાની પદ્ધતિઓ પર ચર્ચા કરી. વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને આની જાણકારી આપી.
નિવેદન મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં વડાપ્રધાન ઈબ્રાહીમનું ઉષ્માભેર સ્વાગત કર્યું અને બ્રિક્સ શિખર સમિટમાં ભાગીદાર દેશ તરીકે મલેશિયાની ભાગીદારીને પ્રશંસનીય જણાવી. બંનેએ ફેબ્રુઆરી 2026માં વડાપ્રધાન મોદીના મલેશિયાના પ્રવાસના પરિણામો પર વાત કરી અને વ્યાપાર તથા રોકાણ, સંરક્ષણ અને સુરક્ષા, સેમીકન્ડક્ટર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ ઈકોનોમી, ઊર્જા, ફિનટેક, શિક્ષણ, પર્યટન અને લોકોની વચ્ચે પરસ્પર સંબંધો જેવા ઘણાં ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગની પ્રગતિની સમીક્ષા કરી. વડાપ્રધાન અનવર ઈબ્રાહીમે કોટા કિનાબાલુ, સબાહમાં ભારતના વાણિજ્યિક દૂતાવાસ ખોલવા માટે મલેશિયાની સંમતિ વ્યક્ત કરી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસિયાન- ભારત સંબંધોને મજબૂત કરવામાં મલેશિયાના સતત સમર્થનની પ્રશંસા કરી. નેતાઓએ પરસ્પર હિતના મહત્ત્વના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન ક્રયું. તેમણે ભારત-મલેશિયા વ્યાપાક રણનીતિક ભાગીદારીને આગળ વધારવા માટે પોતાની નિરંતર પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
મલેશિયાના વડાપ્રધાન 18મા બ્રિક્સ શિખર સંમેલનમાં સામેલ થવા માટે શુક્રવારે નવી દિલ્હી પહોંચ્યા. એરપોર્ટ પર વિદેશ રાજ્ય મંત્રી કીર્તિવર્ધન સિંહે તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું.