ભાવનગર ST ડેપોમાં ફૈઝલ ઉર્ફે ખાટકીએ લિવ ઈન પાર્ટનર કાજલ બારૈયાની કરી હત્યા, લોકો મૂકદર્શક!
સવાલ એ પણ છે કે આટલા લાંબા હુમલા વખતે એસટી બસ સ્ટેન્ડ કે તેની આસપાસ કોઈ પોલીસકર્મી ડ્યૂટી પર જ નહીં હોય?
ભાવનગર એસટી બસ સ્ટેન્ડમાં જાહેરમાં ફૈઝલ ઉર્ફે ખાટકી નામના શખ્સે કાજલબહેન બારૈયા પર જાહેરમાં હુમલો કરીને તેની નિર્મમ હત્યા કરી.
આ આખા મામલાના એસટી સ્ટેન્ડ ખાતેના સીસીટીવી ફૂટેજ પણ સોશયલ મીડિયામાં જોવા મળી રહ્યા છે.
વિગતો પ્રમાણે, કાજલબહેન બારૈયા અને ફૈજલ ઉર્ફે ખાટકી લાંબા સમયથી લિવ ઈન રિલેશનશિપમાં રહેતા હતા. છેલ્લા કેટલાક સમયથી બંને વચ્ચે વારંવાર ઝઘડા થવા લાગ્યા હતા.
ત્યારે ભાવનગર બસ ડેપો ખાતે કાજલ પર તેના લિવ ઈન પાર્ટનર ફૈઝલે 7 મિનિટ સુધી જીવલેણ હુમલો કર્યો અને જાહેરમાં હત્યા કરી દીધી. મહિલા પર ઢીકા-પાટુંનો માર વરસાવ્યો અને આ શર્મસાર ઘટના વખતે અનેક લોકો આસપાસ હતા, પણ તેઓ માત્ર મૂકદર્શક બનીને બધું જોઈ રહ્યા હતા.
આ સાત મિનિટ દરમિયાન મૃત્યુ તરફ જઈ રહેલી મહિલાને ફૈઝલ ઉર્ફે ખાટકીના મારથી બચાવવા માટે કોઈ વ્યક્તિ સામે આવ્યો નહીં.
આ હ્રદયવિદારક ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને આ ઘટનાને લઈને એસટી બસ સ્ટેન્ડની સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ પ્રશ્નો ઉભા થયા છે. સવાલ એ પણ છે કે આટલા લાંબા હુમલા વખતે એસટી બસ સ્ટેન્ડ કે તેની આસપાસ કોઈ પોલીસકર્મી ડ્યૂટી પર જ નહીં હોય?