અમેરિકાનું ઈરાનને 2 કલાકનું અલ્ટીમેટમ, ભીષણ એરસ્ટ્રાઈકની તૈયારી
એક્સિયોસના અહેવાલ મુજબ, ટ્રમ્પે કહ્યુ છે કે અમે ઈરાન સાથે ઘણી પ્રગાઢ વાતચીત કરી રહ્યા છીએ. જો વાત નહીં બને, તો અમે ફરીથી ઘણી કડક સૈન્ય કાર્યવાહી કરીશું. જ્યારે ટ્રમ્પને સવાલ કરવામાં આવ્યો કે તે વાતચીત માટે કેટલો સમય આપવા માટે તૈયાર છે. તો ટ્રમ્પે કહ્યુ કે વધુ સમય નથી. યા તો વાતચીત જલ્દી બનશે, અથવા બિલ્કુલ નહીં બને.
અમેરિકાએ ઈરાનને હવે બે કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. તેની સાથે અમેરિકાની વાયુસેનાએ ઈરાન પર ભીષણ એરસ્ટ્રાઈક્સની તૈયારી કરી છે.
અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ જે. ડી. વેન્સે એક્સ પોસ્ટમાં જણાવ્યું છે કે ઈરાનને બે કલાક આપવામાં આવ્યા છે. તેના પછી દુનિયા સાક્ષી રહેશે કે તેના પછી અત્યાર સુધીના એક મહાવિનાશક હવાઈ હુમલા થશે. વધુ કોઈ ચેતવણીઓ નહીં. કાઉન્ટડાઉન શરૂ થયું છે.
અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ જે. ડી. વેન્સે પોતાની એક્સ પોસ્ટમાં અમેરિકાની વાયુસેનાના અનેક યુદ્ધવિમાનોનો વીડિયો પણ પોસ્ટ કર્યો છે.
મહત્ત્વપૂર્ણ છે કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કહ્યુ હતુ કે તેમણે ઈરાન પર અમેરિકાના હુમલા હાલ રોકી દીધા છે, જેથી વાતચીતનો વધુ એક મોકો આપી શકાય. પરંતુ તેમણે સ્પષ્ટ કર્યું હતું કે વાતચીત નિષ્ફળ રહી, ,તો ફરીથી મોટા સૈન્ય હુમલાઓનો આદેશ આપી શકાય છે. અમેરિકાના મિશિગનમાં એક રેલી દરમિયાન ટ્રમ્પે કહ્યુ કે તેમને (ઈરાન) લાંચ આપીને માનવી શકાય નહીં. તેમને હરાવવા પડશે અને અમે તેમને ખરાબ રીતે હરાવીશું. પરંતુ જોઈએ છીએ કે શું થાય છે. હજી ઘણી સારી વાતચીત ચાલી રહી છે.
હાલ અમેરિકા અને ઈરાનની વચ્ચે વાતચીત ચાલી રહી છે. તેનો ઉદેશ્ય સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફરીથી ખોલવા અને પરમાણુ સમજૂતી પર ફરીથી વ્યાપક વાતચીત શરૂ કરવાનો છે. આ વાતચીત મુખ્યત્વે ઈરાન અને ઓમનની વચ્ચે થઈ રહી છે. પરંતુ કતર, પાકિસ્તાન, ઈજીપ્ત અને ટ્રમ્પના દૂત સ્ટીવ વિટકોફ અને જારેડ કુશનર પણ આમા સક્રિયપણે સામેલ છે.