શું બીમાર છે શી જિનપિંગ? PM મોદીએ ભાષણ રોકીને પુછયા હાલચાલ, ડિનરમાં પણ થયા નહીં સામેલ
જિનપિંગની આ અસહજતાની પાછળ શું કારણ હતું, તેના પર ચીનની કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. આ સિવાય ચીનના રાષ્ટ્ર્પ્રમુખ શી જિનપિંગ બ્રિક્સ દેશોના નેતાઓ માટે પીએમ મોદી દ્વારા આયોજીત ગાલા ડિનરમાં પણ સામેલ થયા નથી.
બ્રિક્સ સમિટના પહેલા દિવસે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન ચાલી રહ્યું હતું, ત્યારે એક એવું દ્રશ્ય સર્જાયું કે તેની ચર્ચા હાલ થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણની શરૂઆત કરી જ હતી કે તે થોડી વાર થંભ્યા અને તેમણે ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ તરફ જોયું. તેમને લાગ્યું કે શી જિનપિંગ કંઈક અસહજ મહેસૂસ કરી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ ચીની રાષ્ટ્રપ્રમુખ સાથે આવેલા અનુવાદકને સવાલ કર્યો કે શું તે ઠીક છે? થોડીક સેકન્ડ બાદ જિનપિંગે જવાબમાં માથું હલાવ્યું. તેના પછી પીએમ મોદીએ પોતાનું ભાષણ ફરીથી શરૂ કર્યું.
આ એક નાનકડી ઘટના હોઈ શકે છે. પરંતુ આ બંને નેતાઓની વચ્ચે સારો તાલમેલ દર્શાવવા માટે પુરતી છે. જ્યારે બંને દેશોના સંબંધ સહજ નથી, તેવા સમયમાં પીએમ મોદીની ચીની રાષ્ટ્રપ્રમુખ પ્રત્યેની વ્યક્તિગત ચિંતા ઘણું બધું જણાવે છે. જિનપિંગની આ અસહજતાની પાછળ શું કારણ હતું, તેના પર ચીનની કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. આ સિવાય ચીનના રાષ્ટ્ર્પ્રમુખ શી જિનપિંગ બ્રિક્સ દેશોના નેતાઓ માટે પીએમ મોદી દ્વારા આયોજીત ગાલા ડિનરમાં પણ સામેલ થયા નથી.
જો કે જિનપિંગે પીએમ મોદી સાથેની દ્વિપક્ષીય બેઠકમાં ભાગ લીધો. ડિનરમાં તેમની ગેરહાજરીએ અટકળોનું બજાર ગરમ કર્યું. ચીન અથવા ભારત તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. પરંતુ એક સૂત્રનું કહેવું છે કે જિનપિંગ થાકી ગયા હતા અને આરામ કરવા માટે પોતાનની હોટલમાં પાછા ફર્યા હતા.
ચીની રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ શનિવારે સવારે જ ચીનથી નીકળ્યા અને બપોરે દિલ્હી પહોંચ્યા હતા. આ આંતરરાષ્ટ્રીય સંમેલનની શરૂઆત બપોરે 2 વાગ્યાની આસપાસ થઈ. તેના પછી તેમણે પીએમ મોદીની સાથે દ્વિપક્ષીય બેઠક કરી. વ્યસ્ત કાર્યક્રમને કારણે તેમને પ્રવાસનો થાક મટાડવા માટે ઘણો ઓછો સમય મળ્યો.
પીએમ મોદીએ ભારત મંડપમમાં શી જિનપિંગનું ઉષ્માભેર સ્વાગત કર્યું. બંને નેતાઓએ તમિલનાડુના રામનાથસ્વામી મંદિરના મશહૂર 1212 સ્તંભોવાળા કોરિડોરની તસ્વીરની સામે હસ્તધૂનન પણ કર્યું. તેના પછી પીએમ મોદીએ જિનપિંગને કોરિડોરનું મહત્ત્વ અને તેની બનાવટ બાબતે પણ વાત કરી હતી.