અમદાવાદના શીલજમાં પતિની નજર સામે પત્નીને બાઈકચાલકે ઉડાવતા મોત, CCTV ફૂટેજ આવ્યા સામે
બોપલમાં રહેતા 30 વર્ષીય હાર્દિક દરજી કોરિયોગ્રાફર છે અને તેઓ સાયન્સ સીટી ખાતે બ્લુમિંગ કેમ્પમાં ગરબા ક્લાસ ચલાવે છે. તેમના લગ્ન બે માસ પહેલા વસ્ત્રાપુરની નિશિબેન સાથે થયા હતા. 11 સપ્ટેમ્બરે સાંજે ગરબા ક્લાસ પૂર્ણ થયા બાદ રાત્રે પત્ની ટુ-વ્હીલર એક્સેસ અને હાર્દિક બાઈક પર ઘરે જઈ રહ્યા હતા
અમદાવાદના શીલજમાં બાઈકચાલકે ખૂબ સ્પીડમાં એક્સેસના ઉડાવતા પતિની નજર સામે પત્નીનું મોત નીપજ્યું છે. આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં પતિ બાઈક પર અને પત્ની એક્સેસ ટુ-વ્હીલર પર 12 સપ્ટેમ્બરે રાત્રિના સમયે જઈ રહ્યા હતા, ત્યારે ટર્નિંગ પર બેફામ ગતિએ આવતા બાઈકચાલકે જોરદાર ટક્કર મારતા એક્સેસ પર સવાર પત્ની 10 ફૂટ દૂર ઢસડાઈ હતી. આ મામલે બોપલ પોલીસે ગુનો નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી છે.
બોપલમાં રહેતા 30 વર્ષીય હાર્દિક દરજી કોરિયોગ્રાફર છે અને તેઓ સાયન્સ સીટી ખાતે બ્લુમિંગ કેમ્પમાં ગરબા ક્લાસ ચલાવે છે. તેમના લગ્ન બે માસ પહેલા વસ્ત્રાપુરની નિશિબેન સાથે થયા હતા. 11 સપ્ટેમ્બરે સાંજે ગરબા ક્લાસ પૂર્ણ થયા બાદ રાત્રે પત્ની ટુ-વ્હીલર એક્સેસ અને હાર્દિક બાઈક પર ઘરે જઈ રહ્યા હતા.
ત્યારે ડીપીએસ કેનાલ રોડ પર માધવ અધવેદ કોમ્પ્લેક્સ પાસે વળાંક પર ટર્ન લેતા સમયે પુરઝડપે આવતા બાઈકચાલકે એક્સેસને ટક્કર મારી હતી. આ ટક્કરમાં પતિ થોડો આગળ નીકળી ગયો હતો, તેથી તેનો બચાવ થયો હતો. પણ એક્સેસ પર સવાલ નિશિબેન 10 ફૂટ દૂર સુધી ઢસડાયા હતા. જેમને ગંભીર ઈજા થઈ હતી. પતિ હાર્દિક અને આસપાસના લોકોએ તાત્કાલિક ઈજાગ્રસ્ત નિશિબેનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા હતા. પરંતુ સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું.
આ અકસ્માત બાદ બાઈક મૂકીને ચાલક ફરાર થયો હતો. બોપલ પોલીીસે ગુનો નોંધ્યો છે. તપાસમાં ચાલક અને તેની પાછળ બેઠેલો વ્યક્તિ ઘરઘાટી તરીકે કામ કરતા હોવાનું સામે આવ્યું છે. બાઈક ચાલક પણ હોસ્પિટલમાં દાખલ છે.