એક જ ઝાટકે પરિવાર ખતમ!: પુત્રએ પહાડ પરથી છલાંગ લગાવી-બચાવા જતાં પિતા પડયા, માતા પણ કૂદી ગઈ
યુવકની આત્મહત્યા પહેલાનો પણ એક વીડિયો સામે આવ્યો છે. તેમાં કેટલાક લોકો તેને સમજાવતા દેખાઈ રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ત્યાં રહેલા લોકોએ તેને રોકવાની ઘણી કોશિશ કરી છે, પરંતુ તે માનવા તૈયાર નથી.
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરથી એક દિલ દહેલાવનારી ઘટના સામે આવી છે. એક યુવકે આત્મહત્યા કરવા માટે પહાડી પરથી છલાંગ લગાવી. તેને બચાવવાની કોશિશમાં તેના પિતા પણ નીચે પડી ગયા. પુત્ર અને પતિને નીચે પડતા જોઈને આઘાતમાં માતાએ પણ ત્યાંથી કૂદીને જીવ આપ્યો. એક જ ઝાટકામાં આખો પરિવાર ખતમ થઈ ગયો. આત્મહત્યા કરવાની કોશિશ કરી રહેલા પુત્રને બચાવવાના ચક્કરમાં માતાપિતાના પણ જીવ ગયા.
યુવકને લગભગ ત્રણ કલાક સુધી પરિવાર અને ગ્રામીણોએ ઘનમો સમજાવ્યો. પણ તેણે કોઈની વાત સાંભળી નહીં. આખરે આ મામલાનો દુખદ અંત આવ્યો. પહાડીથી કૂદીને આત્મહત્યા કરનારા યુવકની વય 18 વર્ષની હતી. જોતજોતામાં પરિવારના ત્રણ લોકોના મોત નીપજ્યા. આ આપઘાતના મામલાનો એક વીડિયો સામે આવ્યો છે, તેમાં એક પછી એક ત્રણ લોકો પહાડી પરથી કૂદતા દેખાઈ રહ્યા છે.
યુવકની આત્મહત્યા પહેલાનો પણ એક વીડિયો સામે આવ્યો છે. તેમાં કેટલાક લોકો તેને સમજાવતા દેખાઈ રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ત્યાં રહેલા લોકોએ તેને રોકવાની ઘણી કોશિશ કરી છે, પરંતુ તે માનવા તૈયાર નથી. યુવકે એકદમ પહાડી પરથી છલાંગ લગાવી દીધી. યુવકે આ પગલું કેમ ઉઠાાવ્યું, તેના કારણની હજી સુધી સ્પષ્ટતા થઈ નથી.
આ આખો પરિવાર દેવલાઈનો વતની હતી. તે તમામ શુક્રવાર સવારે 10 વાગ્યે પહાડીના કિનારે આવીને ઉભો થઈ ગયો હતો. તે પરિવારને આત્મહત્યાની ધમકી આપવા લાગ્યો. લગભગ 3 કલાક સુધી ત્યાં રહેલા ગ્રામીણો અને યુવકની માતા તેને સમજાવતા રહ્યા. તેમણે યુવકને ક્હયુ કે તે ભણેલો છે, પોતાના ભવિષ્ય અને માતાપિતા બાબતે વિચારે. પરંતુ યુવક માત્ર એમ કહેતો રહો કે નહીં-મારે મરવું છે.