કિન્નર અઘોરીના Videoથી હડકંપ, હાથમાં તલવાર અને સળગતી ચિતામાંથી માંસ ખાધું!
વીડિયો સામે આવ્યા બાદ સંતસમાજે આને અઘોર પરંપરાની મર્યાદાની વિરુદ્ધ ગણાવ્યું છે
મધ્યપ્રદેશના ઉજ્જૈનના સ્મશાનમાં સાધાનનો આઘાતજનક વીડિયો સોશયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં અઘોરી કિન્નર સાધક કાલી ઉર્ફે નંદગિરિ તલવાર હાથમાં લઈને સળગતી ચિતાની સામે મડદાંના શરીરનો ભાગ ખાવાનો દાવો કરી રહ્યા છે.
વીડિયો સામે આવ્યા બાદ સંત સમાજે આને અઘોર પરંપરાની મર્યાદાની વિરુદ્ધ ગણાવ્યું છે.
મહામંડલેશ્વર શૈલેશાનંદગિરિનું કહેવુ છે કે અઘોરની પોતાની મર્યાદા છે અને તંત્ર ક્રિયાઓને ગુપ્ત રાખવી જરૂરી છે. તેનું જાહેર પ્રદર્શન યોગ્ય નથી. અઘોરી અખાડાના પીઠાધીશ્વર અને રાષ્ટ્રીય અધ્યક્ષ ખડેશ્વરી અઘોરી બાબા વિષ્ણુનાથે મામલાની પોલીસને ફરિયાદ કરી છે. તેમણે સનાતન અને અઘોર પરંપરાના નામ પર પાખંડ ફેલાવનારાઓની સામે કાર્યવાહીની માગણી કરી છે.
ઉજ્જૈનના ચક્રતીર્થ સ્મશાનઘાટથી કિન્નર અઘોરીનો સળગતી ચિતા પરથી કથિત માનવ માંસ કાઢવાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયો કિન્નર અખાડા સાથે જોડાયેલા કાલી ઉર્ફ નંદગિરીએ સોશયલ મીડિયા પર શેયર કર્યો છે.
વાઈરલ વીડિયોને લઈને સંતસમાજ અને જનતાએ નારાજગી વ્યક્ત કરી છે. લોકોએ આને અમાનવીય ગણાવતા અઘોરીની વિરુદ્ધ એફઆઈઆર નોંધીને કાર્યવાહીની માગણી કરી છે. જો કે જણાવાય રહ્યું છે કે આ અઘોરી કિન્નરને ગઢકાલિકા માતા મંદિરમાં વિવાદ બાદ કિન્નર અખાડાની બહાર કરી દેવામાં આવ્યા હતા. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે કેવી રીતે અઘોરી કિન્નર કાલી ઉર્ફે નંદગિરી તલવારથી ચિતામાંથી મડદાના શરીર સાથે રમી રહ્યા છે અને તેનું એક અંગ કાપીને ખાવાનો દાવો કરી રહ્યા છે.

વાઈરલ વીડિયોમાં કાલી ઉર્ફે નંદ ગિરિ હાથમાં તલવાર લઈને દેખાઈ રહ્યા છે. તે માણસને ખાવાની વાત કરે છે. તેના પછી ચક્રતીર્થ સ્મશાન ઘાટમાં સળગતી ચિતાની પાસે પહોંચે છે. વીડિયોમાં તે કેટલાક મંત્ર બોલ્યા બાદ તલવાર ચિતાની અંદર નાખે છે અને કથિતપણે માંસના ટુકડા કાઢતા દેખાય છે. તેના પછી તે તેને કાચું ખાય છે. આ દરમિયાન કહે છે કે આ માણસને ખાશે, જય ભવાની. બાદમાં સળગતી ચિતા સાથે છેડછાડ કરતા દેખાય છે. તેના પછી તે તેને ખાય છે અને કહે છે કે તમારા જીવન સાથે પણ રમીશ. મોટામોટા તાંત્રિકોને મારી નાખ્યા બચીને રહેજો. ચિતામાંથી રાખ લગાવી, ભૂતપ્રેત સાથે રમવું આ અમારું કામ છે, કોઈના વશની વાત નથી, માણસને ગરમ ગરમ ખાવો તમે વિચારી લો હું શું કરી શકું છું.
કાલીએ આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ digambarladyaghorinagasadhvi પર શેયર કર્યા છે. વીડિયોમાં તે કથિત માંસને ગરમ અને સ્વાદિષ્ટ બનાવે છે. તેની સાથે લોકોને તેમનાથી બચીને રહેવાની ચેતવણી આપે છે.
વીડિયો વાયરલ થયા બાદ મહામંડલેશ્વર શેલેશનંદ મહારાજે આના પર વાંધો વ્યક્ત કર્યો છે. તેમણે ક્હ્યુ છે કે અઘોરની પોતાની મર્યાદાઓ છે, આ ક્રિયાઓને ગુપ્ત રાખવી તેમના માટે જરૂરી છે, તેને જાહેર કરી શકાય નહીં. જે પણ સાધક આને જાહેર કરે છે, તે કાલનેમિ સાધક કહેવાય છે, તે પદભ્રષ્ટ સાધક હોઈ શકે છે. પહેલા પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે, જે કોઈ ચેનલના માધ્યમથી જાહેર કરવામાં આવી. પરંતુ સાધુસંતોના વાંધા બાદ કોઈ બ્લર અને ગોપનીય કરવામમાં આવ્યું.
મહામંડલેશ્વર શેલેશનંદે આરોપ લગાવ્યો છે કે આ પ્રકારના વીડિયો બનાવીને સોશયલ મીડિયા પર પ્રસારીત કરીને ક્યાંકને ક્યાંક હિંદુ વૈદિક ધર્મનું અપમન કરી રહ્યા છે. તે ક્યાંકને ક્યાંક પોતાની વ્યાપારીક અને અંગત પ્રતિષ્ટાની વૃદ્ધિ માટે આવા વીડિયો બનાવી રહ્યા છે, આ પ્રકાર અંગત પ્રતિષ્ઠા અને પ્રચાર માટે આ પ્રકારની ગતિવિદિઓનું પ્રસારણ વૈદિક પરંપરાને અનુરૂપ નથી. આધુનિક સમાજમાં માનવ માંસ ખાવા જેવી ગતિવિધિઓને નરપિશાચી પ્રવૃત્તિ તરીકે જોવામાં આવે છે.
અઘોરી અખાડના પીઠાધીશ્વર અને રાષ્ટ્રીય અધ્યક્ષ ખડેશ્વરી અઘોરી બાબા વિષ્ણુનાથે મામલાની પોલીસ ફરિયાદ કરી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે વીડિયોમાં મહિલા સળગતી ચિતાની બેહદ નજીક ધારદાર હથિયારથી ચિતાની સામગ્રી અને કથિત માનવ અવશેષોની સાથે છેડછાડ કરતી દેખાય રહી છે. ફરિયાદકર્તાએ કહ્યુ છે કે જો વીડિયોમાં જોવા મળતી સામગ્રી વાસ્તવિક માનવના મૃતદેહના અવશેષ છે અને તેની સાથે છેડછાડ કરવામાં આવી છે, તો આ ભારતીય ન્યાય સંહિતાની કલમ-301 હેઠળ અપરાધ હોઈ શકે છે.