72 કલાકમાં નેપાળ બોર્ડર પરનું સરોવર તૂટવાની શક્યતા, 50 લાખ ક્યૂબિક મીટર પાણીથી તબાહીનો ખતરો
બુધવાર સવારે તિબેટ ઓટોનોમસ રીઝનના ગ્યીરોંગ ટાઉનશિપમાં અચાનક પુર આવી ગયું હતું. આ પુરે ચીન-નેપાળ બોર્ડરની પાસે ગામો અને કસબાઓને પોતાની ઝપેટમાં લીધા, જેનાથી તિબેટમાં ત્રણ અને નેપાળમાં અત્યાર સુધીમાં કુલ 332 લોકોના મોત નીપજ્યા અને સેંકડો લોકો લાપતા થઈ ગયા છે
નેપાળમાં ભોટોકોશી નદીમાં અચાનક પુર આવ્યું અને તબાહી મચી. પણ હજી સુધી ખતરો ટળ્યો નથી. ગુરુવારે ચીન તરફથી આને લઈને એલર્ટ મોકલાયું છે. કાઠમંડૂ પોસ્ટ પ્રમાણે, ચીનના જળ સંસાધન મંત્રાલયે કહ્યું છે કે નેપાળમાં છોછેન ખોલા અને પુરેપૂ ત્સાંગપો નદીઓના સંગમ પાસે એક મોટું બોરિયર લેક બન્યું છે, તેની જળ આયાત ગુરુવાર સવાર સુધી 209 લાખ ઘન મીટર અનુમાનિત છે અને સરોવર પહેલા જ ઓવરફ્લો થઈ રહ્યું છે. આગામી ત્રણ દિવસોમાં વધુ 30 લાખ ઘન મીટર પાણી આવવાનું અનુમાન છે, તેનાથી સરોવરના ફાટવાનો ખતરો ઘણો વધારે બનેલો છે.
ચીનનું જળ મંત્રાલય સરોવારમાં થઈ રહેલા બદલાવો પર ઝીણવટભરી નજર રાખી રહ્યા છે અને સંભવિતપણે બંધ તૂટવાની સ્થિતિનો સામનો કરવા અને ઈમરજન્સી બચાવ કાર્યોમાં મદદ માટે પુર સાથે જોડાયેલા સિમુલેશન અને વિશ્લેષણ કરી રહ્યા છે. જો દુર્ભાગ્યે આ સરોવર અચાનકથી ફાટયું છે, તો અસરની માત્ર કલ્પના જ કરી શકાય છે.
26 ઓગસ્ટે તિબેટ ક્ષેત્રમાં ગ્લેશિયર ધ્વસ્ત થવાથી લ્હેંડે નદી બ્લોક થઈ અને તેના તૂટવાથી પુર આવ્યું. આ કારણથી તિબેટના ગ્યીરોંગ પોર્ટ લેન્ડસ્લાઈડ અને ફ્લેશ ફ્લડની ઝપટમાં આવી ગયા. તેના પછી ભયાનક તબાહી થઈ.
આ લેક નેપાળના છોચેન ખોલા અને પુરેપુ સાંગપો નદીઓના સંગમ પાસે એએક બેરિયર લેક બની ગયું છે. આ નદીઓ તિબેટથી નીકળીને નેપાળમાં ત્રિશુલી-ભોટોકોશી રિવર સિસ્ટમનો ભાગ બને છે. આ ક્ષેત્ર ચીન-નેપાળ સીમાની નજીક અને ગ્યીરોંગ પોર્ટથી ઉપરની તરફ છે.
અહીં ગુરુવારે સવારે લેકમાં લગભઘ 20 લાખ ઘન મીટર પાણી જમા થઈ ચુક્યું હતું. લેક પહેલેથી ઓવરફ્લો છે. આગામી 3 દિવસોથીમાં વધુ લગભગ 30 લાખ ઘન મીટર પાણી આવવાનું અનુમાન છે. આ પ્રકારે ત્યાં 50 લાખ ક્યૂબિક મીટર પાણી જમા થવાનું અનુમાન છે. આનાથી કુદરતી બાંધના ફાટવાનો મોટો ખતરો છે. જો તે નેચલ બંધ તૂટે છે , તો અચાનક પુર આવી શકે છે અને નીચેની તફ એટલે કે ગ્યીરોંગ પોર્ટ અને નેપાળ તરફથી ભયાનક તબાહી લાવી શકે છે.
ગ્લોબલ ટાઈમ્સના રિપોર્ટ મુજબ, ચીનના જળ સંસાધન મંત્રાલયે આને લઈને એક જરૂરી ચેતવણી જાહેર કરી છે અને એલર્ટ ઘોષિત કર્યું છે.
હાઈડ્રોજિયોલોજિસ્ટનું અનુમાન છે કે ગુરુવાર સવાર સુધી આ લેકમાં પાણીનું પ્રમાણ 2 મિલિયન ક્યૂબિક મીટર પહોંચી ગયું હતું અને આગામી ત્રણ દિવસમાં આ કુદરતી બંધમાં વધુ 3 મિલિયન ક્યૂબિક મીટર પાણી આવવાનું અનુમાન છે.
ચાઈના સેન્ટ્રલ ટેલિવિઝને કહ્યું છે કે ચીની અધિકારી પુર સાથે જોડાયેલું રિયલ ટાઈમ સિમુલેશન કરી રહ્યા છે, જેથી ઈમરજન્સી બચાવ કાર્યોમાં મદદ મળી શકે અને નદીના વહેણની દિશામાં લેકનું અચાનક તૂટવાથી થનારા ખતરાને ઘટાડી શકાય.
ચીનના વડાપ્રધાન લી કિયાંગે ગુરુવારે તિબેટમાં નેપાળ બોર્ડર પોસ્ટ પાસે ગિરોંગ ટાઉનશિપની મુલાકાત લીધી. અહીં જબરદસ્ત પુરના કારણે ભારે નુકશાન થયું હતું અને 360 લોકો લાપતા થવાની ખબર હતી.
બુધવાર સવારે તિબેટ ઓટોનોમસ રીઝનના ગ્યીરોંગ ટાઉનશિપમાં અચાનક પુર આવી ગયું હતું. આ પુરે ચીન-નેપાળ બોર્ડરની પાસે ગામો અને કસબાઓને પોતાની ઝપેટમાં લીધા, જેનાથી તિબેટમાં ત્રણ અને નેપાળમાં અત્યાર સુધીમાં કુલ 332 લોકોના મોત નીપજ્યા અને સેંકડો લોકો લાપતા થઈ ગયા છે.
સરકારી સમાચર એજન્સી શિન્હુઆના રિપોર્ટ મુજબ, લીએ સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓની એક ટીમ સાથે આફતગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી.
અધિકારી બચાવ અને રાહત કાર્યોની દેખરેખ કરશે અને આફતથી પ્રભાવિત લોકોને મળશે. પીપલ્સ લિબરેશન આર્મીના વેસ્ટર્ન થિયેટર કમાન્ડના એક ડાયરેક્ટિંગ ગ્રુપ જે તિબેટમાં ભારત -ચીન બોર્ડરની દેખરેખ કરે છે, તેને ગુરુવારે પ્રભાવિત વિસ્તારોમાં મોકલવામાં આવ્યું. તેનો ઉદેશ્ય ગ્યીરોંગ કાઉન્ટીમાં સેનાના જવાનો દ્વારા થઈ રહેલા સંયુક્ત બચાવ કાર્યોમાં તાલમેલ બેસાડવાનો હતો. આ દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા 332 સુધી પહોંચ્યો છે અને 1500થી વધુ લાપતા પણ છે.