સરદાર સરોવર નર્મદા ડેમ 68.93% ભરાયો, રાજ્યના 14 ડેમો 100% ભરાયા, 21 હાઈ એલર્ટ પર
જ્યારે અન્ય 206 જળાશયોમાં 44.82 ટકા જેટલો પાણી સંગ્રહ થયો છે. આ સાથે ભારે વરસાદની શક્યતાઓને જોતા 21 ડેમોને હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા છે. ગુજરાતમાં 25 ડેમો 70થી 100 ટકા, 27 ડેમો 50થી 70 ટકા અને 53 ડેમો 50 ટકા જેટલા ભરાઈ ચુક્યા છે. રાજ્યના 4 ડેમો એલર્ટ પર અને 14 ડેમો વોર્નિંગ પર છે.
ગુજરાતમાં ધોધમાર વરસાદને કારણે એક તરફ દક્ષિણ ગુજરાત, અમદાવાદ, વડોદરા, સૂરત જેવા શહેરોમાં જનજીવનને અસર પહોંચી છે. તો બીજી તરફ સિંચાઈના પાણીને લઈને ઘણી મોટી રાહતના સમાચાર છે. રાજ્યની જીવાદારો ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવકને કારણે તે 68.93 ટકા જેટલો ભરાયો છે. રાજ્યના અન્ય 14 ડેમો એવા છે કે જે 100 ટકા ભરાઈ ચુક્યા છે.
જ્યારે અન્ય 206 જળાશયોમાં 44.82 ટકા જેટલો પાણી સંગ્રહ થયો છે. આ સાથે ભારે વરસાદની શક્યતાઓને જોતા 21 ડેમોને હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા છે. ગુજરાતમાં 25 ડેમો 70થી 100 ટકા, 27 ડેમો 50થી 70 ટકા અને 53 ડેમો 50 ટકા જેટલા ભરાઈ ચુક્યા છે. રાજ્યના 4 ડેમો એલર્ટ પર અને 14 ડેમો વોર્નિંગ પર છે.
પાણીની તંગીનો સામનો કરનારા સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણનો ધોળીધજા, ચુડાનો વાંસલ, અમરેલીના રાજુલાનો ધાતરવાડી, સાવરકુંડલાનો સુરજવાડી ડેમ 100 ટકા ભરાયા છે. ભાવનગરના મહુઆનો રોજકી અને પાલિતાણાનો શેત્રુંજી ડેમ પણ પુરેપુરો ભરાઈ ચુક્યો છે. કચ્છના રાપરનો ફતેહગઢ, મોરબીનો મચ્છુ-2 ડેમ છલોછલ છે. દક્ષિણ ગુજરાતમાં ભરૂચના ઝઘડિયાનો ધોળી, નવસારીન વાંસદાનો જૂથ અને કેલિયા, સુરતના માંડવીનો લખીગામ અને તાપીના સોનગઢનો ડોસવડા ડેમ 100 ટકા ભરાઈ ચુક્યો છે. જ્યારે મધ્ય ગુજરાતમાં મહીસાગરના બાલાસિનોરનો વણાંકબોરી ડેમ પણ પુરોપુરો ભરાઈ ચુક્યો છે.
જ્યારે ભાવનગરના ઉમરાળાના રંઘોળા, અમરેલીના ધારીના ખોડીયાર અને ખાંભાનો રાયડી, બોટાદના બરવાળાનો ખાંભડા, અમરેલીના રાજુલાનો ધાતરવાડી-2 તથા ભરૂચના નેત્રંગનો બલદેવા ડેમ હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. એલર્ટ અને વોર્નિંગ પર હોય તેવા ડેમોમાં ભાદર-2, માલણ, રાવલ, લાલપરી, ખારો, શેલ-દેદુમલ, વેણુ-2, સુખી, બાંટવા-ખારો, સારણ, આજી-2, પિંગળી, હાનોલ, કાલાઘોઘા, કાળુભાર, ઉમરીયા, કનિયાદનો સમાવેશ થાય છે.
રાજ્યમાં સિઝનનો 52 ટકા વરસાદ વરસી ચુક્યો છે. જેમાં સૌથી વધુ નવસારીમાં 96.66 ટકા, વલસાડમાં 92.82 ટકા, ડાંગમાં 71.35 ટકા, સુરતમાં 81.07 ટકા, તાપીમાં 62.55 ટકા, ખેડામાં 57.71 ટકા, અમદાવાદમાં 67.82 ટકા, ભરૂચમાં 57.57 ટકા, અમરેલીમાં 62.29 ટકા, આણંદમાં 53.1 ટકા અને વાવ થરાદમાં 53.58 ટકા વરસાદ વરસ્યો છે.