"વિશ્વમાં ભારત માટે નવો ભરોસો પેદા થયો": મુંબઈ ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં PM મોદીએ હેટ્રિકની કરી વાત
પીએમ મોદીએ કહ્યુ કે જ્યારે ભારત 7.8 ટકાના વિકાસદરથી આગળ વધ્યું છે, તો આનાથી દુનિયામાં એક નવો ભરોસો પેદા થયો છે. હું હું તમારા સૌના ચહેરા પર પણ આ વધતો ભરોસો સ્પષ્ટ જોઈ શકું છું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટના સાતમા સંસ્કરણનું ઉદ્ઘાટન કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્લોબલ ફિનટેક ફેસ્ટ (GFF) 2026માં એક્ઝિબિટર્સ સાથે વાતચીતમાં કહ્યુ કે ફિનટેકની આ ઊર્જાની વચ્ચે, હાલના દિવસોમાં મુંબઈની સાંસ્કૃતિક ઊર્જા પણ ચરમ પર છે. કેટલાક દિવસોમાં મહારાષ્ટ્ર અને આખા ભારતમાં ગણેશોત્સવ શરૂ થવાનો છે. અહીં દરેક શુભ કામથી પહેલા ભગવાન ગણેશને યાદ કરવામાં આવે છે. હું ગણપતિ બપ્પાને નમન કરું છું અને ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 માટે તમને સૌને શુભેચ્છાઓ આપું છું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026માં એક્ઝિબિટર્સ સાથે વાતચીત કરી અને કહ્યુ કે હું ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં દેશવિદેશથી આવેલા તમામ અતિથિઓ અને ડેલિગેટ્સને અભિનંદન આપું છું. મને ખુશી છે કે આજે અહીં વધુ એક હેટ્રિક લાગી છે. એક હેટ્રિક 2024માં ત્રીવાર સરકાર બનાવવાની સાથે લાગી હતી અને આ હેટ્રિક આપ સૌની વચ્ચે આવવા સાથે જોડાયેલી છે. ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં આ મારું સતત ત્રીજું વર્ષ છે. આ હેટ્રિક દર્શાવે છે કે વિકસિત ભારત માટે તમે કેટલા મહત્ત્વપૂર્ણ છો અને તમારું કામ કેટલું મહત્ત્વનું છે. દરેક વખતે જ્યારે હું અહીં આવું છું, તો પહેલેથી જ વધારે યુવા લોકોને જોવું છું. મને પહેલેથી જ વધારે ઊર્જા મહેસૂસ થાય છે. હું સંભાવનાઓની મર્યાદા વધતી હોવાનું જોવું છું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે આપ સૌ સારી રીતે જાણો છો કે દુનિયાની સ્થિતિ શું છે. દુનિયા ટકરાવ અને અનિશ્ચિતતાના તબક્કામાંથી પસાર થઈ રહી છે. એનર્જી અને કમોડિટીની સપ્લાઈ ચેન પર દબાણ છે અને આ સ્થિતિ ઘણાં મહિનાઓથી બનેલી છે. એપ્રિલથી જૂનનો ત્રિમાસિક સમયગાળો સૌથી મુશ્કેલ રહ્યો. આ પરિસ્થિતિ પણ જ્યારે ભારત 7.8 ટકાના વિકાસદરથી આગળ વધ્યું છે, તો આનાથી દુનિયામાં એક નવો ભરોસો પેદા થયો છે. હું હું તમારા સૌના ચહેરા પર પણ આ વધતો ભરોસો સ્પષ્ટ જોઈ શકું છું. ભારતમાં આ વધતા ભરોસાનું એક ઉદાહરણ આપણું સોવરેન રેટિંગ છે. તાજેતરમાં જાપાનની એક ક્રેડિટ રેટિંગ એજન્સીએ ભારતની સોવરેન રેટિંગને એ કેટેગરીમાં અપગ્રેડ કર્યું છે. રેટિંગનું અપગ્રેડ થવું નિશ્ચિતપણે ખુશીની વાત છે.