ઝારખંડ વિધાનસભા પરિસરમાં ઘૂસ્યા છાત્ર આંદોલનકારીઓ, તમામ જિલ્લાની પોલીસને રાંચી પહોંચવા નિર્દેશ
વિધાનસભા ઘેરાવ માર્ચ દરમિયાન છાત્ર નેતા દેવેન્દ્રનાથ મહતોએ ક્હ્યુ કે જ્યારે સરકારે અણિયારા બેરિકેડ લગાવ્યા, તો તબિયત ઠીક નહીં હોવા છતાં હું ખુદને રોકી શક્યો નહીં. શું આ પાકિસ્તાન, બાંગ્લાદેશ અથવા ચીનની બોર્ડર છે? આ છાત્ર છે.
ઝારખંડ લોકસેવા કમિશન (JPSC) અને ઝારખંડ કર્મચારી પસંદગી કમિશન (JSSC) ની નિયુક્તિની પરીક્ષાઓમાં અનિયમિતતા સામે છાત્રોના આંદોલનનો આજે 17મો દિવસ છે. છાત્ર અને સરકારના ડેલિગેશન વચ્ચે રવિવારે ત્રીજા રાઉન્ડની વાતચીત પરિણામ વગર સમાપ્ત થઈ હતી. વાટાઘાટો દરમિયાન છાત્રોની બે મોટી માગણી પર સંમતિ બની નહીં, તેના કારણે આજે છાત્રોએ વિધાનસભા ઘેરાવ માટે કૂચ કરી છે. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે જેપીએસસીના પૂર્વ ચેરમેન એલ. ખિયાંગ્તેની સીઆઈડીએ ધરપકડ કરી છે.
છાત્ર આંદોલનકારીઓ ઝારખંડ વિધાનસભા પરિસરમાં ઘૂસ્યાના અહેવાલ છે. આ દેખાવકારો વિધાનસભા પરિસરના ગેટ નંબર-1 પર એકઠા થયા છે અને દેખાવો ચાલુ છે. છાત્રોની મોટી સંખ્યાને જોતા વિધાનસભાની સુરક્ષા વધારી દેવાઈ છે. તેની સાથે તમામ જિલ્લાઓની પોલીસને ઝારખંડના પાટનગર રાંચી પહોંચવાના નિર્દેશ પણ અપાયા છે.
ઝારખંડ વિધાનસભા તરફ જ્યારે દેખાવકારો આગળ વધી રહ્યા હતા, ત્યારે પોલીસે ટિયરગેસના સેલનો ઉપયોગ કર્યો છે. તેના પછી છાત્ર ફરીથી એકઠા થયા હતા અને પોલીસનો વિરોધ શરૂ કર્યો હતો.
છાત્ર દેખાવકારોની વિધાનસભા ઘેરાવ માર્ચ દરમિયાન જ્યારે પોલીસના લાઠીચાર્જ અને દેખાવકારો દ્વારા ચંપલ-બોટલો ફેંકવામાં આવી હતી, તેની સામે નારાજગી વ્યક્ત કરતા છાત્ર નેતા રવિન્દ્ર પાસવાને કહ્યુ કે અમે શાંતિપૂર્ણ છીએ. છાત્ર પોતાની માગણીઓ પર અડગ છે. કેટલાક અસામાજિક તત્ત્વ દેખાવને બીજી દિશામાં લઈ જવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ અમે છાત્ર અમારી માગનું સમર્થન કરી રહ્યા છીએ. અમે પ્રશાસનને અપીલ કરીએ છીએ કે આવા અસામાજિક તત્વોની ઓળખ કરો, અમારા સ્વયંસેવક પણ તેમની ઓળખ કરવાની કોશિશ કરી રહ્યા છે. સીસીટીવી ફૂટેજ અને વીડિયો કેમેરાની તપાસ કરવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે. અમે તમામ છાત્રોને અપીલ કરીએ છીએ કે જો તેમને પોતાની વચ્ચે કોઈ અસામાજિક તત્ત્વ દેખાય તો તે અમારા સ્વયંસેવકો સાથે સંપર્ક કરો. અમે આ વિરોધ પ્રદર્શનને શાંતિપૂર્ણ અને બંધારણીય રીતે અંત સુધી લઈ જઈશું. હું રાજ્ય સરકારને પણ વિનમ્ર અપીલ કરું છું કે આ એક ઐતિહાસિક દેખાવો થવા જઈ રહ્યા છે. સાંજ સુધી ભીડ વધશે. સરકારે આને ગંભીરતાથી લેવું પડશે અને આજે જ કોઈ નિર્ણય લેવો પડશે.
આજે સોમવારે જ્યારે દેખાવોના 17મા દિવસે ઝારખંડના પાટનગર રાંચી ખાતે નોકરીના હજારો ઉમેદવાર ઝારખંડ વિધાનસભા તરફ માર્ચ કરી રહ્યા હતા, ત્યારે તેઓ બેરિકેડ્સને હટાવતા આગળ વધવા લાગ્યા હતા. જેને કારણે પોલીસે વોટરકેનનનો ઉપયોગ કર્યો હતો. આ સિવાય પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો.
જ્યારે પોલીસે અંતિમ બેરિકેડ્સ તોડી રહેલા છાત્રોને રોકવા લાઠીચાર્જ કર્યો, તો તેમાં થયેલા જોડાં-ચંપલ અને બોટલો ફેંકવાની ઘટનામાં એક પોલીસકર્મીને માથામાં ઈજા પહોંચી હતી.
6 દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા કુશ મહતો પણ એમ્બ્યુલન્સમાં સવાર થઈને વિધાનસભા તરફ જવા માટે માર્ચમાં સામેલ થયા હતા.
મહત્ત્વપૂર્ણ છે કે વિધાનસભા ઘેરાવ માર્ચ દરમિયાન છાત્ર નેતા દેવેન્દ્રનાથ મહતોએ ક્હ્યુ કે જ્યારે સરકારે અણિયારા બેરિકેડ લગાવ્યા, તો તબિયત ઠીક નહીં હોવા છતાં હું ખુદને રોકી શક્યો નહીં. શું આ પાકિસ્તાન, બાંગ્લાદેશ અથવા ચીનની બોર્ડર છે? આ છાત્ર છે.