કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા, લશ્કરે તૈયબાનો આતંકી કમાન્ડર યાસિર ઠાર
આના પહેલા જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાં શુક્રવારે સેના અને અન્ય સુરક્ષાદળો સાથેના એન્કાઉન્ટરમાં એક પાકિસ્તાની શકમંદ આતંકીને ઠાર કરવામાં આવ્યો હતો
કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરના યૂસમર્ગ વિસ્તારમાં શનિવારે સંયુક્ત સુરક્ષાદળોની સાથેના એન્કાઉન્ટરમાં પાકિસ્તાની આતંકી સંગઠન લશ્કરે તૈયબાના કમાન્ડર યાસિરને ઠાર કરવામાં આવ્યો છે. સૂત્રો મુજબ, યાસિર પહેલા લશ્કરે તૈયબાના બડે સુલેમાન મૂસા ગ્રુપનો ભાગ હતો. પરંતુ લગભગ એક વર્ષ પહેલા તે ગ્રુપથી અલગ થયો હતો.
તેના પછી યાસિર અલગ અલગ રીતે કામ કરી રહ્યો હતો અને યૂસમર્ગ વિસ્તારમાં લશ્કરે તૈયબાના એક મુખ્ય કમાન્ડર તરીકે સક્રિય હતો. સુરક્ષાદળ લાંબા સમયથી તેની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા હતા.
શનિવારે યૂસમર્ગમાં સુરક્ષાદળો અને યાસિર વચ્ચે આમનો-સામનો થયો. તેના પછી અથડામણ શરૂ થઈ અને કાર્યવાહીમાં સુરક્ષાદળોએ યાસિરને ઠાર કર્યો.
યૂસમર્ગમાં થયેલું આ એન્કાઉન્ટર જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલા આતંકવાદ વિરોધી અભિયાનોનો ભાગ છે. હવે સુરક્ષા એજન્સીઓ યાસિરના નેટવર્ક, લશ્કરના અન્ય આતંકીઓ સાથે તેના સંપર્ક અને હાલની કોઈ આતંકી ગતિવિધિની યોજના બનાવવા અથવા તેને અંજામ આપવામાં તેની ભૂમિકાની તપાસ કરી રહી છે.
આના પહેલા જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાં શુક્રવારે સેના અને અન્ય સુરક્ષાદળો સાથેના એન્કાઉન્ટરમાં એક પાકિસ્તાની શકમંદ આતંકીને ઠાર કરવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં અન્ય એક શકમંદ આતંકી છૂપાયેલો હોવાની આશંકા હતી. તેને લઈને સર્ચ ઓપરેશન ચાલુ હતું. આ ઓપરેશન સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફએ સંયુક્તપણે હાથ ધર્યું હતું.
અધિકારીઓ મુજબ, સેનાએ પુંછના અશદર ગલીથી યૂસમર્ગ થઈને પુલવામાના પાખેરપોરા તરફ વધી રહેલા શકમંદ આતંકીઓના એક જૂથની ગતિવિધિઓને ટ્રેક કરી હતી. સેનાએ પીર પંજાલ પર્વત શ્રૃંખલાના ઊંચાઈ વાળા પહાડી માર્ગોથી પસાર થઈ રહેલા આ ગ્રુપની ગતિવિધિઓ પર નજર રાખી હતી. તેના પછી 1 સપ્ટેમ્બરે વિસ્તારની ઘેરાબંધી કરી હતી. 3 સપ્ટેમ્બરે અશદર ગલીમાં સુરક્ષાદળો અને આતંકીઓનો આમનો-સામનો થયો હતો.