ગુજરાતમાં 17 માસથી વાઘની હાજરી, વન વિભાગે પણ કરી પુષ્ટિ
ગુજરાતમાં દાયકાઓ પહેલા વાઘ લુપ્ત થઈ ગયા હતા. પરંતુ હવે વાઘના ગુજરાતના જંગલોમાં આગમનથી વન્યજીવ પ્રેમીઓમાં આનંદની લાગણી છવાઈ છે.
ગુજરાતના છોટાઉદેપુર અને દાહોદ જિલ્લાના સરહદી જંગલ વિસ્તારોમાં વઘાની હાજરી હોવાની વન વિભાગ દ્વારા સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. છોટાઉદેપુર-દાહોદના જંગલમાં 17 માસથી વાઘની હાજરી જોવા મળી છે અને વન વિભાગ તેની દરેક હિલચાલ પર નજર રાખી રહ્યું છે.
ગુજરાતમાં દાયકાઓ પહેલા વાઘ લુપ્ત થઈ ગયા હતા. પરંતુ હવે વાઘના ગુજરાતના જંગલોમાં આગમનથી વન્યજીવ પ્રેમીઓમાં આનંદની લાગણી છવાઈ છે.
અંદાજે 17 માસથી નર વાઘ દાહોદથી છોટા ઉદેપુર સુધીના આશે 120 કિલોમીટરના વિસ્તારના જંગલમાં અવરજવર કરી રહ્યો હોવાનું વન વિભાગના મોનિટરિંગમાં સામે આવ્યું છે.
મીડિયા અહેવાલ મુજબ, ઝોઝ, રતનમહાલ, કેવડી, કુંડલ સહીતના જંગલ વિસ્તારોમાં વાઘની હિલચાલ નોંધાતા સતત નજર રખાઈ રહી છે. આના પહેલા 22 એપ્રિલ, 2025ના રોજ રતનમહાલ અભ્યારણ્ય વિસ્તારમાં વાઘ જોવા મળ્યો હતો અને તેના પછી તેના પગલા તથા અન્ય પુરાવાઓથી તેની હાજરીની પુષ્ટિ કરવામાં આવી હતી.
વન વિભાગે સરહદી ગામોના લોકોને જંગલ વિસ્તારમાં બિનજરૂરી અવરજવર ટાળવા, ની તેમજ કેવડી વિસ્તાર માં વાહનો ની સ્પીડ ઘટાડવા જેવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.