PM મોદીના દિમાગી નક્સલવાળા નિવેદન પર હંગામો, કૉંગ્રેસે કહ્યું - તેમની પાસે 'માસ્ટર અબ્યુઝર'ની ડિગ્રી
કોંગ્રેસના નેતા જયરામ રમેશે એક્સ હેન્ડલ પર લખ્યું છે કે પહેલા તેઓ પોતાના વિરોધીઓને અર્બન નક્સલ કહેતા હતા. હવે તેમને દિમાગી નક્સલ કહી રહ્યા છે. આ તેમની હતાશાનો સ્પષ્ટ સંકેત છે
વડાપ્રધાન નરેન્દ્ર મમોદીએ 80મા સ્વતંત્રતા દિવસે પોતાના સંબોધનમાં દિમાગી નક્સલ ટીપ્પણી અને મહિલા અનામતને લઈને વિપક્ષી દળોને નિશાને લીધા હતા. વિપક્ષે કહ્યુ કે વડાપ્રધાને સ્વતંત્રતા દિવસના મંચનો ઉપયોગ રાજનીતિ માટે કરવો જોઈતો ન હતો. તો ભાજપના નેતાઓએ વડાપ્રધાન મોદીના સંબોધનને વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવાનો રોડમેપ ગણાવ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સતત 13મા સ્વતંત્રતા દિનના ભાષણમાં રાજકીય પક્ષોને મતભેદોથી ઉપર ઉઠીને વિધાનસભાઓ અને સંસદમાં મહિલાઓને 33 ટકા અનામત આપવાનું સુનિશ્ચિત કરવાની અપીલ કરી છે. તેની સાથે જ તેમણે યુવાઓને વિકસિત ભારત બનાવવામાં આગળ આવવાનું આહ્વાન કર્યું અને દિમાગી નક્સલીઓની ચુંગલમાં નહીં ફસાવવાની ચેતવણી આપી છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કોંગ્રેસના કામોનો શ્રેય લેવાનો આરોપ લગાવ્યો છે. તો કોંગ્રેસના નેતા જયરામ રમેશે એક્સ હેન્ડલ પર લખ્યું છે કે પહેલા તેઓ પોતાના વિરોધીઓને અર્બન નક્સલ કહેતા હતા. હવે તેમને દિમાગી નક્સલ કહી રહ્યા છે. આ તેમની હતાશાનો સ્પષ્ટ સંકેત છે. અલગ વાત છે કે તે આકરમાં તે જ કરે છે, જેની આ તથાકથિત અર્બન નક્સલ અથવા હવે દિમાગી નક્સલ માગણી કરે છે અથવા તરફદારી કરે છે. આમ જ નથી વડાપ્રધાન પાસે એન્ટાયર પોલિટિકલ સાયન્સમાં માસ્ટર એબ્યુઝરની એમએ ડિગ્રી.
મહિલા અનામતને લઈને પીએમ મોદીની અપીલને જયરામ રમેશે બેઈમાની ગણાવીને કહ્યુ છે કે સપ્ટેમ્બર 2023માં નારી શક્તિ વંદન અધિનિયમ સર્વસંમતિથી પારીત થયો હતો. પરંતુ ભાજપની સરકારને કારણે તે 2024ની ચૂંટણીમાં લાગુ કરવામાં આવ્યો નહીં.
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યુ છે કે લાલ કિલ્લા પરથી જૂઠ્ઠું બોલવું જોઈએ નહીં અને કેન્દ્રએ 2027માં યુપી વિધાનસભા ચૂંટણીમાં મહિલા અનામત લાગુ કરવું જોઈએ.
સીપીએમના મહાસચિવ એમ. એ. બેબીએ દિમાગી નક્સલ-ટીપ્પણીને ગંભીર આરોપ ગણાવ્યો અને કહ્યુ કે મહિલા અનામતને ડિલિમિટેશન સાથે જોડવાના સ્થાને હાલની બેઠકો પર લાગુ કરવું જોઈએ. સીપીઆઈના મહાસચિવ ડી. રાજાએ કહ્યુ કે વડાપ્રધાને સ્વતંત્રતા દિવસ જેવા રાષ્ટ્રીય અવસર પર પણ અસંમતિ દર્શાવનારાઓને નિશાન બનાવ્યા. તો ટીએમસીના નેતા સાકેત ગોખલેએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સ્વતંત્રતા દિવસે મંચ પરથી ટીકાકારોને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો છે.
મહિલા અનામત કાયદા હેઠળ લોકસભા, રાજ્ય વિધાનસભાઓ અને દિલ્હી વિધાનસભાની એક તૃતિયાંશ બેઠકો મહિલાઓ માટે અનામત કરવાની જગોવાઈ છે. વિફક્ષી દળ આને ડિલિમિટેશનની રાહ જોયા વગર લાગુ કરવાની માગણી કરી રહ્યા છે. બીજી તરફ ભાજપના નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધનને દેશના વિકાસ, આત્મનિર્ભરતા અને યુવાઓને સશક્ત બનાવવાની દિશામાં સ્પષ્ટ સંદેશ ગણાવ્યો છે.