"ભેંસના માંસે" ભારતને અપાવ્યા 5 અબજ ડોલર, રશિયાથી ઈજીપ્ત સુધી કેરાબીફ પહોંચાડયું
રિપોર્ટમાં એક્સપોર્ટ્સ એસોસિએશનને ટાંકીને કહેવામાં આવ્યું છે કે પહેલા ભારતીય બફેલો મીટ અને બ્રાઝિલિયન બીફ વચ્ચે કિંમતનું અંતર લગભગ 2000 ડોલર એટલે કે 1 લાખ 91 હજાર રૂપિયા પ્રતિ ટન હતું, જે હવે ઘટીને 500-700 ડોલર એટલે કે 47થી 67 હજાર રૂપિયા પ્રતિ ટન રહી ગયું છે
વૈશ્વિક બજારમાં કેરાબીફ (carabeef) તરીકે જાણીતું ભેંસનું માંસ 2025-26ના વર્ષમાં ભારતમાંથી ખૂબ મોટા પ્રમાણમાં એક્સપોર્ટ થયું છે. રિપોર્ટ મુજબ, વાર્ષિક આધારે જોઈએ તો તેમાં 25.6 ટકાનો વધારો થયો છે. 2025-26માં ભારતમાંથી ભેંસના માસની નિકાસ લગભગ 5.1 અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે.
2024-25ના APEDAના આંકડા પ્રમાણે, ભારતે 12.55 લાખ ટન ભેંસના માંસમાંથી બનેલા ઉત્પાદનોની નિકાસ કરી હતી. જેની કિંમત 4.06 અબજ ડોલર એટલે કે અંદાજે 38,865 કરોડ રૂપિયા રહી. APEDA મુજબ, ભેંસનું માંસ એકલા ભારતના પશુ ઉત્પાદોની નિકાસના લગભગ 79.4 ટકા હતું. આ કહાની માત્ર માંસના વધારે કન્ટેનર વિદેશમાં મોકલવાની નથી. પરંતુ અસલી બદલાવ તેની કિંમતોમાં પણ જોવા મળી રહ્યો છે.
2026-27ની શરૂઆતમાં પણ આ સેક્ટરના મજબૂત સંકેત મળ્યા છે. ઉપલબ્ધ આંકડા મુજબ, એપ્રિલ-જૂન 2026 દરમિયાન ભેંસના માંસની નિકાસ લગભગ 1.5 અબજ ડોલર એટલે કે અંદાજે 14.36 હજાર કરોડ રૂપિયાની રહી હતી. જ્યારે એપ્રિલ-જૂન 2025માં આ આંકડો 896.8 મિલિયન ડોલર એટલે કે લગભગ 8.5 હજાર કરોડ રૂપિયા હતો. એટલે કે લગભગ 66 ટકાની છલાંગ જોવા મળી છે.
કોમર્સ મિનિસ્ટ્રીના એક અધિકારીને ટાંકીને રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત પહેલવીવાર 5 અબજ ડોલર અંદાજે 47.86 હજાર કરોડ રૂપિયાના સ્તરને પાર કરી ચુક્યું છે અને હાલની રફ્તાર જળવાયેલી રહેશે તો 2026-27માં બફેલો મીટર એક્સપોર્ટ 6 અબજ ડોલર એટલે કે અંદાજે 57.43 હજાર કરોડ રૂપિયા ઉપર જઈ શકે છે.
ભેંસના માંસ અને બીફ ઈકોનોમી પર ઈન્ડિયા ટુડેના એક અહેવાલ મુજબ, 2024માં ભારતે લગભગ 13 લાખ ટન બફેલો મીટ એક્સપોર્ટ કર્યું અને તેમાં ઉત્તર પ્રદેશની હિસ્સેદારી 60 ટકાથી પણ વધુ હતી.
2014-15માં ભારતે લગભગ 14.8 લાખ ટન બફેલો મીટ એક્સપોર્ટ કર્યું હતું અને તેની કુલ કિંમત લગભગ 4.8 અબજ ડોલર એટલે કે અંદાજે 45.95 હજાર કરોડ રૂપિયા હતી. ત્યારે સરેરાશ કિંમત લગભગ 3240 ડોલર એટલે કે અંદાજે 3 લાખ 10 હજાર રૂપિયા પ્રતિ ટન થતી હતી.
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, તેના પછી ઘણાં વર્ષો સુધી એક્સપોર્ટ વોલ્યૂમ અને વેલ્યૂ બંને કમજોર રહ્યા. 2023-24 સુધી પ્રતિ ટન સરેરાશ વસૂલી લગભગ 2700થી 3000 ડોલર એટલે કે અંદાજે 2.58 લાખથી 2.87 લાખ રૂપિયાના સ્તર સુધી આવી ગઈ હતી.
પરંતુ 2024-25થી તસ્વીર બદલાવા લાગી. તે વર્ષે નિકાસ મૂલ્ય લ ગભગ 4.1 અબજ ડોલર એટલે કે લગભગ 39.25 હજાર કરોડ રૂપિયા રહ્યું. જ્યારે યૂનિટ વેલ્યૂ લગભગ 3236 ડોલર એટલે કે 3 લાખ 10 હજાર રૂપિયા પ્રતિ ટન પહોંચી. 2025-26માં આ વધીને લગભગ 3591 ડોલર એટલે કે અંદાજે 3 લાખ 44 હજાર પ્રતિ ટન થઈ ગઈ. એપ્રિલ-જૂન 2026માં સરેરાશ વસૂલી લગભગ 4392 ડોલર એટલે કે અંદાજે 4 લાખ 20 હજાાર રૂપિયા પ્રતિ ટન જણાવવામાં આવ્યું છે.
એટલે કે ભારત હવે માત્ર સસ્તુ બફેલો મીટ વેચીને વેલ્યૂમ ગેમ રમતું નથી.પરંતુ પ્રોડક્ટ ક્વાલિટી, પ્રોસેસિંગ, હાઈજિન અને નવા બજારના કારણે ભારતીય મીટની વધુ કિંમત મળવા લાગી છે.
APEDA ના સત્તાવાર રેડ મીટ મેન્યુઅલ મુજબ, એક્સપોર્ટ માટે બફેલો મીટને નિર્ધારીત નિયમો હેઠળ રજિસ્ટર્ડ કતલખાના અને પ્રોસેસિંગ પ્લાંટથી સોર્સ કરવા જોઈએ. પ્લાંટ્સમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, હાઈજિનન, લેબોરેટરી સુવિધા, રેકોર્ડ રાખવા અને પશુવધથી પહેલા થનારી તપાસ અને પોસ્ટમોર્ટમ જેવી વ્યવસ્થાની તપાસ કરવામાં આવે છે. નિકાસની ખેપ માટે હેલ્થ અને માઈક્રોબાયોલોજિક જરૂરિયાતો પણ લાગુ છે.
આ કારણ છે કે ભારતીય બફેલો મીટની ઈન્ટરનેશનલ માંગમાં વધારો થઈ રહ્યો છે. રિપોર્ટમાં એક્સપોર્ટ્સ એસોસિએશનને ટાંકીને કહેવામાં આવ્યું છે કે પહેલા ભારતીય બફેલો મીટ અને બ્રાઝિલિયન બીફ વચ્ચે કિંમતનું અંતર લગભગ 2000 ડોલર એટલે કે 1 લાખ 91 હજાર રૂપિયા પ્રતિ ટન હતું, જે હવે ઘટીને 500-700 ડોલર એટલે કે 47થી 67 હજાર રૂપિયા પ્રતિ ટન રહી ગયું છે.
2014-15માં ભારતના બફેલો મીટ એક્સપોર્ટના લગભગ 45 ટકા એકલા વિયતનામ મોકલવામાં આવતું હતું. તે સમયે વિયતનામને લગભગ 2.2 અબજ ડોલર એટલે કે અંદાજે 21.06 હજાર કરોડ રૂપિયાનું બફેલો મીટ એક્સપોર્ટ થયું હતું.
પણ 2025-26માં તસ્વીર વધુ વિવિધતાપૂર્ણ થઈ ચુકી છે. રિપોર્ટ મુજબ, વિયતનામ લગભગ 933.9 મિલિયન ડોલર એટલે કે 8,940.22 કરોડ રૂપિયાની સાથે સૌથી મોટું બજાર રહ્યું છે. પરંતુ તેના પછી ઈજીપ્ત 725 મિલનયન ડોલર એટલે કે 6.94 હજાર કરોડ રૂપિયા, મલેશિયા 654.1 મિલિયન ડોલર એટલે કે 6.26 હજાર કોરડ રૂપિયા, યુએઈ 444.2 મિલિયન ડોલર એટલે અંદાજે 4.25 હજાર કરોડ રૂપિયા, સાઉદી અરેબિયા 359.3 મિલિયન ડોલર એટલે કે 3.44 હજાર કરોડ રૂપિયા, ઉઝ્બેકિસ્તાન 307 મિલિયન ડોલર એટલે કે અંદાજે 2.94 હજાર કરોડ રૂપિયા, ઈન્ડોનેશિયા 301.3 મિલિયન ડોલર એટલે કે અંદાજે 2.88 હજાર કરોડ રૂપિયા અને ઈરાક 300.1 મિલિયન ડોલર એટલે કે 2.87 હજાર કરોડ રૂપિયાનું બજાર છે.
આ સિવાય ફિલિપિન્સ, જોર્ડન, રશિયા, જોર્જિયા, ઓમાન અને સેનેગલ જેવા બજાર પણ ભારતીય બફેલો મીટ માટે મહત્ત્વપૂર્ણ થઈ રહ્યા છે. APEDA ના 2024-25ના આંકડામાં પણ વિયતનામ, મલેશિયા, ઈરાક અને સાઉદી અરેબિયા મુખ્ય ડેસ્ટિનેશન તરીકે સામે આવ્યા છે. હવે ભારતનો નિકાસ કારોબાર કોઈ એક દેશ પર ટકેલો રહેવાના સ્થાને ઘણાં બજારોમાં ફેલાય રહ્યો છે. આ કોઈપણ એક્સપોર્ટ કમોડિટી માટે મોટો રણનીતિક ફાયદો હોય છે.