ભારતમાં નમાજ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાની માગણી!, અયોધ્યાના સંતે રાષ્ટ્રપતિને લખ્યો પત્ર
ભગવાન શ્રીકૃષ્ણને પાંચ વખતના નમાજી ગણાવતા મૌલાના જર્જિસના નિવેદન સામે અયોધ્યાના સંત તપસ્વી છાવણીના પીઠાધીશ્વર જગ્દુરુ પરમહંસ આચાર્ય નારાજ થયા છે. તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને પત્ર લખીને ભારતમાં નમાજ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાની માગણી કરી દીધી છે.
અયોધ્યા: ઉત્તર પ્રદેશમાં આવેલી રામનગરી અયોધ્યામાં પોતાના નિવેદનોથી ચર્ચામાં રહેતા તપસ્વી છાવણી પીઠાધીશ્વર જગદ્ગુરુ પરમહંસ આચાર્યે ભારતમાં નમાજ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાની માગણી કરી છે. આ માગણી કરતો એક પત્ર પણ તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને લખ્યો છે.
તપસ્વી છાવણીના પીઠાધીશ્વર જગદ્ગુરુ પરમહંસ આચાર્યે કહ્યુ છે કે મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂજીને અમે પત્ર મોકલીને માગણી કરી છે કે ભારતમાં નમાજ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવે. કેમ? કારણ કે ઈસ્લામ એક એવી ઉપાસના છે, જે અન્ય ઉપાસનાઓને ગળી જાય છે, અને તેનું ઉદાહરણ 16 ઓગસ્ટ, 1946 ડાયરેક્ટ એક્શન ડે, 1990 હિંદુ નરસંહાર કાશ્મીર. હાલમાં મૌલાના જર્જિસ અંસારી તેમણે ભગવાન શ્રીકૃષ્ણને નમાજી ગણાવ્યા, જ્યારે પયગમ્બર મોહમ્મદના પહેલા કોઈ મુસ્લિમ ન હતો ધરતી પર.
મૌલાના જર્જિસ પર પ્રતિક્રિયા
જગદ્ગુરુ પરમહંસ આચાર્યે ભગવાન શ્રીકૃષ્ણને લઈને મૌલાના જર્જિસ અંસારીના નિવેદન પર કહ્યુ છે કે આજે અમે મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને પત્ર મોકલીને મૌલાના જર્જિસ અંસારીએ જે પ્રકારે નિવેદન આપ્યું છે કે ભગવાન શ્રીકૃષ્ણ મુસ્લિમ હતા અને પાંચ વખતની નમાજ પઢતા હતા. જો આ પ્રકારે કોઈ સનાતની તેમના અલ્લાહના સંદર્ભે કહી દેત, તો આજે ભારત જ નહીં, પણ 57 ઈસ્લામિક દેશોમાં હાય-તોબપા મચી ગયો હોત, મારકાટ મચી હોત, તમામ પથ્થરબાજો આજે રોડ પર હોત.
તેમણે આગળ કહ્યુ છે કે સતત હિંદુ દેવીદેવતાઓ પ્રત્યે અભદ્ર ટીપ્પણી કરવી અને હિંદુઓને વારંવાર ક્યાંક લવજેહાદ, ક્યાંક લેન્ડ જેહાદ, ક્યાક વ્યાપાર જેહાદ, ક્યાંક ફિલ્મ જેહાદ, ક્યાંક ચિકિત્સા જેહાદ, જાણે હિંદુ અસ્તિત્વને સમાપ્ત કરવાનું ગઝવા-એ-હિંદ તેમની અંદર-અંદર ચાલી રહ્યું છે. માટે જ રાષ્ટ્રપતિને પત્ર મોકલીને નમાજ પર પ્રતિબંધની માગણી કરી છે.
પરમહંસ આચાર્ય નિવેદનોથી રહે છે ચર્ચામાં
જગદ્ગુરુ પરમહંસ આચાર્ય સતત પોતાના વિવાદીત નિવેદનોથી ચર્ચામાં રહે છે. હાલમાં જ તેમણે ફિલ્મ અભિનેતા આમીર ખાનના ત્રીજા નિકાહ પર વાંધો ઉઠાવતા તેમને મારનારને 5 કરોડ રૂપિયા આપવાનું એલાન કર્યું હતું. તેમનું આ નિવેદન સોશયલ મીડિયામાં પણ ઘણું વાયરલ થયું હતું. તેના સિવાય પણ તેઓ ઘણાં સંવેદનશીલ મામલાઓ પર ટીપ્ફણીઓથી ચર્ચામાં આવી ચુક્યા છે.