સિંગર અંકિત બાલિયાન હત્યાકાંડના 2 શૂટર્સ એન્કાઉન્ટરમાં ઠાર, શામલીમાં પોલીસ સાથે થઈ હતી અથડામણ
હત્યાકાંડમાં કુલ 4 શૂટર્સ સામેલ હતા. ઘટના બાદ બે શૂટર બાઈકથી કરનાલ તરફ ભાગ્યા, જ્યારે મોહિત અને સુમિત બાગપત તરફ ફરાર થયા હતા.
ઉત્તરપ્રદેશના શામલીમાં હરિયાણવી સિંગર અને યૂટ્યૂબર અંકિત બાલિયાનની હત્યા બાદ ઉત્તરપ્રદેશ પોલીસ અને એસટીએફ સતત આરોપીઓની તલાશ કરી રહી હતી. હવે આ મામલામાં પોલીસે મોટી કાર્યવાહી કરીને બે કથિત શૂટરોને એન્કાઉન્ટરમાં ઠાર કર્યા છે. માર્યા ગયેલા આરોપીઓની ઓળખ સુમિત અને મોહિત તરીકે થઈ છે.
પોલીસ મુજબ, અંકિત બાલિયાનની હત્યાને અંજામ આપવામાં કુલ 4 શૂટર પહોંચ્યા હતા. તેમાંથી બેને એન્કાઉન્ટરમાં ઠાર કરાય છે. તપાસમાં સામે આવ્યું કે ચાર શૂટરો સિવાય બે લોકો રેકી અને અન્ય મદદમાં સામેલ હતા. અત્યાર સુધીની તપાસમાં હત્યાકાંડ સાથે જોડાયેલા કુલ 6 લોકોની ભૂમિકા સામે આવી છે. અથડામણમાં માર્યા ગયેલા આરોપીઓને અંકિત બાલિયાનની રેકી કરતા જોવા મળ્યા હતા.
ઘટના બાદ પોલીસે આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. ફૂટેજના આધારે પોલીસે ચારેય શૂટર્સની ઓળખ કરી હતી. સામે આવ્યું કે ગોળી ચલાવનારા શૂટર હરિયાણાના હિસાર અને રોહતકના વતની છે. તેમાંથી એક આરોપી પહેલા પણ હત્યાના મામલામાં જેલમાં જઈ ચુક્યો હતો. જ્યારે બાકીના ત્રણ વિરુદ્ધ નાના-મોટા અપરાધોની જાણકારી સામે આવી હતી.
આરોપીઓની ઓળખ સામે આવ્યા બાદ હરિયાણા પોલીસે તેમના ઘરો અને સગા-સંબંધીઓના ઠેકાણા પર તપાસ કરી હતી. પરિવાર અને નિકટવર્તીઓ સાથે પૂછપરછ શરૂ થઈ હતો શૂટરોએ પોતાના મોબાઈલ ફોન બંધ કર્યા હતા અને ફરાર થઈ ગયા હતા. તેના પછી યુપી એસટીએફે તેમની તલાશ ઝડપી કરી હતી.
તપાસમાં અંકિત બાલિયાનની કોલ ડિટેલ અને વ્હોટ્સએપ મેસેજિંગ હિસ્ટ્રીને પણ ચકાસી હતી. પોલીસ હત્યાકાંડની પાછળ રહેલા મદદગારો અને ષડયંત્રમાં સામેલ લોકો સુધી પહોંચવાની કોશિશ કરી રહી હતી.
આ હત્યાકાંડના ખુલાસા માટે મેરઠ ઝોનના 7 જિલ્લાના પોલીસ અધિકારીઓની 8 ટીમો લગાવવામાં આવી હતી.હરિયાણા અને દિલ્હીમાં સતત તપાસ થઈ રહી હતી. આ પહેલા મેરઠ ઝોનના એડીજી ભાનુ ભાસ્કરે શામલી પહોંચીને અધિકારીઓ સાથે લગભગ 2 કલાક બેઠક કરી હતી. તેમણે કહ્યુ હતુ કે પોલીસ આરોપીઓ અને ઘટનામાં વપરાયેલા હથિયારોની બેહદ નજીક પહોંચી ચુકી છે.
પોલીસ મુજબ, 20 ઓગસ્ટે અંકિત બાલિયાનની રેકી કરી હતી. બે શૂટર શામલી પહોંચ્યા હતા અને અંકિતની દરેક મૂવમેન્ટ પર નજર રાખી રહ્યા હતા. બંને શામલીની સૂર્યા હોટલમાં રોકાયા હતા. પોલીસે હોટલના સીસીટીવી ફૂટેજ પણ ચકાસ્યા હતા. જેમાં કેસને લગતી મોટી કડીઓ પ્રાપ્ત થઈ હતી. હત્યાકાંડમાં કુલ 4 શૂટર્સ સામેલ હતા. ઘટના બાદ બે શૂટર બાઈકથી કરનાલ તરફ ભાગ્યા, જ્યારે મોહિત અને સુમિત બાગપત તરફ ફરાર થયા હતા.
પોલીસ મુજબ, મોહિત અને સુમિતને ટ્રેક કરવામાં આવ્યા હતા અને બાદમાં કેરાના રોડ ખાતે ઈન્ડિયન ગેસ ગોડાઉન પાસે બંને સાથે એન્કાઉન્ટર થયું. બંને 50-50 હજાર રૂપિયાના ઈનામી શૂટર હતા અને ગોગી ગેંગ સાથે જોડાયેલા હોવાનું જણાવાય છે. પોલીસે જવાબી ફાયરિંગમાં બંનેને ગોળી મારી હતી. તેના પછી હોસ્પિટલમાં ડોક્ટરોએ બંનેને મૃત ઘોષિત કર્યા હતા. એન્કાઉન્ટરમાં સ્વાત ટીમના હેડ કોન્સ્ટેબલ હરવિંદર અને પ્રદીપ પણ ઘાયલ થયા હતા. ઘટનાસ્થળેથી બે પિસ્તોલ, જીવતા કારતૂસ અને ખોખા, સ્પ્લેન્ડર બાઈક, બેગ, મોબાઈલ ફોન અને 5 હજાર રૂપિયા રોકડા પ્રાપ્ત થયા હતા.