અમદાવાદમાં ઘુમા બાદ હવે ઝુંડાલ સર્કલ પાસે દીપડો રોડ ક્રોસ કરતો હોવાનો થયો દાવો
સોશયલ મીડિયામાં ઝડપથી વાઈરલ થઈ રહેલા ફોટોગ્રાફના આધારે દાવો થઈ રહ્યો છે કે અમદાવાદના ઝુંડાલ-ચાંદખેડા રિંગરોડ પર દીપડો દેખાયો છે. આ વાઈરલ ફોટોગ્રાફમાં એક જંગલી જનાવર રોડ ક્રોસ કરતું જોવા મળી રહ્યું છે અને સ્થાનિકોનો દાવો છે કે તે દીપડો હતો.
અમદાવાદમાં ઘુમા બાદ હવે બીજા શહેરી વિસ્તારમાં દીપડાંએ દેખા દીધી છે. ઘુમાની શરણદીપ સોસાયટીમાં સીસીટીવી ફૂટેજમાં દીપડો જોવા મળ્યો હતો. તેને પકડવા માટે વન વિભાગ અને કાંકરિયા પ્રાણી સંગ્રહાલયના કર્મચારીઓ દ્વારા કોશિશો થઈ રહી છે. ત્યારે ઝુંડાલ સર્કલ નજીક દીપડો રોડ ક્રોસ કરતો હોવાનો દોવા થઈ રહ્યો છે.
સોશયલ મીડિયામાં ઝડપથી વાઈરલ થઈ રહેલા ફોટોગ્રાફના આધારે દાવો થઈ રહ્યો છે કે અમદાવાદના ઝુંડાલ-ચાંદખેડા રિંગરોડ પર દીપડો દેખાયો છે.
આ વાઈરલ ફોટોગ્રાફમાં એક જંગલી જનાવર રોડ ક્રોસ કરતું જોવા મળી રહ્યું છે અને સ્થાનિકોનો દાવો છે કે તે દીપડો હતો.
આ તસવીરની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પણ સોશયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલા ફોટોગ્રાફ અને દાવાઓને કારણે ચાંદખેડા તથા આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોમાં દહેશત વ્યાપી ગઈ છે.
આ વાઈરલ ફોટોગ્રાફના પગલે ઝુંડાલ સર્કલ આસપાસ રાત્રિના સમયે લોકોની ચિંતા વધી ઘઈ છે. બાળકો અને વૃદ્ધોને બહાર નહીં નીકળવાની સલાહ અપાઈ રહી છે.
લોકો માગણી પણ કરી રહ્યા છે કે દીપડો જો ખરેખર આ વિસ્તારમાં આવ્યો હોય, તો તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ કરીને તેને પકડવા માટેની ઝડપી કાર્યવાહી હાથ ધરવી જોઈએ. જો કે હજી સુધી આ વિસ્તારમાં દીપડો દેખાયાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. પણ લોકો આ વાઈરલ તસ્વીર પાછળની સચ્ચાઈની તપાસ કરવાની માગણી જરૂરથી કરી રહ્યા છે.