LAC પર ભારત-ચીનની નવી પહેલ, અરુણાચલમાં વરિષ્ઠ સૈન્ય કમાન્ડરોની પહેલી ફ્લેગ મીટિંગ
આ તંત્રનો ઉદેશ્ય પૂર્વ સેક્ટરમાં સીમા પ્રબંધન, સંચાર અને સમન્વયને સારું બનાવવાનો છે. જેથી બંને દેશના સૈન્ય અધિકારીઓ વચ્ચે નિયમિત સંવાદ જળવાયેલો રહે.
ભારત અને ચીન વચ્ચે પૂર્વીય સેક્ટરમાં વરિષ્ઠ સૈન્ય કમાન્ડરોની પહેલી ફ્લેગ મીટિંગ 6 અને 7 સપ્ટેમ્બરે આયોજીત કરાઈ હતી. આ બેઠક અરુણાચલ પ્રદેશના વાચા અને ચીની ક્ષેત્રના દમાઈમાં થઈ હતી. આ નવી વ્યવસ્થા ઓગસ્ટ -2025 અને ઓગસ્ટ - 2026માં બંને દેશોના વિશેષ પવ્રતિનિધિઓ વચ્ચે બનેલી સંમતિ તથા ડબ્લ્યૂએમસીસી બેઠકોમાં થયેલી ચર્ચાઓ બાદ લાગુ કરવામાં આવી છે.
આ તંત્રનો ઉદેશ્ય પૂર્વ સેક્ટરમાં સીમા પ્રબંધન, સંચાર અને સમન્વયને સારું બનાવવાનો છે. જેથી બંને દેશના સૈન્ય અધિકારીઓ વચ્ચે નિયમિત સંવાદ જળવાયેલો રહે. વિદેશ મંત્રાલય મુજબ, પશ્ચિમ સેક્ટરમાં પહેલેથી જ આ પ્રકારની ફ્લેગ મીટિંગનું તંત્ર અસ્તિત્વમાં છે. હવે પૂર્વ સેક્ટરમાં પણ તેને લાગુ કરવામાં આવ્યું છે.
આમ તો ભારત અને ચીનની આ વાતચીત એટલા માટે પણ મહત્ત્વની છે, કારણ કે અરુણાચલ પ્રદેશને લઈને વખતોવખત ડ્રેગન એવો દાવો કરતું રહે છે કે જેના કારણે બંને દેશોની વચ્ચે તણાવ વધી જાય છે. ગત સપ્તાહે ચીને અરુણાચલ પ્રદેશના 27 સ્થાનોના નામ પોતાના નક્શામાં દેખાડયા હતા. ચીનની આ હરકત પર ભારતે કડક વાંધો વ્યક્ત કર્યો હતો અને જડબાતોડ જવાબ પણ આપ્યો હતો.
વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં ક્હ્યું હતું કે અરુણાચલ પ્રદેશ ભારતનો એક અભિન્ન હિસ્સો છે અને આ એક નિર્વિવાદ તથ્ય છે. આ સચ્ચાઈને કોઈ બદલી શકે નહીં.
ચીન 2027થી જ ભારતના અરુણાચલ પ્રદેશને પોતાના નક્શામાં દેખાડે છે. ભારતે હંમેશા તેના પર વાંધો વ્યક્ત કર્યો છે અને ચીનને તેની સાચી જગ્યા દેખાડી છે. તાજેતરમાં ભારત સરકારે સત્તાવાર રીતે સર્વે ઓફ ઈન્ડિય મેપમાં અરુણાચલ પ્રદેશના સરોવર, વસ્તીઓ અને સ્મારક સહીતના 27 સ્થાનોના નામ બદલ્યા છે.
આના પર ચીન ચિઢાયું અને ચીનની સરકારના મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સમાં પ્રકાશિત કરાયું કે ભારતના નક્શામાં આ વિસ્તારો સામેલ કરવાથી બંને દેશો વચ્ચે તણાવ વધી શકે છે.