મોરબીમાં અચાનક હિલોળા મારતા પાણીવાળા કુવાની તપાસ કરાઈ, જાણો શું નીકળ્યું કારણ?
વીરપરડાં ગામમાં આવેલો આ કૂવો 18 ફૂટ ઊંડો છે અને તેમાં હિલોળા મારતા પાણીની ચર્ચા સોશયલ મીડિયા પર શરૂ તયા બાદ મોરબી જિલ્લાના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ તપાસનો આદેશ આપ્યા બાદ ભૂવૈજ્ઞાનિકોએ આની તપાસ શરૂ કરી હતી
ગુજરાતના મોરબી જિલ્લાના વીરપરડા ગામમાં પ્રાણજીવન સાદરિયાના ખેતરમાં આવેલા કુવાએ આસપાસના વિસ્તારમાં ચર્ચા અને કુતૂહલ પેદા કર્યું છે. આ કુવાનું પાણી અચાનક હિલોળા મારવા લાગે છે. કુવાના પાણીના હિલોળે ચઢતા આસપાસના લોકોમાં ભૂકંપની શક્યતાને લઈને ડર પેદા થયો હતો. તેમને લાગ્યું કે આ હલચલ ભૂકંપીય ગતિવિધિઓ સાથે જોડાયેલી હોઈ શકે છે.
જો કે જિલ્લાધિકારીઓએ ભૂકંપ સાથે કોઈપણ સંબંધ હોવાને ફગાવી દીધી છે. તેમણે કહ્યુ છે કે પ્રારંભિક તપાસમાં ઉજાગર થયું છે કે આ એક કુદરતી ભૂવૈજ્ઞાનિક પ્રક્રિયા છે.
વીરપરડાં ગામમાં આવેલો આ કૂવો 18 ફૂટ ઊંડો છે અને તેમાં હિલોળા મારતા પાણીની ચર્ચા સોશયલ મીડિયા પર શરૂ તયા બાદ મોરબી જિલ્લાના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ તપાસનો આદેશ આપ્યા બાદ ભૂવૈજ્ઞાનિકોએ આની તપાસ શરૂ કરી હતી.
ભૂવૈજ્ઞાનિકોની પ્રારંભિક તપાસમાં ભારે વરસાદથી કુવાના રિચાર્જ થવા અને ભારે પવનને કારણે પાણીમાં હલચલ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે ભૂકંપ જેવી કોઈપણ ગતિવિધિના સંકેત મળ્યા નથી.
મોરબી જિયોલોજિસ્ટ જે. એસ. વાઢેરે કહ્યુ છે કે આ ઘટનાની પાછળ ભૂકંપીય ગતિવિધિના કોઈ પુરાવા નથી, જો કે મામલાની આગળ પણ તપાસ ચાલુ રખાશે અને આના પર નજર પણ રખાશે.
તો બીજી તરફ કુવાના માલિક પ્રાણજીવ સદારિયાએ જણાવ્યું કે તેમણે પહેલીવાર 2 ઓગસ્ટે આ અસામાન્ય ગતિવિધિ જોઈ હતી. તેમણે કહ્યુ કે જ્યારે હું રવિવારે પોતાના ખેતરમાં પહોંચ્યો, તો કુવાનું પાણી કિનારાથી બહાર વહી રહ્યું હતું. ત્યારથી આવું જ થઈ રહ્યું છે.
તપાસના નિષ્કર્ષ
આ ભૂકંપીય ગતિવિધિ નથી. પહેલી નજરે એવું લાગે છે કે ઉપરી વિસ્તારમાં ભારે વરસાદ બાદ ભૂગર્ભજળમાં સ્તર વધી રહ્યું છે અને પોર સ્પેસમાં ફસાયેલી હવા બહાર નીકળી રહી છે. જેના કારમે કુવામાં આ હલચલ દેખાઈ રહી છે.
ગાંધીનગર ખાતેની ઈન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ પ્રમાણે, આ વિસ્તારમાં કોઈ સક્રિય ફોલ્ટ લાઈન નથી. ભૂગર્ભજળનું ફરીથી ભરાવવું સંભવિત કારણ માનવામાં આવે છે. કુવાનો આ વ્યવહાર કદાચ તાજેતરમાં થયેલા ભારે વરસાદ સાથે જોડાયેલો છે.
વરસાદે જમીનની નીચે રહેલા જળભંડારોને ઝડપથી ભરી દીધા છે, જેનાથી કુવાની નીચે શિલાઓના છિદ્રો અને તિરાડોમાં ફસાયેલી હવા બહાર નીકળી રહી છે.
બહાર નીકળતી હવા સતત હલચલ પેદા કરી રહી છે. જેના કારણે પાણીની સપાટી પર સતત લહેરો ઉઠતી દેખાઈ રહી છે.
ત્રણ માસ પહેલા બનાવાયો છે આ કૂવો
કુવાના માલિકે કહ્યુ છે કે આ કૂવો લગભગ ત્રણ માસ પહેલા જ બનાવાયો હતો. સ્થાનિકોએ કહ્યુ કે પાણીમાં હલચલ પેહલીવાર રવિવારે અને સોમવારે જોવા મળી હતી. મંગળવારે આ હલચલ થોડોક સમય થંભી હતી અને બુધવાર તથા ગુરુવારે ફરીથી શરૂ થઈ હતી. જેનાથી લોકોમાં કૂતુહલ વધ્યું હતું. ક્ષેત્રમાં અન્ય કોઈ કુવામાં આવી કોઈ ગતિવિધિ જોવા મળી નથી. અધિકારીઓ કુવા પર નજર રાખી રહ્યા છે. અહીં પહોંચેલા લોકો કુવાના પાણીના હિલોળા મારવાનો વીડિયો અને તસ્વીરો લઈ રહ્યા છે.